ગુજરાત કેડર IPS દીકરો અઢી મહિના બાદ પહોંચ્યો આશ્રમ, મા ભેટી રોઈ પડી

પ્રતિકાત્મક તસવીર

મા દીકરાને ભેટી રોઈ પડી. માએ જ્યારે પુછ્યુ, મને છોડીને કમે જતો રહ્યો હતો? તો આઈપીએસ દીકરો કોઈ જવાબ ન આપી શક્યો.

 • Share this:
  દિલ્હીની એક મહિલા અઢી મહિનાથી અંકિત ગ્રામ સેવાધામ આશ્રમમાં રહેતી હતી. ઉજ્જૈનથી 14 કિમી દૂર બનેલા આ આશ્રમમાં બુધવારે એક વ્યક્તિ તેમને મળતા તેમના આંસુ રોકાઈ ન શક્યા. ખબર પડી કે, તે તેમનો દીકરો છે, જે ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી છે, તે પોતાના દીકરાને ભેટી રોઈ પડી. માએ જ્યારે પુછ્યુ, મને છોડીને કમે જતો રહ્યો હતો? તો આઈપીએસ દીકરો કોઈ જવાબ ન આપી શક્યો. માત્ર તેની આંખોમાં પણ આંસુ આવી ગયા. દીકરાએ ફરી જિંદગીભર સાથે રહેવાનો કર્યો વાયદો.

  ત્રણ મહિના પહેલા આવ્યા હતા મહાકાલના દર્શન માટે
  ત્રણ મહિના પહેલા દિલ્હીના રહેવાસી તારા જોશી પોતાના પુત્ર અવિનાશ જોશી સાથે મહાકાલના દર્શન માટે ઉજ્જૈન આવ્યા હતા. બંને અહીં એક હોટલમાં રોકાયા હતા. થોડા દિવસ બાદ અવિનાશે જરૂરી કામ બતાવી જવાનું કહ્યું તો માંએ તેને મંજૂરી આપી દીધી. અવિનાશના ગયા બાદ તારા જોશી એક અઠવાડીયુ હોટલમાં રોકાયા. પૈસા ખતમ થવા પર હોટલના માલિકે કલેક્ટર શશાંક મિશ્રને આની જાણકારી આપી. કલેક્ટરે તેમને વન સ્ટોપ સેન્ટર મોકલી આપ્યા. ત્યાંથી સેવાધામ આશ્રમના સંસ્થાપક સુધીરભાઈ ગોયલને તેની જાણકારી મળી. જીલ્લા તંત્રના માધ્યમથી તે તારાદેવીને પોતાના આશ્રમમાં લઈ આવ્યા.

  ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી છે અવિનાશ જોશી
  આશ્રમ સાથે જોડાયેલા લોકોએ જ્યારે મોબાઈલ નંબર લઈ અવિનાશનો સંપર્ક કર્યો તો, તેમણે કામને લઈ મજબૂરી બતાવી થોડા મહિના આવવાની ના પાડી. અંતે અઢી મહિના બાદ અવિનાશ પહોંચ્યા અને માંને પોતાની સાથે લઈ ગયા. તારાદેવી પાસેથી માહિતી મળી કે, અવિનાશના લગ્ન નથી થયા, તે સસ્પેન્ડ થઈ ગયા છે. જેથી તે પરેશાન હતો. અવિનાશ જોશી ગુજરાત કેડરના 2004 બેચના આઈપીએસ અધિકારી છે. તેમણે કહ્યું કે, તે તેમની માને ખુબ પ્રેમ કરે છે પરંતુ કેટલીક વ્યક્તિગત મજબૂરીના કારણે માંને અહીં છોડવી પડી.
  Published by:kiran mehta
  First published: