Home /News /national-international /

મહારાષ્ટ્રની હાલત થઈ શકે છે વધુ ખરાબ, ડોમેસ્ટિક ફલાઇટ માટે મળે વધુ સમયઃ ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રની હાલત થઈ શકે છે વધુ ખરાબ, ડોમેસ્ટિક ફલાઇટ માટે મળે વધુ સમયઃ ઉદ્ધવ ઠાકરે

ડોમેસ્ટિક ફ્લાઇટ્સ શરૂ થતાં પહેલા ઉદ્ધવ ઠાકરેએ નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરી સાથે વાતચીત કરી

ડોમેસ્ટિક ફ્લાઇટ્સ શરૂ થતાં પહેલા ઉદ્ધવ ઠાકરેએ નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરી સાથે વાતચીત કરી

    મુંબઈઃ દેશમાં કોરોના વાયરસ (Coronavirus)નું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. દેશમાં કોરોના (Corona)થી સૌથી વધુ કોઈ રાજ્ય પ્રભાવિત થયું છે તો તે મહારાષ્ટ્ર (Maharashtra) છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં કોરોનાથી 1500થી વધુ કેસ નોંધાયા છે. મામલાની ગંભીરતા જોતાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)એ મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, છેલ્લા કેટલાક દિવસોમાં આપણે કોરોના સંક્રમણના કેસો ઝડપથી વધી રહ્યા છે તેવું નોંધ્યું છે જે હજુ ચાલુ રહેવાનું અનુમાન છે. આપણે જો કોરોના મહામારીથી બચવું હશે તો સોશિયલ ડિસ્ટન્સિંગ (Social Distancing)નું પાલન કરવું પડશે.

    બીજી તરફ ડોમેસ્ટિક ફ્લાઇટ્સ (Domestic Flight Service) શરૂ થતાં પહેલા ઉદ્ધવ ઠાકરેએ નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરી સાથે આ મામલે વાતચીત કરી. ઠાકરેએ તેમને કહ્યું કે ફ્લાઇટ સેવા ફરી શરૂ કરવાની તૈયારી માટે અમને વધુ સમયની જરૂર છે. સોમવારથી ડોમેસ્ટિક ફ્લાઇટ સેવાઓ ફરીથી શરૂ કરવાની કેન્દ્ર સરકાર (Modi Government)ની યોજના છે. આ પહેલા મહારાષ્ર્સ, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુએ ફ્લાઇટ્સ ફરીથી શરૂ કરવાની કેન્દ્ર સરકારની યોજનાને લઈ ચિંતા વ્યક્ત કરી હતી.

    મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આ બધાની વચ્ચે ખુશીની વાત એ છે કે જે મહિલાઓએ આ મહામારી વચ્ચે બાળકોને જન્મ આપ્યો છે તે તમામ નવજાત શિશુ સ્વસ્થ છે અને તેમનામાં કોરોનાના કોઈ લક્ષણ નથી. તેઓએ કહ્યું કે મારું માનવું છે કે મહારાષ્ટ્રની સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે પરંતુ ડરવાની કોઈ જરૂર નથી. અમે એક લાખ બૅડ વધુ તૈયાર કરી લીધા છે.

    આ પણ વાંચો, મહારાષ્ટ્રના નાંદેડમાં સાધુ અને સેવકની ક્રૂર હત્યા, પોલીસ તપાસમાં લાગી

    ઠાકરેએ વધુમાં કહ્યું કે, અમે આપણી સ્વાસ્થ્ય સેવા ક્ષમતાને મજબૂત કરી રહ્યા છીએ. અત્યાર સુધી જે પણ કોરોના સંક્રમણના કેસ સામે આવ્યા છે તેનાથી અમને ઘણું શીખવા મળ્યું છે. આ જ કારણ છે કે અમે આઇસીયૂ બૅડ વધારવાનું ફોકસ કર્યું છે. આગામી મહિના સુધી અમારી પાસે 14,000 બૅડ હશે જેમાં ઓક્સિજનની સુવિધા હશે.

    આ પણ વાંચો, આવી ગઈ કોરોનાની એક્સપાયરી ડેટ! આ તારીખ બાદ ખતમ થશે મહામારી
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Corona patient, Coronavirus, Domestic flights, Lockdown, Maharashtra, Uddhav thackeray, કોરોના

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन