Home /News /national-international /

VIDEO-હાર્દિક પટેલ પર ઉજ્જૈનમાં ફેંકવામાં આવી શાહી, આરોપની થઈ બરાબરની ધોલાઈ

VIDEO-હાર્દિક પટેલ પર ઉજ્જૈનમાં ફેંકવામાં આવી શાહી, આરોપની થઈ બરાબરની ધોલાઈ

    ઉજ્જૈન:  મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લામાં પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ પર શાહી ફેંકવામાં આવી હતી. શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ગૂર્જર મહાસભાના એક યુવક તરફથી આ શાહી ફેંકવામાં આવી છે. ઘટના બાદ હાર્દિક પાસે રહેલા લોકોએ શાહી નાંખનાર યુવકની બરાબરની ધોલાઈ કરી નાંખી હતી.

    એવુ જણાવવામાં આવી રહ્યું છે કે, પાટીદાર નેતા અને પટેલ નવનિર્માણ સેનાના અધ્યક્ષ હાર્દિક પટેલ ઉજ્જૈન પાસે મેઘદૂત હોટલ પહોંચ્યો હતો. અહી હાર્દિક પટેલનું સ્વાગત કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન મિલિંદ ગૂર્જર નામના એક વ્યક્તિએ હાર્દિક પટેલ પર શાહી નાંખી દીધી હતી. શાહી હાર્દિક પટેલની આજુ-બાજુ રહેલા લોકો પર પણ પડી હતી. ઘટના બાદ હાર્દિક પટેલના સમર્થકોએ શાહી ફેકનારને પકડી લીધો અને તેની ઢોર માર મારવામાં આવ્યો હતો. આ દરમિયાન પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી.



    આ પહેલા શનિવારે સવારે નીમચ જિલ્લામાં રાજકીય ઘમાસણ થયું જ્યારે હાર્દિક પટેલને બતાવવામાં આવ્યું કે, જિલ્લામાં 144 કલમ લગાવી દેવામાં આવી છે. આના પર હાર્દિક ગુસ્સે થઈ ગયો હતો અને સરકાર દ્વારા લગાવવામાં આવેલ 144 કલમથી હાર્દિક નારાજ થઈ ગયો હતો. હાર્દિકે મીડિયા સાથે વાત કરતાં આને લઈને ભાજપ અને નરેન્દ્ર મોદી પર સિધા પ્રહાર કર્યા હતા.

    હાર્દિક પટેલ 6 એપ્રિલે બપોરે ઉદયપુરથી નીમચ આવ્યા. અહીથી તેઓ ખેડૂતો આંદોલનમાં માર્યા ગયેલા ખેડૂતોને શોક શ્રદ્ધાંજલિ વ્યક્ત કરવા માટે ગયા અને ત્યાર બાદ નીમચમાં રાત્રી રોકાણ કર્યુ અને શનિવારે સવારે તેમને નીમચના સીઆરપીએફ ક્રોસ સ્ટીટ પર આવેલ સરદાર પટેલ સ્ટેચ્યૂને માળા અર્પણ કરવાની હતી. તેમને ખબર પડી કે, જિલ્લા પ્રશાસને 6 એપ્રિલે જિલ્લામાં કલમ 144 લગાવી દીધી છે, જેના કારણે વગર પરવાનંગીએ કોઈપણ કાર્યક્રમ કરી શકાશે નહી.
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: Ujjain, હાર્દિક પટેલ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन