Home /News /national-international /મોટા સમાચાર: ઓફલાઈન આધાર વેરિફિકેશન માટે જાહેર થઈ નવી ગાઈડલાઈન, જોઈ લો નવા નિયમ

મોટા સમાચાર: ઓફલાઈન આધાર વેરિફિકેશન માટે જાહેર થઈ નવી ગાઈડલાઈન, જોઈ લો નવા નિયમ

આધાર વેરિફિકેશન માટેની નવી ગાઈડલાઈન

UIDAIએ કહ્યું છે કે, તમામ વેરિફિકેશનવાળી સંસ્થાઓ લોકો પ્રત્યે વિનમ્ર હોય અને ઓફલાઈન વેરિફિકેશન કરતી વખતે લોકોના આધારની સુરક્ષા અને ગોપનિયતા વિશે વિશ્વાસ અપાવે.

    Aadhaar News: યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)એ ઓફલાઈન વેરિફિકેશન કરનારી સંસ્થા માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં યુઝર્સની સુરક્ષા, ગોપનિયતા વગેરેને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. જે અંતર્ગત ઓફલાઈન વેરિફિકેશન દરમિયાન કર્મચારીઓ યુઝર્સ પ્રત્યે વિનમ્ર હોવાનું પણ કહેવાયું છે. હાલના સમયમાં ઘણા બધા સંગઠનો ઓફલાઈન આધાર વેરિફિકેશન કરાવે છે, જેને ઓવીએસઈ કહેવાય છે.

    આ પણ વાંચો:  ખુશખબર: મોદી સરકાર આજથી આપશે ફ્રી રાશન, 81 કરોડ દેશવાસીઓને થશે મોટો ફાયદો

    UIDAIએ કહ્યું છે કે, તમામ વેરિફિકેશનવાળી સંસ્થાઓ લોકો પ્રત્યે વિનમ્ર હોય અને ઓફલાઈન વેરિફિકેશન કરતી વખતે લોકોના આધારની સુરક્ષા અને ગોપનિયતા વિશે વિશ્વાસ અપાવે. આ ઉપરાંત જે સંસ્થા અથવા કાનૂની એજન્સી લોકોને ઓફલાઈન આધાર વેરિફેકશન કરી રહી છે, તે લોકોની સહમતીનો સ્પષ્ટ રેકોર્ડ રાખવો જોઈએ. તો વળી UIDAIએ ઓવીએસઈને ઓળખાણ પ્રમાણ તરીકે આધારને ફિજિકલ અથવા ઈલેક્ટ્રોનિક રીતે સ્વીકાર કરવાની જગ્યાએ આધારના તમામ ચાર રુપ પર આવેલા ક્યૂઆર કોડના માધ્યમથી આધારને વેરિફિકેશન માટે કહેવાયું છે.

    UIDAIએ સ્પષ્ટ કર્યું છે કે, જો કોઈ શખ્સ ઓફલાઈન વેરિફિકેશન કરવાની ના પાડે છે અથવા તો તેના માટે અસમર્થ છે, તો તેને સેવા આપવાની ના પાડી શકે છે. બસ એ શક્સ અન્ય વિકલ્પોના માધ્યમથી પોતાની ઓળખાણ સ્પષ્ટ કરવામાં સક્ષમ હોવો જોઈએ. જો કોઈ આધાર ઓફલાઈન વેરિફિકેશન થઈ જાય છે, તો તે કરનારી સંસ્થા તે આધારના ડેટાને ભેગો કરવો જોઈએ નહીં.


    UIDAIના જણાવ્યા અનુસાર, કોઈ પણ અધારાને mAadhaar અથવા આધાર ક્યૂઆર કોડ સ્કેનરનો ઉપયોગ કરીને વેરિફાઈ કરી શકા છે. જો કોઈએ આધાર સાથે છેડછાડ કરી છે, તો તેની જાણકારી ઓફલાઈન વેરિફિકેશનથી ખબર પડી જશે. ત્યારે આવા સમયે દરેકને સલાહ આપવામાં આવે છે કે, તે આધાર સાથે છેડછાડ ન કરે, નહીંતર તેમને જેલ જવાનો વારો આવશે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Aadhar card, UIDAI

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन