દેહ વેપારમાં ધરપકડ થયેલી યુવતી નીકળી કોરોના પોઝિટિવ, 2 SHO,એક ડઝન કોન્સ્ટેબલ કવૉરન્ટાઈન

News18 Gujarati
Updated: July 4, 2020, 6:56 PM IST
દેહ વેપારમાં ધરપકડ થયેલી યુવતી નીકળી કોરોના પોઝિટિવ, 2 SHO,એક ડઝન કોન્સ્ટેબલ કવૉરન્ટાઈન
પ્રતિકાત્મક તસવીર

પોલીસ દ્વારા યુવતીની ધરપકડ કર્યા પહેલા અને જામીન મળ્યા પછી તેના સંપર્કમાં આવેલા લોકોની ઓળખ કરવામાં આવી રહી છે

  • Share this:
ઉદયપુર : રાજસ્થાનના (Rajasthan) ઉદયપુરમાં (Udaipur) પોલીસની ત્રણ મહિલા ડીએસપીએ બે દિવસ પહેલા પીટા એક્ટ દ્વારા કાર્યવાહી કરતા 10 યુવકો અને દેહ વેપારમાં (Prostitution) સામેલ 7 યુવતીઓની ધરપકડ કરી છે. આ કાર્યવાહીમાં ધરપકડ કરાયેલી એક યુવતી તપાસમાં કોરોના સંક્રમિત (Corona Virus Positive) આવી છે, જેના કારણે પોલીસ ખાતામાં હડકંપ મચી ગયો છે. કારણ કે કાર્યવાહી દરમિયાન પોલીસની મોટી ટીમ હાજર હતી. ગત 1 જુલાઈની રાત્રે સુખેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી હોટલ રામલખન પર ડીએસપી ચેતના ભાટીના નેતૃત્વમાં પોલીસની ટીમે રેડ પાડી હતી. આ હોટલમાં વેશ્યાવૃતિમાં (Sex Racket) સામેલ 4 યુવતીઓની ધરપકડ કરી હતી.

આ યુવતીઓને પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવી હતી અને પછી તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ધરપકડ કરાયેલી યુવતીઓની સાથે પોલીસ લાઈનમાંથી 4 મહિલા કોન્સ્ટેબલને ડ્યૂટી પર રાખવામાં આવી હતી. પોલીસ સ્ટેશનમાં પૂરી કાર્યવાહી કરી હતી. ટેસ્ટ રિપોર્ટમાં એક યુવતીનો કોરોના પોઝિટિવ હોવાની પુષ્ટિ પછી પોલીસ વિભાગે તે બધા લોકોના લિસ્ટ તૈયાર કરી છે જેમાં કાર્યવાહી દરમિયાન યુવતીના સંપર્કમાં આવ્યા હતા.

આ પણ વાંચો - કોરોનાના કારણે કોલકાતાથી અમદાવાદ સહિત આ 6 શહેરો માટે ફ્લાઇટ્સ બંધ, જુઓ લિસ્ટ

પોલીસ વિભાગ તરફથી તેવા બધા લોકોને ક્વૉરન્ટાઈન કરવાની પ્રકિયા શરુ કરી દીધી છે. એએસપી ગોપાલ સ્વરુપ મેવાડાએ જણાવ્યું હતું કે ડીએસપી ચેતના ભાટીના નેતૃત્વ વાળી પૂરી ટીમને ક્વૉરન્ટાઈનમાં રહેવાનો આદેશ કર્યો છે. સુખેર એને ઘંટાઘર પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓની કોરોના તપાસ કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યુ કે એક ડીએસપી, બે એસેચઓ અને પોલીસ સ્ટેશનના 11 પોલીસકર્મીને ક્વૉરન્ટાઈન કર્યા છે.

માહિતી પ્રમાણે બધા પોલીસકર્મીઓના બે વખત કોરોના ટેસ્ટ કરવામાં આવશે. બીજો ટેસ્ટ નેગટિવ આવ્યા પછી બધાને રાહત મળશે. વેશ્યાવૃતિમાં સંકડાયેલી આ યુવતી દિલ્હીની રહેવાસી છે તેવું જણાવા મળી રહ્યું છે. જોકે જામીન મળ્યા પછી તેને છોડી દેવામાં આવી હતી પણ હવે રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે તેથી પોલીસે તે યુવતીની તપાસ શરુ કરી દીધી છે. જાણવા મળી રહ્યું છે કે યુવતી ઉદયપુરની બહાર જતી રહી છે. પોલીસ હવે મોબાઈલ લોકેશન ટ્રેસ કરીને યુવતીને આઈસોલેટ કરાવાના પ્રયાસમાં જોડાઈ ગઈ છે. પોલીસ દ્વારા યુવતીની ધરપકડ કર્યા પહેલા અને જામીન મળ્યા પછી તેના સંપર્કમાં આવેલા લોકોની ઓળખ કરવામાં આવી રહી છે, જેથી બધાને આઈસોલેટ કરી શકાય.
First published: July 4, 2020, 6:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading