Home /News /national-international /આધાર કાર્ડ ધારકો માટે મોટા સમાચાર: 10 વર્ષ જુનુ આધાર કાર્ડ હોય તો ફટાફટ આ કામ પતાવી લેજો
આધાર કાર્ડ ધારકો માટે મોટા સમાચાર: 10 વર્ષ જુનુ આધાર કાર્ડ હોય તો ફટાફટ આ કામ પતાવી લેજો
આધાર કાર્ડ ધારકો માટે મોટા સમાચાર
યૂઆઈડીએઆઈએ કહ્યું છે કે, આધારવાળા વ્યક્તિ પોતાનું ઓળખાણ પત્ર અને સરનામું અપલોડ કરે અથવા માય આધાર પોર્ટલના માધ્યમથી ઓનલાઈન અથવા ઓફલાઈન આધાર કેન્દ્ર પર જઈને પોતાના કાર્ડ અપડેટ કરાવી શકશે.
નવી દિલ્હી: આધાર કાર્ડ ધારકો માટે ભારત સરકારે જરુરી આદેશ જાહેર કર્યા છે. આ આદેશ દસ વર્ષ જૂના આધાર કાર્ડ હોલ્ડર્સ માટે જરુરી છે. હકીકતમાં એવા આધાર હોલ્ડર્સ જેમના કાર્ડ દસ વર્ષ પહેલા ઈશ્યૂ થયા છે અને તેમણે અપડેટ કરાવ્યા નથી. આ લોકોએ હવે તમામ દસ્તાવેજ સાથે અપડેટ કરાવાનું રહેશે.ડેટાબેસમાં ડોક્યુમેન્ટ અપલોડ કરાવવા જરુરી છે. UIDAIએ આ આધાર કાર્ડ ધારકોને કહ્યું છે કે, જેમણે 10 વર્ષ પહેલા ઈશ્યૂ થયા છે અને પોતાનો રેકોર્ડ અપડેટ કરાવ્યો નથી, તેમના ડેટાબેસની જાણકારી સંશોધિત કરી અપડેટ કરાવવું જરુરી છે.
યૂઆઈડીએઆઈએ કહ્યું છે કે, આધારવાળા વ્યક્તિ પોતાનું ઓળખાણ પત્ર અને સરનામું અપલોડ કરે અથવા માય આધાર પોર્ટલના માધ્યમથી ઓનલાઈન અથવા ઓફલાઈન આધાર કેન્દ્ર પર જઈને પોતાના કાર્ડ અપડેટ કરાવી શકશે. આવા લોકો જેણે 10 વર્ષ પહેલા આધાર કાર્ડ ઈશ્યૂ કરવામાં આવ્યું છે. ત્યાર બાદ અત્યાર સુધી અપડેટ નથી કરાવ્યું, તેવા આધાર કાર્ડ ધારકો ડોક્યુમેન્ટમાં અપડેટ કરાવી લે.
ભારતના રહેવાસી હોવાનું પ્રમાણ છે આધાર
આધાર નંબર, દેશમાં રહેતા નિવાસીઓની ઓળખાણ સૌથી વધારે ઉપયોગમાં લેવાતુ પ્રમાણ છે, તેની પાછળ એક દાયકામાં ઉપયોગમાં સૌથી વધારે છે. કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત 319 સહિત 1100થી વધારે સરકારી યોજનાઓ અને સર્વિસનો લાભ, આધાર ઓળખાણથી આપવામાં આવે છે. એટલું જ નહીં આધાર, બેન્ક ખાતા ખોલવાથી લઈને બેન્કીંગ, અન્ય નાણાકીય લેવડદેવડ અથવા સેવા માટે સૌથી વધારે પ્રમાણિત ડોક્યુમેન્ટ તરીકે ઉપયોગ થાય છે. હકીકતમાં ભારત સરકારે સલાહ આપી છે કે, આધાર પર કાર્ડ હોલ્ડર પોતાના તમામ ડોક્યુમેન્ટ ખાસ કરીને રહેઠાણનો પુરાવો અપડેટ કરાવે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર