ઉજ્જૈનઃ મહાકાલ મંદિરમાં એક શખ્સ બૂમો પાડવા લાગ્યો- હું UPનો મોસ્ટ વોન્ટેડ વિકાસ દુબે, અને પછી...

મહાકાલ મંદિર ખાતે તૈનાત સુરક્ષા ગાર્ડે તાત્કાલિક વિકાસ દુબેને પકડી લીધો અને પોલીસને આ અંગે જાણ કરી

મહાકાલ મંદિર ખાતે તૈનાત સુરક્ષા ગાર્ડે તાત્કાલિક વિકાસ દુબેને પકડી લીધો અને પોલીસને આ અંગે જાણ કરી

 • Share this:
  ઉજ્જૈન, મધ્ય પ્રદેશ (Madhya Pradesh)ના ઉજ્જૈન (Ujjain)થી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઉત્તર પ્રદેશના મોસ્ટ વોન્ટેડ વિકાસ દુબે (Vikas Duvey)ની ઉજ્જૈનમાં ધરપકડ થઈ છે. આ પહેલા અહીં પોલીસ સ્ટેશન પહોંચીને એક વ્યક્તિએ પોતાની જાતને યૂપીના મોસ્ટ વોન્ટેડ અપરાધી વિકાસ દુબે હોવાની વાત કહી. મળતી માહિતી મુજબ, મહાકાલ મંદિર પરિસરમાં પહોંચીને આ વ્યક્તિએ બૂમો પાડીને પોતે વિકાસ દુબે હોવાનું કહેતો રહ્યો. તેને તાત્કાલિક મંદિર પરિસરમાં તૈનાત સુરક્ષા ગાર્ડે પકડી લીધો અને પોલીસને આ અંગે જાણ કરી. મહાકાલ પોલીસ સ્ટેશનના સ્ટાફ તેને ગાડીમાં બેસાડીને કન્ટ્રોલ રૂમની તરફ રવાના થઈ ગયો.

  સૂત્રોના હવાલાથી મળતી માહિતી મુજબ, મહાકાલ મંદિરમાં તૈનાત હોમગાર્ડ જવાને દર્શન કરવા આવેલા વિકાસ દુબેને જોયો હતો. હોમગાર્ડના જવાને તેની જાણકારી પ્લાટૂન કમાન્ડર રૂબી યાદવને જણાવી. રૂબી યાદવે એસપીને જાણકારી આપી. ત્યારબાદ વિકાસ દુબે પકડાઈ ગયો. વિકાસ દુબે ઉજ્જૈનના એક તિવારી નામના શખ્સના સંપર્કમાં હતો. તિવારીના માધ્યમથી જ તે ઉજ્જૈન પહોંચ્યો હતો.

  મોટો સવાલઃ વિકાસ દુબે ઉજ્જૈન કેવી રીતે પહોંચ્યો?

  બુધવારે ફરીદાબાદ અને એનસીઆરમાં લોકેશન મળ્યા બાદ અંતે વિકાસ દુબે ઉજ્જૈન કેવી રીતે પહોંચ્યો તે એક મોટો સવાલ છે. જોકે, હવે ઉજ્જૈન પોલીસ તેની સાથે પૂછપરછ કરી રહી છે. યૂપી પોલીસ ત્યાં પહોંચતા જે ટ્રાન્ઝીટ રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવશે. આશા છે કે થોડીવારમાં જ ઉજ્જૈન પોલીસ તેનો ખુલાસો કરશે કે તે મહાકાલ મંદિર સુધી કેવી રીતે પહોંચ્યો.


  આ પણ વાંચો, વિકાસ દુબેનો વધુ એક સાગરીત પ્રભાત મિશ્રા એન્કાઉન્ટરમાં ઠાર, ફરીદાબાદથી ઝડપાયો હતો

  વિકાસ દુબેના વધુ બે સાગરીતોને યૂપી એસટીએફે ગુરુવારે ઠાર માર્યા

  નોંધનીય છે કે, કાનપુર શૂટઆઉટના માસ્ટર માઈન્ડ વિકાસ દુબેનું સામ્રાજ્ય ધીમેધીમે ધ્વસ્ત થવા લાગયું હતું. 8 પોલીસકર્મીઓની હત્યા મામલામાં ફરાર વિકાસ દુબેના વધુ બે સાગરીતોને યૂપી એસટીએફ (UP STF)એ ગુરુવારે ઠાર માર્યા છે. કાનપુર (Kanpur)માં એસટીએફ સ્ટાફની પિસ્તોલ છીનવીને ભાગી રહેલા પ્રભાત મિશ્રા ઉર્ફ કાર્તિકેયને પોલીસે ઠાર માર્યો તો બીજી તરફ ઈટાવામાં પોલીસે વિકાસ દુબેના ત્રીજા સાથી પ્રવીણ ઉર્ફ બવ્વન શુક્લા (Bavvan Shukla)ને પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. બવ્વન પર 50 હજાર રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું અને તેની વિરુદ્ધ વિકરૂ ગામમાં પોલીસ ટીમ પર થયેલા હુમલામાં સામેલ હોવાના આરોપમાં ચૌબેપુર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો હતો.
  Published by:Mrunal Bhojak
  First published: