Home /News /national-international /

Maharashtra Politics: ઉદ્ધવ ઠાકરેના રાજીનામા બાદ ભાજપનું આગામી પગલું શું હશે? ફડણવીસ કરશે જાહેરાત

Maharashtra Politics: ઉદ્ધવ ઠાકરેના રાજીનામા બાદ ભાજપનું આગામી પગલું શું હશે? ફડણવીસ કરશે જાહેરાત

દેવેન્દ્ર ફડણવીસ, ઉદ્ધવ ઠાકરે (ફાઇલ તસવીર)

Maharashtra Politics: શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે જ્યારે રાજીનામું આપી રહ્યા હતા, ત્યારે દેવેન્દ્ર ફડણવીસ તાજ હોટલમાં ધારાસભ્યોની બેઠક માટે હાજર હતા અને મીઠાઈના વિતરણ સાથે ઉત્સવની શરૂઆત કરાઈ હતી.

મુંબઈ: મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ગતિવિધિએ બુધવારે મોડી રાત્રે નવો વળાંક લીધો હતો. છેલ્લા ઘણા દિવસોથી સત્તા માટે લડી રહેલા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ગઈકાલે રાત્રે રાજ્યના રાજ્યપાલને પોતાનું રાજીનામું (Uddhav Thackeray) સોંપ્યું હતું. તો બીજી તરફ ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસના ઘરે ભાજપના નેતાઓ અને ચાહકોની ભીડ હતી. આ નાટકીય રાજીનામા બાદ સાફ થઈ ગયું છે કે મહારાષ્ટ્રમાં બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) ફરીથી રાજ્યના મુખ્યમંત્રી બનવાના છે. તેમણે બુધવારે કહ્યું હતું કે ભવિષ્યની કાર્યવાહી નક્કી કરવામાં આવશે અને ગુરુવારે તેની જાહેરાત કરવામાં આવશે.

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે જ્યારે રાજીનામું આપી રહ્યા હતા, ત્યારે દેવેન્દ્ર ફડણવીસ તાજ હોટલમાં ધારાસભ્યોની બેઠક માટે હાજર હતા અને મીઠાઈના વિતરણ સાથે ઉત્સવની શરૂઆત કરાઈ હતી. આ દરમિયાન હોટલમાં આગામી મુખ્યમંત્રી તરીકે ફડણવીસના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

બળવાખોર ધારાસભ્યો ગુવાહાટીથી ગોવા પહોંચ્યા


હિન્દુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ્સ અનુસાર, ઉદ્ધવ ઠાકરેએ રાત્રે 9.30 વાગ્યે તેમના ફેસબુક લાઈવ સેશન દરમિયાન મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. ઉદ્ધવ ઠાકરે રાજભવન ગયા હતા અને આ દરમિયાન તેમની સાથે તેમના પુત્ર આદિત્ય ઠાકરે પણ હતા. રાજીનામું સોંપતાની સાથે જ તેમણે થોડીવાર હાથ હલાવ્યા હતા. તેમણે મોડી રાત્રે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. ત્યારે રાજ્યપાલે તેમને નવી સરકારની રચના સુધી મુખ્યમંત્રી તરીકે કાર્ય કરવાનું ચાલુ રાખવા જણાવ્યું હતું.

રાજીનામું આપ્યા બાદ ઉદ્ધવ ઠાકરે તેમના પુત્ર આદિત્ય ઠાકરે સાથે મંદિરમાં ગયા હતા. તો બીજી તરફ એકનાથ શિંદેના નેતૃત્વમાં બળવો કરનારા અસંતુષ્ટ ધારાસભ્યો રાત્રે ગુવાહાટીથી ગોવા પહોંચ્યા હતા.

આ પણ વાંચો: એકનાથ શિંદેએ કામાખ્યા દેવી મંદિરમાં પૂજા કરી

આ દરમિયાન ગોવાના સીએમ પ્રમોદ સાવંત પણજીની તાજ હોટલ પહોંચ્યા હતા. મહારાષ્ટ્ર બીજેપીના પ્રમુખ ચંદ્રકાંત પાટીલે બુધવારે રાત્રે બળવાખોર ધારાસભ્યોને વિનંતી કરી હતી કે તેઓ હવે મુંબઈ ન આવે, કારણ કે ગુરુવારે કોઈ ફ્લોર ટેસ્ટ થશે નહીં. પાટીલે કહ્યું કે તેઓએ શપથગ્રહણના દિવસે આવવું જોઈએ. ચંદ્રકાંત પાટીલે કહ્યું કે દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ભાજપના આગલા પગલાંને લઈને અનેક બેઠક


ભાજપના આગામી પગલાને લઈને રાત્રે અનેક રાઉન્ડ બેઠકો યોજાઈ હતી. રાજ્યપાલ બીએસ કોશ્યારીએ ઉદ્ધવ ઠાકરેને બહુમતી સાબિત કરવા માટે ફ્લોર ટેસ્ટની માંગણી કર્યા બાદ બુધવારે મહારાષ્ટ્રનું રાજકીય સંકટ વધુ તીવ્ર બન્યું હતું. શિવસેનાએ ફ્લોર ટેસ્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે ફ્લોર ટેસ્ટ પર સ્ટે આપ્યો ન હતો. બળવાખોર ધારાસભ્યો ગુવાહાટી છોડીને ફ્લોર ટેસ્ટમાં ભાગ લેવા માટે ગોવા પહોંચ્યા હતા, પરંતુ આ દરમિયાન ઉદ્ધવે રાજીનામું આપવાની જાહેરાત કરી હતી.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Devendra Fadnavis, Eknath Shinde, Maharashtra, Uddhav thackeray, મુંબઇ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन