ઉજ્જૈન : મહાકાલ મંદિર પરિસરના (Mahakal temple)સુરક્ષા ગાર્ડની હત્યા (Murder)અવૈધ સંબંધોના (relationships)કારણે થઇ હતી. આરોપી (Accused)મંદિર પરિસના અન્નક્ષેત્રનો પ્રભારી નિનાદ કાલે છે. નિનાદ કાલેના ગાર્ડની પત્ની સાથે સંબંધ હતા. તેણે અને પ્રેમિકાએ યોજના બનાવીને ગાર્ડને રસ્તેથી હટાવી દીધો હતો. મર્ડર માટે બે આરોપીઓને સોપારી આપવામાં આવી હતી. પોલીસે (Police)24 કલાકમાં આ હત્યાનો ખુલાસો કરીને મૃતકની પત્ની સહિત 4 લોકોની ધરપકડ કરી છે.
સીએસપી પલ્લીવી શુક્લાએ જણાવ્યું કે 41 વર્ષનો મૃતક દિનેશ મરાઠા મહાકાલની નજીક નૃસિંહ ઘાટની ગૌંડ વસ્તીમાં રહેતો હતો. બે અજાણ્યા લોકોએ શુક્રવારે રાત્રે ચાકુથી તેની હત્યા કરી દીધી હતી. દિનેશ મહાકાલ મંદિરમાં સુરક્ષા એજન્સીનો કર્મચારી હતો. પોલીસે આ મર્ડરનો કેસ સોલ કરવા માટે ઘણા લોકોની પૂછપરછ કરી હતી. અંતમાં કોલ રેકોર્ડિંગથી બધી હકીકત સામે આવી ગઈ અને બધા આરોપી પકડાઇ ગયા છે.
પોલીસે જણાવ્યું કે દિનેશની પત્ની પણ કેટલાક સમય પહેલા મંદિરમાં સુરક્ષા ગાર્ડ હતી. આ દરમિયાન તેનો શ્રી મહાકાલેશ્વર મંદિર પ્રબંધ સમિતિ સંચાલિત નિશુલ્ક અન્નક્ષેત્રમાં કામ કરતા કર્મચારી નિનાદ કાલે સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. દિનેશે ઘણી વખત બંનેને સાથે જોયા હતા અને તેમના સંબંધો પર વિરોધ હતો. દિનેશને ડરાવવા અને પાઠ ભણાવવા માટે આરોપી નિનાદે બે બદમાશોને 25 હજારની સોપારી આપી હતી. આરોપીએ મૃતકની પત્ની સાથે મળીને દિનેશને રસ્તામાંથી હટાવવાનો પ્લાન બનાવ્યો હતો.
બતાવવામાં આવી રહ્યું છે કે હત્યાના દિવસે નિનાદે જ મૃતકને તેના ઘરની પાસે છોડ્યો હતો. આ પછી તે હોસ્પિટલ લઇને પણ ગયો હતો. એ પણ માહિતી સામે આવી છે કે મીડિયાને પણ તેણે જ સૂચના આપી હતી.
રાજસ્થાનના (Rajasthan)ઝાલોર જિલ્લામાં એક કાળજું કંપાવે તેની હત્યાની (Murder) ઘટના સામે આવી છે. ઝાલોરનાં આહોર ક્ષેત્રમાં એક તરફી પ્રેમમાં પાગલ સનકી આશિકે એક મહિલાની કુહાડીના ઘા મારી હત્યા કરી દીધી હતી. મહિલાનો જીવ ગયો ત્યાં સુધી તે ઘા મારતો રહ્યો હતો. આરોપી જોર જોરથી કહેતો હતો કે ’મેં તુઝે માર દુંગા’. યુવકે મહિલાના ખભા, ગળા અને શરીરના અન્ય ભાગ પર એટલા ઘા કર્યા કે જમીન લોહીથી લાલ થઇ ગઈ હતી. આરોપી પર પાગલપન એટલી હદી હાવી હતું કે તે મહિલાના મોત પછી તેની લાશને વળગી પડ્યો હતો. પોલીસ સનકી આશિકની ધરપકડ કરી લીધી છે
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર