સાવરકર જો PM બન્યા હોત તો પાકિસ્તાનનો જન્મ ન થયો હોત : ઉદ્ધવ ઠાકરે

News18 Gujarati
Updated: September 18, 2019, 7:39 AM IST
સાવરકર જો PM બન્યા હોત તો પાકિસ્તાનનો જન્મ ન થયો હોત : ઉદ્ધવ ઠાકરે
શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે (ફાઇલ ફોટો)

વિનાયક દામોદર સાવરકર વિશે કોંગ્રેસે એકતરફી અભિયાન ચલાવ્યું : ઉદ્ધવ ઠાકરે

  • Share this:
મુંબઈ : શિવસેના (Shiv sena) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)એ વિનાયક દામોદર સાવરકર (Vinayak Damodar Savarkar) વિશે મોટું નિવેદન આપ્યું છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે જો સાવરકર દેશના વડાપ્રધાન બન્યા હોત તો પાકિસ્તાનનો જન્મ જ ન થયો હોત. તેની સાથે જ ઠાકરેએ વીર સાવરકરને ભારત રત્ન (Bharat Ratna) આપવાની માંગ કરી છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે સાવરકરને ભારત રત્નથી સન્માનિત કરવા જોઈએ.

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આ નિવેદન વીર સાવરકર પર લખવામાં આવેલી બાયોગ્રાફી- Savarkar: Echoes from a Forgotten Pastના વિમોચર પર આપ્યું. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે તેઓ ભારતની આઝાદીની લડાઈમાં ગાંધી અને નહેરુના યોગદાનથી સાવરકરનું યોગદાન ઓછું નથી માનતા. પરંતુ દુ:ખની વાત એ છે કે દેશને માત્ર આ બે મહાનુભાવો વિશે જ જણાવવામાં આવ્યું. એવું લાગ્યું કે માત્ર આ બે પરિવાર ભારતીય રાજનીતિમાં અવતર્યા હતા.

સૌથી પહેલા રાહુલ ગાંધીને આ પુસ્તક આપવું જોઈએશિવસેના પ્રમુખે કહ્યું કે તેમને લાગે છે કે સૌથી પહેલા રાહુલ ગાંધીને આ પુસ્તકની નકલ આપવી જોઈએ. તેની સાથે જ ઉદ્ધવે કહ્યું કે તેમને નહેરુને વીર કહેવામાં સંકોચ નહીં થાય જો તેઓ 14 મિનિટ પણ જેલની અંદર સાવરકરની જેમ રહ્યા હોતા. વીર સાવરકરે જેલમાં 14 વર્ષ કપરી સ્થિતિમાં પસાર કર્યા હતા.

આ પણ વાંચો, નંબર પ્લેટ વગરનું ઍક્ટિવા ચલાવતા પોલીસે ફટકાર્યો 1 લાખ રૂપિયાનો દંડ!

સાવરકર વિશે કોંગ્રેસે એકતરફી અભિયાન ચલાવ્યું : ઉદ્ધવ

વિક્રમ સંપથે લખેલી બાયોગ્રાફીમાં 1883થી 1924 સુધીની સ્થિતિનો ઉલ્લેખ છે, જેમાં સાવરકરના યોગદાન વિશે જણાવવામાં આવ્યું છે. ઉદ્ધવે કહ્યું કે, સાવરકર વિશે કોંગ્રેસ તરફથી એકતરફી અભિયાન ચલાવવામાં આવ્યું. સાવરકર વિશે એવો પ્રચાર કરવામાં આવ્યો કે તેઓ અંગ્રેજોની વિરુદ્ધ લડાઈમાં દેશની સાથે નહોતા. પરંતુ આ વાત હકીકત નથી.

આ પણ વાંચો, ડૂબતી વ્યક્તિને બચાવવા હાથીનું બચ્ચું નદીમાં કૂદ્યું, આવી રીતે જીવ બચાવ્યો
First published: September 18, 2019, 7:34 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading