Home /News /national-international /મહારાષ્ટ્રમાં હવે ગાંધી vs સાવરકરની લડાઈ, MVA ગઠબંધમાં તિરાડ; કોંગ્રેસને ઉદ્ધવનું સમર્થન નહીં

મહારાષ્ટ્રમાં હવે ગાંધી vs સાવરકરની લડાઈ, MVA ગઠબંધમાં તિરાડ; કોંગ્રેસને ઉદ્ધવનું સમર્થન નહીં

ફાઇલ તસવીર

Uddhav Thackeray Shiv Sena Congress: મહારાષ્ટ્રની રાજનીતિમાં સાવરકર એક મોટો મુદ્દો છે અને તે જ કારણે પહેલાં પણ શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથ અને કોંગ્રેસ વચ્ચે અનેક વિવાદ થયા હતા. ગઠબંધન હોવાથી શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે જૂથ) રાહુલ ગાંધીના નિવેદનનો સારી રીતે વિરોધ નથી કરી શકતી. ત્યાં શિવસેના (શિંદે જૂથ) પ્રમુખ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આ મુદ્દે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર જોરદાર નિશાન સાધ્યું છે.

વધુ જુઓ ...
મુંબઈઃ મહારાષ્ટ્રમાં હવે ‘સાવરકર અને ગાંધી’ની રાજનીતિ જોવા મળી રહી છે. રાહુલ ગાંધીના ‘હું સાવરકર નહીં, હું ગાંધી છું’ના નિવેદન પર શિંદે-ફડણવીસે નારાજગી દર્શાવી છે, તો બીજી તરફ, ‘મહાવિકાસ આઘાડી’નો ભાગ રહેલા ઉદ્ધવ ઠાકરેએ પણ સાવરકર મામલે કોંગ્રેસ નેતાનો સાથ છોડી દીધો છે. રાહુલ ગાંધીના વિવાદિત નિવેદન મામલે થયેલી કાર્યવાહીને લઈને કોંગ્રેસ લોકતંત્ર પર સવાલ ઉઠાવી રહી છે, તો બીજી તરફ ભાજપે સાવરકર મુદ્દે રાહુલને ઘેરવાનું શરૂ કરી દીધું છે અને તેનો જવાબ ‘સાવરકર યાત્રા’થી દેવાની તૈયારી કરી દીધી છે.

ઉલ્લેખનીય છે કે, ‘મોદી સરનેમ’ને લઈને વિવાદાસ્પદ ટિપ્પણી કરવાના કેસમાં સુરતની કોર્ટે રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં આરોપી જાહેર કરી બે વર્ષની સજા ફટકારી છે. જનપ્રતિનિધિત્વ કાયદાની જોગવાઈ હેઠળ રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ રદ્દ કરવામાં આવ્યું છે. ત્યારબાદ જ્યારે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે તેમણે માફી માગવાનો ઇનકાર કરતા કહ્યું કે, ‘તે ગાંધી છે, સાવરકર નથી, તેઓ માફી નહીં માંગે’.

આ પણ વાંચોઃ આખરે વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું કેવી રીતે પૃથ્વીનો અંત થશે? સૌથી પહેલા પૃથ્વી પર શું ખતમ થશે
મહારાષ્ટ્રના રાજકારણમાં સાવરકર એક મોટો મુદ્દો છે અને તેથી જ કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરેના જૂથ શિવસેના વચ્ચે સાવરકરના મુદ્દે અનેક મતભેદ થયા છે. જ્યારે શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે જૂથ) ગઠબંધનમાં હોવાને કારણે રાહુલ ગાંધીના નિવેદનનો જાહેરમાં જોઈએ તેવો વિરોધ કરી શકતી નથી, ત્યારે શિવસેના (શિંદે જૂથ)ના પ્રમુખ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે આ મુદ્દે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર ઉગ્ર નિશાન સાધ્યું છે. સાવરકર વિશે રાહુલ ગાંધીના નિવેદન પર એકનાથ શિંદેએ કહ્યુ હતુ કે, ‘રાહુલ ગાંધી વારંવાર વીર સાવરકરનું અપમાન કરી રહ્યા છે. તેની જેટલી નિંદા કરવામાં આવે તેટલી ઓછી છે. એક દિવસ રાહુલ ગાંધી આંદામાન જેલમાં રહીને આવશે તો સમજાશે.’ આ સાથે જ મહારાષ્ટ્ર ભાજપના સાંસદોએ રાહુલ ગાંધીના નિવેદનને લઈને સંસદ ભવન સંકુલની સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.



કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના ‘વીર સાવરકર’ પરના નિવેદનથી તેમના સાથીપક્ષો પણ નારાજ છે. રાહુલ ગાંધીના નિવેદન પર શિવસેનાના ઉદ્ધવ જૂથે આકરી પ્રતિક્રિયા આપી છે. ઉદ્ધવ જૂથના સંજય રાઉતે કહ્યુ હતુ કે, ‘રાહુલ ગાંધીએ સાવરકર પર જે કહ્યું તેને અમે સમર્થન આપતા નથી અને આ નિવેદન અંગે હું ખુદ રાહુલ ગાંધીને દિલ્હીમાં મળીશ.’

આ સાથે જ ઉદ્ધવ ઠાકરેએ રાહુલ ગાંધીને ચેતવણી આપતા કહ્યુ હતુ કે, ‘અમે સાવરકરનું અપમાન સહન નહીં કરીએ.’ માત્ર સંજય રાઉત જ નહીં, ખુદ ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેએ પણ માલેગાંવની સભામાં આકરા પ્રહારો કર્યા હતા. ઉદ્ધવ ઠાકરેની શિવસેના સાવરકરના મુદ્દે એટલું કડક વલણ અપનાવી રહી છે કે, તેમની પાર્ટીએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને યોજાયેલી વિપક્ષની ડિનર ડિપ્લોમસીમાં પણ ભાગ લીધો નહોતો.

એક તરફ રાહુલ ગાંધીના સાવરકર પરના નિવેદનને લઈને રાજકીય નિવેદનબાજી ચાલી રહી છે, તો બીજી તરફ વીર સાવરકરના પરિવારની પ્રતિક્રિયા પણ આવી છે. વીર સાવરકરના પૌત્ર રણજીત સાવરકરે કહ્યુ છે કે, ‘સાવરકરે ક્યારેય માફી માગી નથી, રાહુલને કહેવાની જરૂર નથી કે તે સાવરકર નથી. જવાહરલાલ નેહરુના પાપ છુપાવવા સાવરકરનું નામ લે છે, દેશને તોડનાર પરિવાર એક થશે?’.
First published:

Tags: Eknath Shinde, Rahul gandhi latest news, Uddhav Thackery, Veer Savarkar