ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, 'રાષ્ટ્રપતિ શાસન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ નહીં જઈએ'

News18 Gujarati
Updated: November 12, 2019, 8:30 PM IST
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, 'રાષ્ટ્રપતિ શાસન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ નહીં જઈએ'
શિવેસના 6 મહિનામાં મિનિમમ કૉમન પ્રોગ્રામ બનાવી ભાજપ સાથે સરકાર બનાવશે : ઉદ્ધવ

મહારાષ્ટ્રમાં 6 મહિના માટે રાષ્ટ્રપતિ સાશન લાગુ થયું છે. ઉદ્ધવે જણાવ્યું કે અમે નિર્ણયની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી નહીં કરીએ

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : મહારાષ્ટ્ર (Maharashtra)માં રાજકીય નાટક (Poltitical Drama) અટકવાનું નામ નથી લઈ રહ્યો. 6 મહિના માટે લદાયેલા રાષ્ટ્રપતિના શાસન (president Rule) શિવસેના (Shivsena) સુપ્રીમો ઉદ્ઘવ ઠાકરે (Uddhav Thakre)એ એક પત્રકાર પરિષદ સંબોધી. અગાઉ તેમણે શિવસેનાના ધારાસભ્યોને કહ્યું કે 'ભાજપ હજુ પણ આપણા સંપર્કમાં છે. આપણે રાષ્ટ્રપતિ શાસની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ નહીં જઈએ'

અમને 48 કલાકનો સમય ન મળ્યો


ઉદ્ધવે જણાવ્યું કે અમે ત્રણ પાર્ટી સાથે કામ કરવા માંગીએ છીએ પરંતુ અમને પૂરતો સમય ન આપ્યો. રાજ્યપાલે અમને 48 કલાકનો સમય ન આપ્યો. અમે 48 કલાક માંગ્યા હતા. રાજ્યપાલે ભારતીય જનતા પાર્ટીને 48 કલાકનો સમય આપ્યો હતો. હવે રાજ્યપાલે અમને 6 મહિનાનો સમય આપ્યો છે.

આ પણ વાંચો :  મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા પર હજુ સુધી કૉંગ્રેસ અને NCPએ કોઇ નિર્ણય કર્યો નથી

કૉમન મિનિમમ પ્રોગ્રામ પર કામ કરી રહ્યા છે
ઉદ્ધવે જણાવ્યું કે એન.સી.પી. કૉંગ્રેસ અને શિવેસના સાથે મળી કૉમન મિનિમમ પ્રોગ્રામ પર કામ કરી રહ્યા છે. અમે પહેલાં ભાજપ સાથે હતા પરંતુ હવે અલગ અલગ વિચારધારા સાથે કામ કરવા માટે અમારે સમયની જરૂર છે. ભાજપ-શિવસેના 2.5-2.5 વર્ષ મુખ્યમંત્રીપદ માટે સહમત થયા હતા પરંતુ તેના પર સમજૂતી સાધી શકાઈ નથી.

હિંદુત્વનો અર્થ રામ મંદિરનું નિર્માણ જ નથી

સેના પ્રમુખે વધુમાં હ્યું કે જ્યારે જ્યારે ભાજપે અમારો સંપર્ક કર્યો ત્યારે તેમણે નવી નવી શર્તો રાખી. એવી સ્થિતિમાં વાત કરવાનો કોઈ અર્થ નહોતો. રામ મંદિરના નિર્માણનો શું ફાયદો જ્યારે તમે રામ ભક્તની જેમ વચન પર કાયમ ન રહી શકો. હિંદુત્વનો અર્થ ફક્ત રામ મંદિરનું નિર્માણ જ નથી.

રાષ્ટ્રપતિ શાસન વિરુદ્ધ અપીલ નહીં કરીએ

ઉદ્ધવે અરવિંદ સાવંતના રાજીનામાના વખાણ કર્યા અને જણાવ્યું કે કૉંગ્રેસ અને એન.સી.પી. સાથે અમારે અનેક મુદ્દે ચર્ચા કરવાની બાકી છે. અમે રાષ્ટ્રપતિ સાશન વિરુદ્ધ અપીલ નહીં કરીએ. અમને 6 મહિનાનો સમય મળ્યો છે અમે તેના પર કામ કરીશું.

આ પણ વાંચો :  મહારાષ્ટ્રમાં હાલ 6 મહિના માટે રાષ્ટ્રપતિ શાસન લાગુ

મહેબૂબા અને નીતિશ સાથે સરકાર કેવી રીતે બની?

ઠાકરેએ ભાજપને આડે હાથ લેતાં કહ્યું હતું કે ગઈકાલ પહેલાં એન.સી.પી. કૉંગ્રેસ સાથે અમારી કોઈ ચર્ચા થઈ નહોતી. મેં પહેલી વાર તેમને ફોન કરીને પૂછ્યું કે મહારાષ્ટ્રમાં કઈ નવું થઈ શકે કે નહીં? ભાજપને પૂછવા માંગું છું કે મહેબૂબા અને નીતિશ સાથે કેવી રીતે સરકાર બની ગઈ હતી? સમગ્ર દેશમાં જ્યારે હવા હતી કે ભાજપની 200 બેઠકો જ આવશે એવા અંધકારમાં અમે તેમનો સાથ આપ્યો હતો.

 

 
First published: November 12, 2019, 8:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading