Shocking Video: મુંબઈના રસ્તાઓ ઉપર ઈમોશનલ ડ્રામા, શિવસૈનિકોની આંખોમાં આસું
Shocking Video: મુંબઈના રસ્તાઓ ઉપર ઈમોશનલ ડ્રામા, શિવસૈનિકોની આંખોમાં આસું
રસ્તાઓ ઉપર ઉતર્યા શિવસૈનિકો
shivsainik schoking video: આ ભાષણ પછી મોટી સંખ્યામાં શિવસૈનિકો (shivsainik on road) રસ્તા પર ઉતરી આવ્યા અને તેમના નેતાને સમર્થન આપવાનું વચન આપ્યું હતું.
મુંબઈ : એકનાથ શિંદેના બળવા પછી આજે પહેલીવાર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ (CM uddhav thackeray) ફેસબુક લાઈવ (facebook live) દ્વારા લોકો સાથે વાતચીત કરી. મુખ્યમંત્રીએ કહ્યું કે તેઓ હવે રાજીનામું આપવા તૈયાર છે અને બળવાખોર ધારાસભ્યોને પાછા ફરવાની અપીલ કરી છે. તેમના ભાષણ બાદ પરિસ્થિતિમાં બદલાવની તસવીર જોવા મળી રહી છે.
આ ભાષણ પછી મોટી સંખ્યામાં શિવસૈનિકો (shivsainik on road) રસ્તા પર ઉતરી આવ્યા અને તેમના નેતાને સમર્થન આપવાનું વચન આપ્યું હતું. ઉદ્ધવ ઠાકરે અમે તમારી સાથે છીએ. મુખ્યમંત્રીની ભાવનાત્મક અપીલ પછી સમગ્ર મુંબઈમાંથી મોટી સંખ્યામાં શિવસૈનિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. બધાની આંખોમાં આંસુ હતા. અમારા નેતાને દુઃખ ન આપો, શિંદે સાહેબ શિવસૈનિકોને પાછા આવવાની અપીલ કરી રહ્યા હતા.
અમને અમારો સાહેબ વર્ષા બંગલો જોઈએ છે. આ વખતે શિવસૈનિક મહિલાઓ કહેતા જોવા મળ્યા હતા. જોકે આજે મહિલાઓ રડતી જોવા મળી હતી. શિવસેના પર જે સંકટ આવ્યું છે તે આપણા ઘરમાં છે. શિવ સૈનિકોના ધાડેધાડા રસ્તાઓ ઉપર ઉતરી પડ્યા હતા.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટને (Maharashtra political crisis) ખતમ કરવાની કોશિશો તેજ થઈ છે. આવી સ્થિતિ વચ્ચે શરદ પવાર (Sharad Pawar)અને ઉદ્ધવ ઠાકરેની (Uddhav Thackeray)મુલાકાત થઈ હતી. આ બેઠકમાં શિવસેના અને નારાજ ધારાસભ્યોને શાંત કરવા માટે એકનાથ શિંદેને મુખ્યમંત્રી પદ આપવા માટે વિચાર ઉપર ચર્ચા થઈ છે.
શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેએ ચર્ચા થઈ હતી કે શું એકનાથ શિંદને સીએમ પદ આપીને વર્તમાન કટોકટીનો અંત લાવી શકાય છે. આ સિવાય કેબિનેટમાં ફેરફાર અંગે પણ ચર્ચા થઈ હતી. બીજી તરફ એકનાથ શિંદેએ ટ્વીટ કર્યું કે, કોંગ્રેસ NCP મજબૂત થઈ રહી છે અને શિવસૈનિકો અને શિવસેનાને દબાવવામાં આવી રહ્યા છે. શિવસેના દબાઈ રહી છે. તો પક્ષ અને શિવસૈનિકોને બચાવવા આ માટે આ મેળ ન ખાતા ગઠબંધનમાંથી બહાર આવવું ખૂબ જ જરૂરી છે.
મહારાષ્ટ્રના હિત માટે હવે નિર્ણય લેવો ખૂબ જરૂરી છે. આ પહેલા બુધવારે સાંજે સીએમ ઉદ્ધવ ઠાકરેએ પાર્ટીના ધારાસભ્યોને ફેસબુક લાઈવ દ્વારા સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેણે કહ્યું કે મારા પોતાના ધારાસભ્યો મારા પર વિશ્વાસ નથી કરી રહ્યા. જો મારે મુખ્યમંત્રી ન રહેવું જોઈએ તો સામે આવીને કહે કે હું તુરંત રાજીનામું આપી દઈશ.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર