Home /News /national-international /Udhampur Blast: ઉધમપુર બ્લાસ્ટના મુખ્ય આરોપીની ધરપકડ, ડ્રોનથી સ્ટિકી બોન્બ પહોંચાડ્યો હતો, મહિલાની અટકાયત

Udhampur Blast: ઉધમપુર બ્લાસ્ટના મુખ્ય આરોપીની ધરપકડ, ડ્રોનથી સ્ટિકી બોન્બ પહોંચાડ્યો હતો, મહિલાની અટકાયત

ઉધમપુર બ્લાસ્ટના આરોપીની પોલીસે ધરપકડ કરી છે. - ફાઇલ તસવીર

Udhampur Blast: ઉધમપુરમાં થયેલા બે બોમ્બ વિસ્ફોટનો મુખ્ય આરોપી મોહમ્મદ અસલમ ભાઈ આતંકી છે. આ સીમાપારથી જમ્મુ-કાશ્મીરમાં દહેશત ફેલાવવાની કોશિશ કરી રહ્યો હતો. સીમાપારથી નિર્દેશ મળ્યા પછી અસલમ હિમાચલ પ્રદેશથી જમ્મુ પહોંચ્યો હતો અને બસોમાં બોમ્બ પ્લાન્ટ કર્યા હતા. હવે ટેરર ફંડિગ સાથે જોડાયેલા કેસની તપાસ કરવામાં આવી રહી છે.

વધુ જુઓ ...
    જમ્મૂઃ ઉધમપુરમાં થયેલા બોમ્બ બ્લાસ્ટનો મુખ્ય આરોપી ઝડપાઈ ગયો છે. તેની સાથે અન્ય બે આતંકીની પણ ઘરપકડ કરવામાં આવી રહી છે. તો બીજી બાજુ, એક પૂર્વ આતંકીની પત્નીની પણ પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે. કહેવાઈ રહ્યુ છે કે, ધરપકડ કરાયેલા આરોપી મોહમ્મદ અસલમ લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલો છે. અસલમ નિયમિત રીતે સીમા પારથી વાતચીત કરી રહ્યો હતો તેવું પણ જાણવા મળ્યું છે. પોલીસે મુખ્ય આરોપીને હથિયાર સાથે ઝડપી પાડ્યો છે. પોલીસ સૂત્ર દ્વારા મળતી માહિતી પ્રમાણે, અસલમે જ બંને બસમાં બોમ્બ પ્લાન્ટ કર્યા હતા. પૂછપરછના ક્રમમાં બોમ્બ ધડાકાના તાર સીમાપાર જોડાયેલા છે તેવી આશંકા છે.

    ઉધમપુરમાં બે બોમ્બ ધડાકા થયા હતા


    ઉલ્લેખનીય છે કે, ઉધમપુરમાં 28 અને 29 સપ્ટેમ્બર 2022ના દિવસે બે બોમ્બ ધડાકા થયા હતા. હવે પોલીસે આ કોયડો ઉકેલ્યો હોવાનો દાવો કર્યો છે. પોલીસનો દાવો છે કે, મોહમ્મદ અસલમ નામનો પૂર્વ આતંકીએ બંને બસોમાં બોમ્બ પ્લાન્ટ કર્યા હતા. અસલમ બસમાં બોમ્બ લગાવવા માટે શિમલાથી જમ્મૂ આવ્યો હતો. મોહમ્મદ અસલમનું કનેક્શન લશ્કર-એ-તૈયબા સાથે હોવાની ચર્ચા છે. તેને ઉધમપુરના રામનગર ગામના વસંતગઢમાંથી પકડવામાં આવ્યો છે. ઉધમપુરમાં બે દિવસોમાં બે બોમ્બ ધડાકા થયા હતા. પોલીસે ત્યારબાદ સમગ્ર ઘટના મામલે તપાસ શરૂ કરી હતી. ત્યારે આ મામલે પોલીસને સફળતા મળી ગઈ છે.

    આ પણ વાંચોઃ તમિલનાડુના RSS પદાધિકારીના ઘર પર પેટ્રોલ બોમ્બથી હુમલો

    પાકિસ્તાનમાં અસલમનો આતંકી ભાઈ


    પોલીસે વસંતગઢના રહેવાસી મોહમ્મદ અસલમનો રેકોર્ડ ફેંદ્યો હતો. તેમાં જાણવા મળ્યું હતું કે, હિમાચલ પ્રદેશના શિમલા પાસે રહીને મજૂરી કામ કરે છે. આરોપ છે કે, તે સીમાપાર બેઠેલા તેના ભાઈ સાથે સતત સંપર્કમાં હતો. તેનો ભાઈ પણ આતંકવાદી છે. અસલમ પોતે એક પૂર્વ આતંકી છે અને 10 વર્ષની સજા ભોગવી ચૂક્યો છે. તે સુરક્ષા એજન્સીની નજરમાંથી બચવા માટે હિમાચલ પ્રદેશ ભાગી ગયો હતો, તેથી કોઈને શંકા ન જાય. પોલીસે દાવો કર્યો હતો કે, અસલમ સીમા પાર બેઠેલા તેના ભાઈ અને અન્ય આતંકીના સંપર્કમાં હતો. ઉધમપુર-રામનગર રૂટની બંને બસોને સ્ટિકી બોમ્બ દ્વારા નિશાન બનાવવા માટે સરહદ પારથી આદેશ આવ્યો હતો અને તેને લઈને બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યા હતા.


    હીરાનગર સેક્ટરમાં ડ્રોનથી બોમ્બ પહોંચ્યો


    મુખ્ય આરોપી સાથે અન્ય બે અને પૂર્વ આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમની પૂછપરછ ચાલી રહી છે. પોલીસના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સરહદ પારથી ડ્રોન મારફતે કઠુઆ જિલ્લાના હીરાનગરમાં મોકલવામાં આવ્યો હતો. અમુક અઠવાડિયા પહેલાં જ સ્ટિકી બોમ્બ ત્યાં પહોંચ્યો હતો. ત્યાંથી ઓવરગ્રાઉન્ડ વર્કરોએ હથિયારોની ખેપ વસંતગઢ પહોંચાડી હતી. સૂત્ર જણાવે છે કે, સરહદ પારથી મોટી રકમ પણ અલગ અલગ એકાઉન્ટમાં મોકલવામાં આવી હતી. ત્યાં ઉધમપુર ડબલ બ્લાસ્ટ કેસમાં એક મહિલાની અટકાયત કરવામાં આવી રહી છે. આ મહિલા પૂર્વ આતંકવાદીની પત્ની છે.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Jammu and kashmir

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन