ભરી સભામાં કથાકાર વાચિકાએ સંત પર કર્યા આક્ષેપ; કહ્યું- અશ્લીલ વાતો કરે છે, હાહાકાર મચ્યો
ભરી સભામાં કથાકાર વાચિકાએ સંત પર કર્યા આક્ષેપ; કહ્યું- અશ્લીલ વાતો કરે છે, હાહાકાર મચ્યો
ઉજ્જૈનમાં કથાકારે સંત પર આરોપ લગાવ્યો
Ujjain :આ મામલાને શાંત પાડવા માટે સંત (saint) સમાજે શિપ્રા નદી પાસે દત્ત અખાડામાં બેઠક યોજી હતી. આમાં બંનેને બોલાવવામાં આવ્યા હતા. વાત કરતી વખતે કથાકાર (Kathakar) ઉશ્કેરાઈ ગઈ હતી અને રામેશ્વર દાસ પર આરોપ લગાવ્યો કે...
ઉજ્જૈન : મધ્યપ્રદેશ (Madhya Pradesh) ના ઉજ્જૈન (ujjain) માંથી એક ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં કથાકાર (Kathakar) વાચિકાએ સંત (saint) પર ભરી સભામાં અયોગ્ય વાત કરવાનો આરોપ લગાવ્યો હતો. આ મામલે યુવતીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરી હતી, પરંતુ મામલો આગળ વધે તે પહેલા જ સંતે માફી માંગી લીધી હતી. વાર્તાકારે તેમની સામેની ફરિયાદ પાછી ખેંચી લેતા મામલો થાળે પડ્યો હતો. પરંતુ, આ વીડિયો વાયરલ થયા બાદ તેની જોરશોરથી ચર્ચા થઈ રહી છે.
મળતી માહિતી મુજબ, આ ઘટના બે દિવસ પહેલા બની હતી. આ ઘટના બાદ અહીંના સંત સમાજમાં ખળભળાટ મચી ગયો હતો. એવું કહેવાય છે કે, અશોક નગરમાં રહેતા વૃંદાવનના એક કથાકારે શત દર્શન સંત સમાજના પ્રમુખ સંત રામેશ્વર દાસ મહારાજ પર ગંદા કામો કરવા, ફોન પર અશ્લિલ વાતો કરવાના ગંભીર આરોપો લગાવ્યા હતા. આ અંગે તેણે નીલગંગા પોલીસ સ્ટેશનમાં લેખિતમાં ફરિયાદ કરી હતી.
48 કલાકમાં મામલો થાળે પડ્યો
અહીં સંતે કથાકારના લગ્નની વાત પણ કરી હતી. જોકે, આ ચોંકાવનારો મામલો 48 કલાકમાં પૂરો થયો. સંત સમાજે બેઠક કરી આ બાબતનો અંત લાવવાની વાત કરી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે, સ્થાનિક સંત સમાજની બેઠકમાં સંત અને કથાકાર સાથે ચર્ચા કર્યા બાદ આ મામલે સમજૂતી થઈ છે. બંનેએ પોતપોતાના વીડિયો જાહેર કર્યા અને વિવાદના અંતની જાણકારી આપી.
તમને જણાવી દઈએ કે, આ મામલાને શાંત પાડવા માટે સંત સમાજે શિપ્રા નદી પાસે દત્ત અખાડામાં બેઠક યોજી હતી. આમાં બંનેને બોલાવવામાં આવ્યા હતા. વાત કરતી વખતે વાર્તાકાર ઉશ્કેરાઈ ગઈ હતી અને રામેશ્વર દાસ પર આરોપ લગાવ્યો કે સંત મારી સાથે કોન્ડોમ અને અન્ય અશ્લીલ શબ્દો બોલતા હતા, જેનું રેકોર્ડિંગ મારી પાસે છે. મામલો વધતો જોઈને સંતોએ દરમિયાનગીરી કરીને મામલો થાળે પાડ્યો હતો.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર