મહારાષ્ટ્ર વિધાનસભામાં ઉદ્ધવ સરકારે બહુમત સાબિત કર્યો, ફ્લોર ટેસ્ટમાં 169 મત પડ્યા!

News18 Gujarati
Updated: November 30, 2019, 4:56 PM IST
મહારાષ્ટ્ર વિધાનસભામાં ઉદ્ધવ સરકારે બહુમત સાબિત કર્યો, ફ્લોર ટેસ્ટમાં 169 મત પડ્યા!
મહારાષ્ટ્ર વિધાનસભામાં શિવસેના સુપ્રીમો અને મુખ્યમંત્રી ઠાકરે સાફો બાંધી અને આવ્યા હતા. (તસવીર સૌજન્ય : ANI)

ભાજપના વોકઆઉટ અને હોબાળાની વચ્ચે કૉંગ્રેસના નેતા અશોક ચવ્વાણે વિશ્વાસનો મત પ્રસ્તુત કર્યો.

  • Share this:
મુંબઈ : મહારાષ્ટ્ર વિકાસ અઘાડી (Maharashtra vikas Aghadi)ની ત્રિપાંખિયા વાળી સંયુક્ત સરકારે વિધાનસભામાં શનિવારે બહુમત સિદ્ધ કર્યો છે. શનિવાપેર બપોરે 2.5 વાગ્યે વિધાનસભામાં પ્રોટેમ સ્પીકર (Protem Speaker) દિલીપચલકે પાટીલની ઉપસ્થિતીમાં ફ્લોર ટેસ્ટ (Floor Test) કરવામાં આવ્યો હતો. સરકારના પક્ષમાં 169 મત સાથે સદનમાં 4 ધારાસભ્યો તટસ્થ રહ્યા હતા.

ભાજપ તરફથી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે આ પ્રક્રિયા બંધારણના નિયમો પ્રમાણે થઇ નથી કારણ કે ક્યારેય પ્રોટેમ સ્પીકર દ્વારા વિશ્વાસમત કરાવવામાં આવતો નથી. ફડણવીસના સવાલોના જવાબમાં સ્પીકરે કહ્યું કે વિધાનસભાને સ્થગિત કરવા માટે રાજ્યપાલને ઓર્ડર આપવો પડે છે જે નિયમો પ્રમાણે ઓર્ડર નહોતો આપાયો તેથી બીજી વખત વિધાનસભા બોલાવી શકાય છે. આ મુદ્દે કેબિનેટની બેઠક બોલાવવામાં આવી હતી અને રાજ્યપાલે અધિવેશન બોલાવવાનો ઓર્ડર આપ્યો છે. તેથી તમારી વાત ખોટી છે.

આ પણ વાંચો : અમદાવાદ : બોગસ દસ્તાવેજોથી NOC મેળવવા બાબતે ડીપીએસ સ્કૂલની માન્યતા રદ થશે

ત્યારબાદ ફરી ફડણવીસે પોઇન્ટ ઓફ પ્રોસીઝર અંતર્ગત પ્રોટેમ સ્પીકર બદલવા પર સવાલ ઉઠાવ્યા હતા. તેમના મતે પહેલા જે પ્રોટેમ સ્પીકર હતા તે અચાનક કેમ બદલવામાં આવ્યા ? આ સત્ર બોલાવવામાં તમામ નિયમો નેવે મુકવામાં આવ્યા છે. જે શપથવિધિ થઇ તેમાં પણ બંધારણના લેખિત ફોર્મેટની બહાર શપથ લેવામાં આવી છે.

તેના જવાબમાં પ્રોટેમ સ્પીકરે કહ્યું કે આ સત્ર સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે થયું છે. અને શપથવિધિ સત્રની બહાર રાજ્યપાલની ઉપસ્થિતિમાં થયું છે તેથી તેમાં હું કઇ શકું નહીં. ત્યારબાદ અશોક ચૌહાણે ઉદ્ધવ ઠાકરેને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને તેમના મંત્રીમંડળ માટે વિશ્વાસમત રજૂ કર્યો હતો. આ સમયે ભાજપના ધારાસભ્યોએ સૂત્રોચ્ચાર કરીને વોકઆઉટ કર્યું હતું.

આ પણ વાંચો : Bitcoin Case : 'જામનગરના SP મને ન્યાય નહીં અપાવી શકે, હું સુસાઇડ કરીશ'ગુરૂવારે યોજાઈ હતી શપથ વિધી

અગાઉ ગુરૂવારે શિવસેનાની સ્થાપના જે શિવાજી પાર્કમાં થઈ હતી તે મેદાનમાં હિુદ હ્રદય સમ્રાટ બાળા સાહેબ ઠાકરેના ચિરંજીવી ઉદ્ઘવે પ્રવાહની વિરુદ્ધ જઈ અને કૉંગ્રેસ તેમજ રાષ્ટ્રવાદી કૉંગ્રેસના સમર્થનથી સરકાર બનાવી હતી. આ સરકારને સદનમાં આજે બહુમત મળ્યો છે. જ્યારે 105 બેઠક ધરાવતા મહારાષ્ટ્રના સૌથી મોટા પક્ષ ભારતીય જનતા પાર્ટીએ સદનમાંથી વોકઆઉટ કર્યુ હતું. રાજકીય ખેંચતાણ અને ડ્રામાના અંતે મહારાષ્ટ્રમાં ખીચડી સરકારે બહુમત સાબિત કર્યો છે અને પાંચ વર્ષ સરકાર ચલાવવાનો દાવો પણ કર્યો છે.
First published: November 30, 2019
વધુ વાંચો
अगली ख़बर