ઉદ્ધવ ઠાકરેની આજે તાજપોશી, NCPના નાયબ-મુખ્યમંત્રી હશે, આ હોઈ શકે છે મંત્રી

શિવસેના પ્રુમુખ ઉદ્ધવ ઠાકરે ગુરુવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદના શપથ લેશે.

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે ગુરુવાર સાંજે 6:40 વાગ્યે મુંબઈના શિવાજી પાર્કમાં શપથ લેશે

 • Share this:
  મુંબઈ : મહારાષ્ટ્ર (Maharashtra)માં પહેલી વાર ઠાકરે પરિવારમાંથી કોઈ મુખ્યમંત્રી બનવા જઈ રહ્યું છે. શિવસેના (Shiv Sena) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે (Udhav Thackeray)આજે સાંજે 6:40 વાગ્યે મુંબઈના શિવાજી પાર્ક (Shivaji Park)માં શપથ લેશે. મળતી માહિતી મુજબ, ઉદ્ધવ ઠાકરેની સાથે ત્રણેય પાર્ટીઓના બે-બે નેતા પણ શપથ લઈ શકે છે. બીજી તરફ, એનસીપી (NCP) તરફથી જયંત પાટિલ (Jayant Patil) અને છગન ભુજબલ (Chhagan Bhujbal) કે અજિત પવાર (Ajit Pawar) શપથ લઈ શકે છે.

  NCPના હશે નાયબ-મુખ્યમંત્રી, કૉંગ્રેસના હશે વિધાનસભા સ્પીકર

  શિવસેના, એનસીપી અને કૉંગ્રેસની બેઠક બાદ એનસીપી નેતા પ્રફુલ્લ પટેલે બુધવારની રાત્રે કહ્યુ કે, મહારાષ્ટ્ર સરકારમાં એનસીપીને નાયબ-મુખ્યમંત્રીનું પદ મળશે. કૉંગ્રેસને વિધાનસભા અધ્યક્ષનું પદ મળશે જ્યારે એનસીઆરપીને વિધાનસભાના ઉપાધ્યક્ષનું પદ મળશે. પ્રફુલ્લ પટેલે કહ્યુ કે, ગુરુવાર સાંજે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના મુખ્યમંત્રી પદના શપથ લેવાની સાથે, ત્રણેય પાર્ટીમાંથી એક કે બે સભ્ય મંત્રી પદના શપથ લેશે.

  રાજ્યની નવી સરકારમાં ત્રણ પાર્ટીઓના કયા નેતા મંત્રી બનશે, તેને લઈને અંદાજ લગાવવામાં આવી રહ્યા છે. ન્યૂઝ18ને સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ, ત્રણેય પાર્ટીઓના કુલ 34 મુખ્ય નેતાઓના નામ સામે આવ્યા છે, જે મંત્રી બની શકે છે.

  મહારાષ્ટ્રમાં હોઈ શકે છે મહત્તમ 43 મંત્રી

  નોંધનીય છે કે, મહારાષ્ટ્રમાં મહત્તમ 43 મંત્રી હોઈ શકે છે. રાજ્યની 288 સભ્યોની વિધાનસભામાં મંત્રીઓની સંખ્યા 15 ટકા (કુલ સભ્ય સંખ્યા)થી વધુ ન હોઈ શકે.

  સંભવિત મંત્રીઓના નામ -

  શિવસેના :
  એકનાથ શિંદે
  સુભાષ દેસાઈ
  સુનીલ પ્રભુ
  અનિલ પરબ
  દીપક કેસરકર
  ગુલાબરાવ પાટિલ
  સંજય રાઠોડ
  આશીષ જાયસવાલ
  ગોપીકિશન બાજોરિયા
  તાનાજી સાવંત
  ઉદય સામંત

  એનસીપી :
  અજિત પવાર
  છગન ભુજબલ
  જયંત પાટિલ
  દિલીપ વલસે પાટિલ
  હસન મુશ્રિફ
  રાજેશ ટોપે
  નવાબ મલિક
  અનિલ દેશમુખ
  ધનંજય મુંડે
  જિતેન્દ્ર અવ્હાડ

  કૉંગ્રેસ :
  પૃથ્વીરાજ ચવ્હાણ (સ્પીકર બની શકે છે)
  અશોક ચવ્હાણ
  વિજય વડેટ્ટિવાર
  સતેજ પાટિલ
  અમિત દેશમુખ
  બાલાસાહેબ થોરાટ
  કે સી પડવી
  સુનીલ કેદાર
  નિતિન રાઉત
  યશોમતિ ઠાકુર
  વિશ્વજીત કદમ
  નાના પટોલે
  વર્ષા ગાયકવાડ

  (ઇનપુટ - અભિષેક પાંડેય)

  આ પણ વાંચો,

  હિન્દુત્વ, ભીમા-કોરેગાંવ અને સાવરકર : શિવસેના-કૉંગ્રેસ-NCPની આ ત્રણ પૈડાની સરકારના માર્ગમાં અનેક અડચણો
  અજિત પવારને ભેટી પડ્યા બાદ સુપ્રિયા સુલેએ કહ્યુ- ભાઈ અને મારી વચ્ચે કોઈ ઝઘડો નથી
  Published by:Mrunal Bhojak
  First published: