Home /News /national-international /ઉદયપુર હત્યાકાંડ: જયપુરમાં કોર્ટમાં આરોપીઓને લોકોએ માર માર્યો, કપડાં પણ ફાડી નાખ્યા - VIDEO

ઉદયપુર હત્યાકાંડ: જયપુરમાં કોર્ટમાં આરોપીઓને લોકોએ માર માર્યો, કપડાં પણ ફાડી નાખ્યા - VIDEO

ઉેદેપુર આરોપીઓની પીટાઈ

Udaipur Murder : જેલમાં પરત લઈ જતી વખતે વકીલોનો ગુસ્સો આરોપીઓ પર ફાટી નીકળ્યો હતો, સુરક્ષાના કારણોસર કોર્ટ અને શહેરના વિસ્તારોમાં વધારાનો પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યો હતો

જયપુર : ઉદયપુર હત્યાકાંડ (Udaipur Murder) ના ચારેય આરોપીઓને જયપુર કોર્ટ (Jaypur Court) માંથી બહાર નીકળતી વખતે એડવોકેટ્સ દ્વારા ભારે માર મારવામાં આવ્યો હતો. કોઈ પણ વકીલે આરોપીનું પ્રતિનિધિત્વ કર્યું ન હતું. NIA એ ચારેય આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. અજમેર જેલમાં પરત લઈ જતી વખતે વકીલોનો ગુસ્સો આરોપીઓ પર ફાટી નીકળ્યો હતો. તેઓએ ચારેય આરોપીઓને માર માર્યો હતો.

આરોપીઓને લઈને પોલીસ ટીમ તેમને કોર્ટમાં રજૂ કરતા પહેલા એટીએસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ઓફિસે પહોંચી હતી. NIAએ ATS પાસેથી તમામ દસ્તાવેજી પુરાવા એકત્ર કર્યા. આ પછી, કન્હૈયાલાલ હત્યા કેસના બે મુખ્ય આરોપીઓ મોહમ્મદ રિયાઝ અખ્તારી, ગૌસ મોહમ્મદ અને તેમના સહયોગીઓ આસિફ અને મોહસીન સહિત ચાર આરોપીઓને NIA અને ATSની ટીમે કોર્ટમાં રજૂ કર્યા હતા.|

સુરક્ષાના કારણોસર કોર્ટ અને શહેરના વિસ્તારોમાં વધારાનો પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યો હતો.



ઉદયપુર હત્યાકાંડની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ દરરોજ નવા અને ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. હત્યારાઓની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસની પૂછપરછ સતત ચાલી રહી છે, જેમાં દરરોજ નવી-નવી વાતો સામે આવી રહી છે. આવા જ કેટલાક નવા સવાલો સામે આવ્યા છે, જેણે બધાને ચોંકાવી દીધા છે. પોલીસની પૂછપરછમાં ખુલાસો થયો છે કે, વીડિયોમાં જે પ્રકારના ખતરનાક ખંજર આ બંને હત્યારાઓ બતાવી રહ્યા છે, તેવા વધુ બે ખંજર બનાવાયા હતા. આખરે બંને હત્યારાઓની હત્યા કર્યા બાદ જે વીડિયો બનાવવામાં આવ્યો હતો તે કોણ છે? આખરે આ હત્યારાઓને વીડિયો બનાવવામાં કોણ મદદ કરતું હતું? આ સવાલોના જવાબ પોલીસ શોધી રહી છે.

આ પણ વાંચોUdaipur Tailor Murder Case : આરોપીએ પાકિસ્તાનમાં લીધી હતી ટ્રેનિંગ, આતંક ફેલાવવાનો હતો ઈરાદો

પોલીસની પૂછપરછમાં એવું પણ બહાર આવ્યું છે કે, આ બંને એટલે કે આસિફ અને મોહસીને ખંજર પણ લીધું હતું. એટલે કે કન્હૈયાને મારવા માટે કુલ ચાર ખંજર બનાવવામાં આવ્યા હતા. રિયાઝ અને ગૌસ મોહમ્મદ પાસે બે ખંજર હતા અને બે ખંજર આસિફ અને મોહસીન પાસે હતા.
First published:

Tags: Crime in Rajasthan, Rajasthan latest news, Rajasthan news, Rajasthan police, Udaipur, ઉદેપુર, રાજસ્થાન, રાજસ્થાન સમાચાર

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો