સબ-ઇન્સ્પેક્ટરે મંગેતર પાસેથી લીધી 'લાંચ', પ્રી-વેડિંગનો વીડિયો જોઈ IG ભડક્યા

News18 Gujarati
Updated: August 28, 2019, 8:26 AM IST
સબ-ઇન્સ્પેક્ટરે મંગેતર પાસેથી લીધી 'લાંચ', પ્રી-વેડિંગનો વીડિયો જોઈ IG ભડક્યા
પ્રી-વેડિંગ શૂટમાં યુવતી પાસેથી લાંચ લેતા સબ-ઇન્સ્પેક્ટર ધનપત સિંહ

પ્રી-વેડિંગ વીડિયોમાં સબ-ઇન્સ્પેક્ટરના ખિસ્સામાં 500 રુપિયા મૂકતી વખતે મંગેતરે પર્સ ચોરી લીધું!

  • Share this:
રાજસ્થાનના ઉદયપુરમાં હાલમાં કોટડાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પોતાના પ્રી-વેડિંગ શૂટના કારણે ઘણા ચર્ચામાં આવી ગયા છે. ખાસ વાત એ છે કે પહેલા તાો વીડિયો પોલીસકર્મીઓ વચ્ચે ચર્ચાનો વિષય હતો, પરંતુ જ્યારે 20 ઑગસ્ટે આઈજી લૉ એન્ડ ઑર્ડરે આદેશ જાહેર કરી કર્યો તો તે સામાન્ય લોકોની વચ્ચે કુતૂહલનો વિષય પણ બની ગયો છે.

મૂળે, થયું એવું કે કોટડાના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર ધનપત સિંહે લગભથ બે-અઢી મહિના પહેલા પોતાની થનારી પત્નીની સાથે પ્રી-વેડિંગ શૂટ કરાવ્યું હતું. આ પ્રી-વેડિંગ વીડિયોમાં એક યુવતી હેલ્મેટ પહેર્યા વગર સ્કૂટી ચલાવીને જતી હોય છે, તેને કોન્સ્ટેબલ રોકે છે અને દંડ ભરવા માટે નજીક ઊભેલા સબ-ઇન્સ્પેક્ટર સાથે વાત કરવાનું કહ્યું. બસ અહીંથી તેમની પ્રેમ કહાણીની શરૂઆત થાય છે. યુવતી સબ-ઇન્સ્પેક્ટરના ખિસ્સામાં 500 રૂપિયાની નોટ ખૂબ જ રોમેન્ટિક અંદાજમાં મૂકતી વખતે સબ-ઇન્સ્પેક્ટરનું પર્સ પણ ચોરી લે છે.

પોલીસ સબ-ઇન્સ્પેક્ટર સામે કાર્યવાહીનો આદેશ


આ પણ વાંચો, સરકારી સ્કૂલના આચાર્યનો બે મહિલા શિક્ષિકા સાથે વાંધાજનક વીડિયો વાયરલ

પ્રી-વેડિંગ શૂટને ગણાવ્યું દુર્ભાગ્યપૂર્ણ


20 ઑગસ્ટે લૉ એન્ડ ઑર્ડરે પોલીસ મહાનિરીક્ષક હવાસિંહ ઘુમારિયાએ તમામ એસપી અને ડીએસપીને આદેશ જાહેર કરી આ પ્રી-વેડિંગ શૂટને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું. તેઓએ આદેશમાં લખ્યું છે કે ચિત્તોડગઢના મણ્યફિયાના સબ-ઇન્સ્પેક્ટરે તેમને એકે પોલીસકર્મીના પ્રી-વેડિંગ શૂટ વિશે માહિતી આપી છે, જે ખરેખર પોલીસ વિભાગ માટે દુર્ભાગ્યપૂર્ણ છે. આ ઉપરાંત ઘુમરિયાએ પોલીસ યૂનિફોર્મના કોડ ઓફ કન્ડક્ટને ધ્યાનમાં રાખતા ભવિષ્યમાં આવા કોઈ પણ પ્રકારના પ્રી-વેડિંગ શૂટમાં પોલીસ યૂનિફોર્મના ઉપયોગ પર પૂર્ણ પ્રતિબંધ લગાવીને કાયદાકિય કાર્યવાહીની વાત પણ લખી છે.પોલીસ વિભાગ પણ કાર્યવાહીના મૂડમાં

બીજી તરફ, મામલા પર જિલ્લા પોલીસ વિભાગ પણ કાર્યવાહીના મૂડમાં છે. એસપી કૈલાશ બિશ્નોઈએ જયપુરથી મળેલા પત્ર અને વાયરલ વીડિયોને જોઈ વિભાગીય કાર્યવાહી કરવાની વાત કહી છે. એસપી બિશ્નોઈએ કહ્યું કે આ પ્રકારના જવાબદારી વાળા પદ પર બેઠેલા પોલીસ અધિકારી દ્વારા સાર્વજનિક રીતે પ્રી-વેડિંગ શૂટમાં યૂનિફોર્મ પહેરવા અને રોમાન્સ માટે લાંચ લેતાં દર્શાવવું ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે.

આ પણ વાંચો, BJP ધારાસભ્યની દીકરી પ્રેમ લગ્ન બાદ શા માટે પોતાનું નામ બદલવા મજબૂર બની?
First published: August 28, 2019, 8:23 AM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading