JNU Violence: ઉદ્ધવ ઠાકરેએ કહ્યું - JNUમાં વિદ્યાર્થીઓ પરના હુમલાએ 26/11ની યાદ અપાવી

News18 Gujarati
Updated: January 6, 2020, 4:39 PM IST
JNU Violence: ઉદ્ધવ ઠાકરેએ કહ્યું - JNUમાં વિદ્યાર્થીઓ પરના હુમલાએ 26/11ની યાદ અપાવી
JNU Violence: ઉદ્ધવ ઠાકરેએ કહ્યું - JNUમાં વિદ્યાર્થીઓ પરના હુમલોએ 26/11ની યાદ અપાવી

આજના યુવાઓને વિશ્વાસમાં લેવાની જરુર છે. યુવા આજે આત્મવિશ્વાસ ગુમાવી રહ્યા છે - ઉદ્ધવ ઠાકરે

  • Share this:
મુંબઈ : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)એ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU)માં રવિવારે બુકાનીધારી વ્યક્તિઓ દ્વારા કરવામાં આવેલી હિંસાની સરખામણી 26/11ના મુંબઈ આતંકવાદી હુમલા સાથે કરી છે. ઠાકરેએ કહ્યું હતું કે જે ઘટના રવિવારે બની તે એવી હતી જેને આપણે 26/11 પછી જોઈ રહ્યા હતા. બધાને ખબર હોવી જોઈએ કે નકાબ પાછળ કોણ હતા. આજના યુવાઓને વિશ્વાસમાં લેવાની જરુર છે. યુવા આજે આત્મવિશ્વાસ ગુમાવી રહ્યા છે. આ સાથે શિવસેના પ્રમુખે મહારાષ્ટ્રના છાત્રોને આશ્વસ્ત કરતા કહ્યું કે તેમને અહીં કોઈપણ નુકસાન પહોંચાડી શકશે નહીં.

ન્યૂઝ એજન્સી PTIના મતે મુંબઈના બાન્દ્રા સ્થિત પોતાના આવાસ માતોશ્રીમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિાન ઉદ્ધવ ઠાકરેએ આ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે જેએનયૂના છાત્રો પર હુમલાએ 26/11 મુંબઈના આતંકી હુમલાની યાદ અપાવી દીધી છે. જેએનયૂમાં હુમલો કરનાર નકાબપોશ કાયર છે. તેમની ઓળખ જાહેર થવી જોઈએ. જો દિલ્હી પોલીસ હુમલામાં સામેલ લોકોને શોધવામાં નિષ્ફળ રહી તો તેમના ઉપર પણ સવાલો થશે.

આ પણ વાંચો - 8 ફેબ્રુઆરીએ દિલ્હી વિધાનસભાની ચૂંટણી, 11મીએ પરિણામ

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે બીજા રાજ્યોમાંથી આવેલા છાત્રોને પરેશાન થવાની જરુર નથી. જો સરકારને જરુર લાગશે તો મહારાષ્ટ્ર વિશ્વવિદ્યાલયમાં સુરક્ષા વધારવામાં આવશે. અહીં છાત્રોનું કોઈ કશું જ બગાડી શકશે નહીં. કોઈ અડી પણ શકશે નહીં.

ઉલ્લેખનીય છે કે જેએનયૂ કેમ્પસમાં રવિવારે રાત્રે હિંસા ભડકી હતી. જ્યારે લાકડીઓ અને હથિયારો સાથે આવેલા કેટલાક બુકાનીધારીઓએ છાત્રો અને શિક્ષકોની પિટાઇ કરી હતી. આ મામલે ચાર સંદિગ્ધની ધરપકડ કરવામાં આવી છે.
First published: January 6, 2020, 4:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading