ઉદ્ધવ ઠાકરે સરકારમાં વિભાગોની વહેચણી, અજીત પવારને વિત્ત મંત્રાલય

News18 Gujarati
Updated: January 4, 2020, 10:52 PM IST
ઉદ્ધવ ઠાકરે સરકારમાં વિભાગોની વહેચણી, અજીત પવારને વિત્ત મંત્રાલય
એનસીપીના અનિલ દેશમુખને મહારાષ્ટ્રના ગૃહમંત્રી બનાવવામાં આવ્યા

એનસીપીના અનિલ દેશમુખને મહારાષ્ટ્રના ગૃહમંત્રી બનાવવામાં આવ્યા

  • Share this:
મુંબઈ : મહારાષ્ટ્ર (Maharashtra)ના ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)સરકારમાં વિભાગોની વહેચણી કરી દેવામાં આવી છે. જેમાં અજીત પવારને વિત્ત મંત્રાલય ફાળવવામાં આવ્યું છે. જ્યારે એનસીપીના અનિલ દેશમુખને મહારાષ્ટ્રના ગૃહમંત્રી બનાવવામાં આવ્યા છે. કૉંગ્રેસના નેતા બાલાસાહેબ થોરાટને રાજસ્વ વિભાગ, અશોક ચવ્હાણને PWD અને શિવસેનાના એકનાથ શિંદેને શહેરી વિકાસ મંત્રાલય મળ્યું છે. ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેને પર્યાવરણ અને પર્યટન મંત્રાલય મળ્યું છે. કૉંગ્રેસના નીતિન રાઉતને ઉર્જા મંત્રાલય મળ્યું છે. એનસીપીના છગન ભુજબળને ફૂડ અને સિવિલ સપ્લાય મંત્રાલય મળ્યું છે.

ઓક્ટોબરમાં થયેલી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં બીજેપી અને શિવસેના ગંઠબંધનના રુપમાં ચૂંટણી લડીને ક્રમશ 105 અને 56 સીટો જીતીને બહુમત મેળવી હતી. જોકે મુખ્યમંત્રી પદ અને 50-50 ફોર્મ્યુલાની માંગણીને લઈને શિવસેનાએ બીજેપી સાથે પોતાના ત્રણ દશકનો સંબંધ તોડી નાખ્યો હતો.

આ પણ વાંચો - નનકાના સાહિબ પર હુમલાથી દેશભરમાં ગુસ્સો, SGPCનું પ્રતિનિધિ મંડળ પાકિસ્તાન જશે

આ પછી શિવસેનાએ એનસીપી અને કૉંગ્રેસ સાથે મહા વિકાસ અઘાડી ગઠબંધન બનાવી રાજ્યમાં બહુમતવાળી સરકાર બનાવી હતી. આ ગઠબંધન સરકારમાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.
First published: January 4, 2020, 10:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading