ઉદ્ધવ ઠાકરેએ BJPને આપ્યો પડકારઃ 'મારી સરકારને ઉથલાવીને બતાવો, પછી જુઓ શું થાય છે'

News18 Gujarati
Updated: October 25, 2020, 11:38 PM IST
ઉદ્ધવ ઠાકરેએ BJPને આપ્યો પડકારઃ 'મારી સરકારને ઉથલાવીને બતાવો, પછી જુઓ શું થાય છે'
ફાઈલ તસવીર

તમે બિહાર માટે મફત કોવિડ-19 વેક્સીનનો વાયદો કરો છો તો શું બાકીના અન્ય રાજ્યોના લોકો બાંગ્લાદેશ કે કઝાખસ્તાનથી આવ્યા છે.

  • Share this:
મુંબઈઃ દાદર સ્થિત સાવરકર ઓડિટોરિયમમાં શિવસેનાની (shivsena) વાર્ષીક દશેરા રેલીમાં રવિવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ (Maharashtra Chief Minister Uddhav Thackeray) ભાજપને તેમની 11 મહિના જૂની સરકારને ઉઠલાવી દેવાનો પકકાર આપ્યો હતો. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, પાર્ટીને દેશ ઉપર વધારે ધ્યાન આપવું જોઈએ. તમે બિહાર માટે મફત કોવિડ-19 વેક્સીનનો વાયદો કરો છો તો શું બાકીના અન્ય રાજ્યોના લોકો બાંગ્લાદેશ કે કઝાખસ્તાનથી આવ્યા છે. આવી વાતો કરતા લોકોને પોતાના ઉપર શરમ આવવી જોઈએ.

અભિનેત્રી કંગના રનૌત ઉપર પરોક્ષ નિશાન સાધતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, કેટલાક લોકો રોજીરોટી માટે મુંબઈ આવે છે. અને શહેરને પીઓકે (પાકીસ્તાનના કબ્જાવાળું કશ્મીર) બોલીને ગાળો આપે છે. ઠાકરેએ સુશાંત સિંહ રાજપૂતના મોતના મામલે પોતાના પુત્ર આદિત્ય ઠાકરે ઉપર લાગેલા આરોપો ઉપર ચુપ્પી તોડીને કહ્યું કે બિહારના પુત્રને ન્યાય અપવવા માટે શોર મચાવતા લોકો મહારાષ્ટ્રના પુત્રના ચરિત્ર હનનમાં લાગી ગયા છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અત્યારની જીએસટી પ્રણાલી ઉપર પુન-વિચાર કરવાનો સમય આવી ગયો છે. અને જરૂરી લાગશે તો તેને બદલવો પણ જોઈએ. કારણ કે રાજ્યોને આનાથી ફાયદો મળતો નથી. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પીએમ મોદી ઉપર નિશાન સાધતા કહ્યું હતું કે ભારતમાં જો ક્યાંય પીઓકે છે તો એ વડાપ્રધાનની નિષ્ફળતા છે. ઉદ્ધવે રાજ્યપાલ ઉપર પર નિશાન સાધ્યું હતું.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ સપ્તાહના અંતે ચાંદી સ્થિર, સોનામાં થયો સુધારો, દિવાળીમાં સોનુ રૂ.50,000 સુધી જઈ શકે છે

આ પણ વાંચોઃ-બનાસકાંઠાઃ 'તારી મા મને છોડીને ચાલી ગઈ તો તું મારી પત્ની બની જા', 13 વર્ષની પુત્રીએ રડતા રડતા કહી દુષ્કર્મી બાપની હેવાનિયત

ઉદ્ધવ ઠાકરેએ બીજેપી ઉપર નિશાન સાધતા કહ્યું કે તેઓ મારી સરકારને પાડવા માંગે છે પરંતુ હું તેમને જણાવી દઉં કે પહેલા તેઓ પોતાની સરકાર બચાવીને બતાવે. હું બિહારના લોકોને અપીલ કરું છું કે પોતાની આંખો ખોલીને વોટ આપે. તેમણે કહ્યું કે હું મરાઠા અને ઓબીસી સમુદાય માટે ન્યાય માગું છું. આપણે મહારાષ્ટ્ર માટે સંયુક્ત રહેવાનું છે કોઈ વહેચાઈ ન જાય.આ પણ વાંચોઃ-કરુણ ઘટના! દાહોદઃ કલાકો પહેલા માતા બનેલી મહિલા બની નિઃસંતાન, રીક્ષા અકસ્માતમાં નવજાત સહિત ત્રણેય બાળકોના મોત

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે અમને હિન્દુત્વ વિશે પૂછવામાં આવી રહ્યું છે અમે મંદિર કેમ ખોલી નથી રહ્યા. તેઓ કહે છે કે મારું હિન્દુત્વ બાલાસાહેબ ઠાકરેથી અલગ છે. તમે હિન્દુત્વ ઘંટી અને વાસણ વગાડનારા છો. અમારું હિન્દુત્વ એવું નથી. તેમણે કહ્યું કે અમારા હિન્દુત્વ ઉપર પ્રશ્ન ઉઠાવનારા લોકો બાબરી મસ્જિદ પાડવાના સમયે સંતાઈ રહ્યા હતા.

ઉદ્ધવ ઠાકરે કહ્યુંકે મહારાષ્ટ્રને અત્યાર સુધી જીએસટીના 38,000 કરોડ રૂપિયા વળતર મળ્યું નથી. તેમણે કહ્યું કે ભાજપના લોકોને જાતિ અને ધર્મના આધાર ઉપર વહેંચશો નહીં.
Published by: ankit patel
First published: October 25, 2020, 11:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading