19 વર્ષની ઉંમરે જ બન્યો DON: કપાળે તિલક, આંખમાં કાજલ અને ખભે કાળું કપડું રાખી કરતો હતો દાદાગીરી
19 વર્ષની ઉંમરે જ બન્યો DON: કપાળે તિલક, આંખમાં કાજલ અને ખભે કાળું કપડું રાખી કરતો હતો દાદાગીરી
ઉજ્જૈન ગેંગસ્ટર દુર્લભ કશ્યપ
ઉજ્જૈનના ગેંગસ્ટર (ujjain gangster) દુર્લભ કશ્યપ (durlabh kashyap) નો જન્મ વર્ષ 2000માં મધ્યપ્રદેશ (Madhya Pradesh) ઉજ્જૈનમાં થયો હતો. તેના પિતા બિઝનેસમેન છે અને માતા શિક્ષિકા છે. ખૂબ અરમાનો સાથે માતાપિતાએ તેમના પુત્રનું નામ દુર્લભ રાખ્યું હતું
તમે ઘણા ગુંડાઓની કહાનીઓ (Stories of Gangsters) સાંભળી અને વાંચી હશે. અમે તમને એક એવા જ બદમાશની કહાની જણાવવા જઈ રહ્યા છીએ. જે નાની ઉંમરમાં જ ગુનાખોરીની દુનિયા પર રાજ કરવા માંગતો હતો. તેની એક અલગ સ્ટાઈલ (Style) હતી અને તે યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય બની હતી. અમે વાત કરી રહ્યા છીએ ઉજ્જૈનના ગેંગસ્ટર દુર્લભ કશ્યપની (durlabh kashyap ujjain gangster). તેની ઉંમર માત્ર 20 વર્ષની હતી, પરંતુ તેમણે લોકોના દિલમાં પોતાનો ડર જગાડી દીધો હતો. કપાળે તિલક, આંખમાં કાજલ અને ખભે કાળું કપડું એ દુર્લભનું સ્ટાઈલ સ્ટેટમેન્ટ હતું. 6 સપ્ટેમ્બર 2020ના રોજ ગેંગ વોરમાં તેનું મૃત્યુ (Died in Gang war) થયું હતું. તેની સામે અનેક ગુનાહિત કેસ નોંધાયેલા હતા. માનવામાં આવે છે કે આજે પણ તેના નામે કેટલીક ગેંગ સક્રિય છે.
ક્રાઇમ કરવા માટે આપતો જાહેરાત
દુર્લભ કશ્યપનો જન્મ વર્ષ 2000માં મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં થયો હતો. તેના પિતા બિઝનેસમેન છે અને માતા શિક્ષિકા છે. ખૂબ અરમાનો સાથે માતાપિતાએ તેમના પુત્રનું નામ દુર્લભ રાખ્યું હતું. તેણે વિચાર્યું કે દીકરો મોટો થશે તો કંઈક અલગ કરશે. પરંતુ જેમ જેમ ઉંમર વધતી ગઈ તેમ તેમ દુર્લભની ગુનાઓની દુનિયામાં આગળ વધતો ગયો. એટલું જ નહીં, તેણે ગુનો કરવા માટે તેની ફેસબુક પ્રોફાઇલમાં એક જાહેરાત પણ લખી હતી, 'કોઈપણ પ્રકારના વિવાદના સમાધાન માટે સંપર્ક કરો.' દુર્લભના પિતાનું કહેવું છે કે નાની ઉંમરમાં જ બાળકોનું ધ્યાન રાખવું જોઈએ. જો તે ખોટા રસ્તે જાય છે, તો મોડું થાય તે પહેલા તેને સમજાવવું જોઈએ.
સોશ્યલ મીડિયા પર ધમકી આપતો દુર્લભ
દુર્લભ સોશિયલ મીડિયાનો શોખીન હતો. તેણે પોતાને અને તેની ગેંગને લોન્ચ કરવા માટે ફેસબુકનો સહારો લીધો હતો. તેણે ગુનો કરવા માટે તેના પેજ પર જાહેરાત આપી હતી. તે સોશિયલ મીડિયા પર જ લોકોને ધમકીઓ આપતો હતો. તેના દ્વારા તેણે લોકો પાસેથી ઉઘરાણી અને સોપારી લેવાનું શરૂ કર્યું હતું. આટલું જ નહીં, તે ઘણીવાર યુવાનોને પોતાની ગેંગમાં સામેલ કરતો હતો. દુર્લભ તેની ડ્રેસિંગ સેન્સ માટે પણ ખૂબ ફેમસ હતો. તેની આંખોમાં કાજલ, કપાળ પર તિલક અને ખભા પર ગમછો તેની અને તેની ટોળકીની ઓળખ બની ગઈ હતી.
ધીમે ધીમે બન્યો ઉજ્જૈનનો ડોન
તે અવારનવાર તેની ગેંગ સાથેના હથિયારો અને ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતો હતો. તેની હરકતો જોઈને લોકો તેને 'ઉજ્જૈનનો ડોન' કહેવા લાગ્યા હતા. દુર્લભ જેવા કપડાં પહેરતો હતો, તેની ગેંગના સાથીઓ પણ એ જ પ્રકારના ડ્રેસ પહેરતા હતા. તે પોતાની ગેંગ દ્વારા ખંડણી, લૂંટ જેવી અનેક ઘટનાઓને અંજામ આપતો હતો. કહેવાય છે કે 19 વર્ષની ઉંમરે તેની સામે લગભગ 9 કેસ નોંધાયા હતા.
એવું કહેવાય છે કે દુર્લભે તેની એક સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર કુખ્યાત બદમાશ અને જાણીતો ગુનેગાર લખ્યું હતું. તેણે પોતાના પેજ પર લખ્યું કે, કોઈપણ પ્રકારના વિવાદના સમાધાન માટે સંપર્ક કરો. જોકે, વર્ષ 2018માં પોલીસે દુર્લભ અને તેની ગેંગનો પર્દાફાશ કર્યો હતો. વર્ષ 2020 માં કોવિડ વેવ દરમિયાન તે અન્ય કેદીઓની જેમ જેલમાંથી મુક્ત થયો હતો. 6 સપ્ટેમ્બર 2020 ના રોજ દુર્લભ એક ચાની દુકાન પર હતો. આ દરમિયાન તેનો અન્ય ગેંગ સાથે ઝઘડો થયો હતો. ગેંગ વોરમાં દુર્લભ માર્યો ગયો હતો. પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ તેના પર ચાકુ વડે 25 થી વધુ હુમલા કરવામાં આવ્યા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર