Home /News /national-international /CJI UU Lalit Profile : દાદા વકીલ, પિતા બોમ્બે હાઇકોર્ટના જજ અને હવે ઉદય ઉમેશ લલિતે સુપ્રીમ કોર્ટના 49મા CJI તરીકે શપથ લીધા
CJI UU Lalit Profile : દાદા વકીલ, પિતા બોમ્બે હાઇકોર્ટના જજ અને હવે ઉદય ઉમેશ લલિતે સુપ્રીમ કોર્ટના 49મા CJI તરીકે શપથ લીધા
સુપ્રીમ કોર્ટના નવા ચીફ જસ્ટિસ યૂ.યૂ, લલિતે 49મા ચીફ જસ્ટિસ તરીકે શપથ લીધા
CJI UU Lalit Profile: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સુપ્રીમ કોર્ટના 49મા ચીફ જસ્ટિસ તરીકે યૂયૂ લલિતને શપથ લેવડાવ્યાં છે. તેમના પિતા બોમ્બે હાઇકોર્ટની નાગપુર બેન્ચના જજ હતા અને દાદા વકીલ હતા.
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સુપ્રીમ કોર્ટના નવા CJI તરીકે ઉદય ઉમેશ લલિત ઉર્ફે યૂ.યૂ. લલિતને શપથ લેવડાવ્યાં છે. તેઓ 49મા પ્રધાન જજ તરીકે નિમણૂક પામ્યા છે. પૂર્વ ચીફ જસ્ટિસ ઓફ સુપ્રીમ કોર્ટ એન.વી. રમણાએ તેમનું નામ રાષ્ટ્રપતિને મોકલ્યું હતું. ત્યારબાદ દ્રૌપદી મુર્મુએ તેમના નામ પર મહોર મારી હતી. આ સાથે જ તેઓ છઠ્ઠા વકીલ બન્યાં છે કે જે સીધા સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા. આવો નવા CJI વિશે જાણકારી મેળવીએ...
મુંબઈથી કાયદામાં ગ્રેજ્યુએશન કર્યુ
ઉદય ઉમેશ લલિતનો જન્મ 9 નવેમ્બર 1957ના દિવસે મહારાષ્ટ્રના સોલાપુરમાં થયો હતો. ત્યારબાદ તેમના પિતા યૂ.આર. લલિત બોમ્બે હાઇકોર્ટની નાગપુર બેન્ચના જજ હતા. તેમના દાદા રંગનાથ લલિત પણ વકીલ હતા. તેમના લગ્ન અમ્રિતા લલિત સાથે થયા છે. તેમણે મુંબઈની ગર્વમેન્ટ લો કોલેજમાંથી લોમાં ગ્રેજ્યુએશન કર્યું છે.
વર્ષ 1983ના જૂન મહિનામાં તેઓ મહારાષ્ટ્ર અને ગોવાની બાર કાઉન્સિલમાં જોડાયા હતા. ત્યારબાદ તેમણે એમ.એ. રાણે સાથે પ્રેક્ટિસની શરૂઆત કરી હતી. પછી વર્ષ 1985માં તેઓ દિલ્હી પ્રેક્ટિસ કરવા માટે ગયા હતા. ત્યાં તેઓ સિનિયર એડવોકેટ પ્રવિણ પારેખની ચેમ્બરમાં જોડાયા હતા. ત્યારબાદ 1986થી 1992 સુધી પૂર્વ એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા સોલી સોરાબજી સાથે કામ કર્યું હતું. 3જી મે, 1992ના દિવસે તેઓ સુપ્રીમ કોર્ટમાં એડવોકેટ તરીકે રજિસ્ટર થયા હતા.
2011માં સ્પેશિયલ પબ્લિક પ્રોસેક્યૂટર તરીકે નિમણૂક પામ્યા
વર્ષ 2011માં સુપ્રીમ કોર્ટના જજની બેન્ચે તેમને CBIના સ્પેશિયલ પબ્લિક પ્રોસેક્યૂટર તરીકે નિમણૂક કર્યા હતા. તેઓ ગમે તે કેસમાં ધીરજપૂર્વક તપાસ કરે છે અને રસપ્રદ રીતે બેન્ચ સામે કેસ મૂકવા માટે જાણીતા છે. તેટલું જ નહીં, તેઓ લીગલ પ્રશ્નોને પણ સરળતાથી સમજાવવા માટે જાણીતા છે.
CJI લલિતની કારકિર્દી પર એક નજર...
● વર્ષ 2014 - સુપ્રીમ કોર્ટના જજ બન્યાં. આ સાથે જ તેઓ છઠ્ઠા વકીલ બન્યાં કે જે સીધા સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા. ● વર્ષ 2017 - ‘ત્રિપલ તલાક’ મામલે સુનાવણી કરતી બેન્ચના જજમાં તેમનો સમાવેશ થયો. ● વર્ષ 2019 - તેમણે અયોધ્યા રામ મંદિર વિવાદ મામલે સુનાવણી કરતી બેન્ચમાંથી છૂટા થયા. આ સિવાય તેઓ ઘણાં હાઇપ્રોફાઇલ કેસમાંથી નીકળી ગયા હતા. ● વર્ષ 2020 - ત્રાણવકોરના રાજવી પરિવારના પદ્મનાભ સ્વામી ટેમ્પલના વિવાદ મામલે સુનાવણી કરતી બેન્ચના જજમાં સમાવેશ થયો. ● વર્ષ 2022 - દ્રૌપદી મુર્મુએ 49મા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા તરીકે નિમણૂક કરી. તેઓ બીજા વ્યક્તિ છે કે જેઓ બારમાંથી સીધા જ CJI તરીકે નિમણૂક પામ્યાં છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર