મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર ઉદ્ધવ ઠાકરેએ રોક લગાવી

News18 Gujarati
Updated: February 4, 2020, 5:11 PM IST
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર ઉદ્ધવ ઠાકરેએ રોક લગાવી
ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સરખામણી સફેદ હાથી સાથે કરી

  • Share this:
મુંબઈ : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)એ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સરખામણી સફેદ હાથી સાથે કરી છે. આ સાથે તેમણે કહ્યું છે કે તે આ પ્રોજેક્ટ પર નિર્ણય ત્યારે જ લેશે જ્યારે તેમને વિશ્વાસ થઈ જશે કે આનાથી રાજ્યના ઔદ્યોગિક વિકાસને વેગ મળશે. આટલું જ નહીં ઉદ્ધવ ઠાકરેએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પણ રોકી દીધું છે. રોજગારનો હવાલો આપતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે પહેલા અમે તેના પર ચર્ચા કરીશું આ પછી જ કોઈ નિર્ણય કરીશું. સીએમ ઉદ્ધવે કહ્યું હતું કે જો બુલેટ ટ્રેન આવવાથી મહારાષ્ટ્રમા રોજગાર વધશે તો જ તેને રાજ્યમાં આપવા દેશે.

શિવસેનાના મુખપત્ર ‘સામના’ને આપેલા ઇન્ટરવ્યૂના બીજા ભાગમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે રાજ્યને કેન્દ્ર કોષથી તેનો યોગ્ય ભાગ મળી રહ્યો નથી. જેનાથી ખેડૂતોની મદદ કરી શકાય છે. શિવસેના પ્રમુખે કહ્યું હતું કે સરકાર દ્વારા ઘોષિત ખેડૂત માફી યોજના આગામી મહિનાથી લાગુ થશે. સાથે આશ્વાસન આપ્યું છે કે એક પણ ઉદ્યોગ રાજ્યમાંથી બહાર જવા દેવામાં આવશે નહીં.

આ પણ વાંચો - પીએમ મોદીએ કહ્યું - શાહીન બાગ સંયોગ નહીં પ્રયોગ, રાષ્ટ્રના સૌહાર્દને થઈ રહ્યું છે નુકસાન

કેન્દ્રની મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પરિયોજનાનો ઉલ્લેખ કરતા ઠાકરેએ કહ્યું હતું કે તેની વ્યવહારતા ઉપર એક વ્યાપક ચર્ચા થવી જોઈએ. બુલેટ ટ્રેનથી કોને ફાયદો મળશે? મહારાષ્ટ્રમાં વેપાર અને ઉદ્યોગને તેનાથી ફાયદો મળશે? જો આ લાભદાયક છે, મને વિશ્વાસ અપાવે અને પછી લોકો સમક્ષ જાય અને નિર્ણય લે કે શું કરવાનું છે. બુલેટ ટ્રેન ભલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મહત્વાકાંક્ષી પરિયોજના હોઈ શકે છે પણ તમે જ્યારે ઉંઘમાંથી જાગો છો ત્યારે ખબર પડે છે કે આ કોઇ સપનું નથી. તમારે હકીકતનો સામનો કરવાનો હોય છે.

‘સામના’ના કાર્યકારી સંપાદક સંજય રાઉતને આપેલા ઇન્ટરવ્યૂમાં ઠાકરે કહ્યું હતું કે રાજ્યની આર્થિક સ્થિતિ જોતા વિકાસાત્મક પરિયોજનાઓની પ્રાથમિકતા નક્કી કરવી જોઈએ. કારણ વગર ખેડૂતોની જમીન લેવી યોગ્ય નથી.આ મામલે ગુજરાતના ઉપ-મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ઘણો આગળ વધી ગયો છે. આ કોઈ રાજ્યનો પ્રોજેક્ટ નથી પણ દેશનો પ્રોજેક્ટ છે. હજારો પ્રવાસીઓ અમદાવાદથી મુંબઈનો પ્રવાસ કરે છે. રાષ્ટ્રીય કક્ષાએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ જરુરી છે.

ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી સરકારે બુલેટ ટ્રેન પરિયોજનાને પુરા કરવા માટે ભારતના 75માં સ્વતંત્રતા દિવસ એટલે કે 15 ઓગસ્ટ 2022ની સમયસીમા નક્કી કરી છે.
First published: February 4, 2020, 5:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading