Home /News /national-international /

બાલા સાહેબ ભોળા હતા, બીજેપીએ તેમને હંમેશા દગો આપ્યો છે, હું ભોળો નથી : ઉદ્ધવ ઠાકરે

બાલા સાહેબ ભોળા હતા, બીજેપીએ તેમને હંમેશા દગો આપ્યો છે, હું ભોળો નથી : ઉદ્ધવ ઠાકરે

maharashtra news - રાજ ઠાકરે વિશે પુછવા પર ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે હું એવા લોકો પર ધ્યાન આપતો નથી. ક્યારેક આ લોકો મરાઠીનો ખેલ ખેલે છે, ક્યારેક હિન્દુત્વનો ખેલ ખેલ છે

maharashtra news - રાજ ઠાકરે વિશે પુછવા પર ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે હું એવા લોકો પર ધ્યાન આપતો નથી. ક્યારેક આ લોકો મરાઠીનો ખેલ ખેલે છે, ક્યારેક હિન્દુત્વનો ખેલ ખેલ છે

    મુંબઈ : મહારાષ્ટ્રના (maharashtra)મુખ્યમંત્રી અને શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે (uddhav thackeray)રવિવારે કહ્યું કે તેમણે જોયું કે ભાજપા તેમના ભોળા પિતા અને શિવસેના સંસ્થાપક બાળ ઠાકરે (balasaheb thackeray)સાથે દગો કર્યો તેથી તે પોતે આ પાર્ટી સાથે ચતુરાઇથી ડીલ કરે છે અને હિન્દુત્વની આડમાં તેમના ખેલને નજરઅંદાજ કરી શકું નહીં. મુખ્યમંત્રીએ મહારાષ્ટ્રના નવનિર્માણ સેનાના અધ્યક્ષ અને પોતાનીથી અલગ રહેલા પિતરાઇ ભાઇ રાજ ઠાકરે પર પરોક્ષ હુમલો કરતા કહ્યું કે તે હિન્દુત્વના નવા પૈરોકાર તરફ ધ્યાન આપતા નથી. તેમણે મનસેનું નામ લીધા વગર કહ્યું કે પાર્ટી પ્રયોગ કરીને જોઇ રહી છે કે તેમના માટે શું બરાબર છે.

    મરાઠી અખબાર ‘લોકસત્તા’ દ્વારા આયોજીત એક પરિચર્યામાં ઉદ્ધવ ઠાકરેએ ભાજપા પર દગો આપવાનો આરોપ લગાવ્યો છે, જ્યારે બન્ને દળ મળીને સાથે રાજનીતિ કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે આરોપ લાગે છે કે શિવસેના તેવી રહી નથી જેવી બાલાસાહેબ ઠાકરેના સમયમાં હતી. આ સાચું છે. બાલાસાહેબ ભોળા હતા. મેં પોતે જોયું છે કે તેમણે સમય-સમય પર બાલાસાહેબને કેવો દગો આપ્યો છે. જેથી હું તેમની સાથે ચતુરાઇથી ડિલ કરી રહ્યો છું. હું ભોળો નથી. તે હિન્દુત્વની આડમાં તમારા ખેલને નંજરઅંદાજ કરતા હતા પણ હું કરીશ નહીં. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે તેમના પિતાએ તેમની અંદર હિન્દુત્વના ગુણ ભર્યા છે.

    આ પણ વાંચો - પીએમ મોદીએ 3 દેશોની યાત્રા પહેલા કહ્યું - યૂરોપનો પ્રવાસ પડકારોથી ભરેલા સમયમાં કરી રહ્યો છું

    લાઉડસ્પીકર પણ સુપ્રીમ કોર્ટનો નિર્ણય લાગુ કરે કેન્દ્ર સરકાર

    રાજ ઠાકરે વિશે પુછવા પર ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે હું એવા લોકો પર ધ્યાન આપતો નથી. ક્યારેક આ લોકો મરાઠીનો ખેલ ખેલે છે, ક્યારેક હિન્દુત્વનો ખેલ ખેલ છે. મહારાષ્ટ્રની જનતા આ બધા ખેલ જોવે છે. રાજ ઠાકરેના ભાષણો તરફ પરોક્ષ રીતે ઇશારો કરતા ઉદ્ધવે કહ્યું કે છેલ્લા બે વર્ષથી થિયેટર અને સિનેમાઘર મહામારીના કારણે બંધ હતા. જેથી જો કોઇ મફતમાં મનોરંજન કરી રહ્યું છે તો કેમ ના આનંદ ઉઠાવવામાં આવે. ઉલ્લેખનીય છે કે રવિવારે સાંજે રાજ ઠાકરેએ ઔરંગાબાદમાં એક વિશાળ જનસભાને સંબોધિત કરી હતી.

    ઉદ્ધવ ઠાકરેએ એ પણ કહ્યું કે શિવસેના એક હિન્દુત્વવાદી પાર્ટી છે. તેમણે કહ્યું કે ધ્વનિ પ્રદુષણ પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય આખા દેશ માટે છે અને કેન્દ્રએ તેને લાગુ કરવા માટે આદેશ કરવો જોઈએ. મુખ્યમંત્રીએ કહ્યું કે તેમણે સુપ્રીમ કોર્ટનો આદેશ વાંચ્યો નથી પણ તેને સમજવાનો પ્રયત્ન કર્યો છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Maharashtra, Uddhav thackeray

    આગામી સમાચાર