હવે 4 વર્ષનું થશે ગ્રેજ્યુએશન, પછી સીધુ PhD - UGC કરી શકે છે મોટો ફેરફાર

News18 Gujarati
Updated: September 5, 2019, 6:04 PM IST
હવે 4 વર્ષનું થશે ગ્રેજ્યુએશન, પછી સીધુ PhD - UGC કરી શકે છે મોટો ફેરફાર
UGC ગ્રેજ્યુએશનના પાઠ્યક્રમોમાં મોટો ફેરફાર કરવાની તૈયારી કરી રહ્યું છે

ચાર વર્ષનું ગ્રેજ્યુએશન કર્યા બાદ વિદ્યાર્થી સીધો પીએચડી કરી શકશે

  • Share this:
જો તમે ગ્રેજ્યુએશન કરવા જઈ રહ્યા છો તો, તમારા માટે આ સમાચાર ખુબ મહત્વપૂર્ણ બની શકે છે. વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ (UGC) ગ્રેજ્યુએશનના પાઠ્યક્રમોમાં મોટો ફેરફાર કરવાની તૈયારી કરી રહ્યું છે. રિપોટ્સનું માનીએ તો, UGC ટુંક સમયમાં એવી વ્યવસ્થા લાગૂ કરવાનું વિચારી રહી છે કે, જેમાં ગ્રેજ્યુએશનનો સમયગાળો ત્રણ વર્ષને બદલે ચાર વર્ષનો કરી દેવામાં આવે અને ચાર વર્ષનો પાઠ્યક્રમ દેશમાં સંચાલિત તમામ યૂનિવર્સિટી માટે લાગૂ થશે.

ઉલ્લેખનીય છે કે, ચાર વર્ષનું ગ્રેજ્યુએશન કર્યા બાદ વિદ્યાર્થી સીધો પીએચડી કરી શકશે. હાલમાં જે વ્યવસ્થા કામ કરી રહી છે, તેમાં ત્રણ વર્ષનું ગ્રેજ્યુએશન કર્યા બાદ પીએચડી કરવા માટે ઉમેદવારે પહેલા માસ્ટર ડિગ્રી અથવા એમફીલ કરવું પડતું હતું. ચાર વર્ષનો નવો પાઠ્યક્રમ જો લાગુ થઈ જાય છે તો, વિદ્યાર્થીએ પીએચડી કરવા માટે પહેલા બે વર્ષ સ્નાકતોત્તર કરવાની જરૂરત નહી પડે. તે સીધો પીએચડી કરી શકશે. UGCના અધ્યક્ષ પ્રો. ડીપી સિંહે તેની પુષ્ટી કરી છે.

જોકે, જો કોઈ વિદ્યાર્થી ચાર વર્ષના ગ્રેજ્યુએશન બાદ માસ્ટર ડિગ્રી લેવા માંગે છે તો તે કરી શકે છે. તમને જણાવી દઈએ કે, કેટલાક ગ્રેજ્યુએશનના પાઠ્યક્રમ પહેલાથી જ ચાર વર્ષના છે. જેમ કે બેચલર ઓફ ટેક્નોલોજી અને બેચલર ઓફ એન્જિનિયરિંગ ચાર વર્ષના કોર્સ છે. ત્યારબાદ વિદ્યાર્થી પીએચડી કરી શકે છે. શિક્ષા નીતિમાં થઈ રહેલા ફેરફારને સાચુ રૂપ આપવા માટે UGCએ એક સમિતીની રચના કરી છે. સમિતીએ કેટલીક ભલામણો સાથે પોતાનો રિપોર્ટ UGCને સોંપ્યો છે. હવે આ ભલામણો પર UGC વિચાર કરી રહી છે.

સૂત્રો અનુસાર, UGC જે ભલામણ પર ગંભીર વિચાર કરી રહી છે, તેમાં ગ્રેજ્યુએશન કોર્સનો સમયગાળો ત્રણ વર્ષથી વધારી ચાર વર્ષ કરવાનું પણ સામેલ છે. સૂત્રો અનુસાર, UGC ઈચ્છે છે કે, તમામ પહેલુઓને સારી રીતે સમજ્યા બાદ UGC ચાર વર્ષના પાઠ્યક્રમને લાગુ કરવા માંગે છે. જોકે, તે હજુ સુધી સ્પષ્ટ નથી કે, નવી નીતિ ક્યારથી લાગુ કરાશે. પરંતુ, અનુમાન અનુસાર, અગામી વર્ષ સુધી તેને લાગુ કરવામાં આવી શકે છે.
First published: September 5, 2019, 6:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading