સતીશ શર્મા, ઉદયપુર. કહેવાય છે કે માનવતાથી વિશેષ કોઈ ધર્મ નથી. આ વાતને સાબિત કરી બતાવી છે ઉદયપુર (Udaipur)ના એક યુવકે. મૂળે, ઉદયપુરની એક ખાનગી હૉસ્પિટલમાં દાખલ બે મહિલા દર્દીઓને એ-પોઝિટિવ ગ્રુપના પ્લાઝમાની જરુર હતી. પરિજનોએ તેના માટે રક્તદાન (Blood Donation) આયોજિત કરનારી સામાજિક સંસ્થાનો સંપર્ક કર્યો. સંસ્થાએ આ વિશે જ્યારે 17 વાર રક્તદાન કરી ચૂકેલા અકીલ મન્સુરી (Akeel Mansuri) સાથે વાત કરી તો તેઓ તાત્કાલિક તૈયાર થઈ ગયા. રમઝાનના પવિત્ર મહિનામાં (Ramzan Month) અકીલ મન્સુરી નામના યુવાને કોરોના સંક્રમિતો (Covid Patients)નો જીવ બચાવવા માટે પોતાના રોજા તોડી દીધા અને પ્લાઝમાનું દાન (Plasma Donation) કર્યું.
ઉદયસાગર નિવાસી પ્લાઝમા ડોનર અકીલ મન્સુરીએ જણાવ્યું કે માણસાઈ (Humanity) સૌથી મોટો ધર્મ છે. તે અલ્લાહની ઇબાદત છે. તેઓએ જણાવ્યું કે જેવી તેમને મહિલા દર્દીઓના ઓક્સિજન પર હોવા અને પ્લાઝમા (Plasma)ની જરુરિયાતની વાત જાણવા મળી તો તેઓ તાત્કાલિક હૉસ્પિટલ પહોંચ્યા. હૉસ્પિટલમાં ડૉક્ટરોએ અકીલની તપાસ કરી અને અકીલને કહ્યું કે ભૂખ્યા પેટે પ્લાઝમા દાન ન કરી શકાય.
ડૉક્ટરની આ વાત સાંભળ્યા બાદ માણસાઈનો ધર્મ નિભાવતા અકીલ મન્સુરીએ હૉસ્પિટલ (Hospital)માં જ પોતાના રોજા તોડ્યા અને પ્લાઝમાનું દાન કર્યું. અકીલ મન્સુરીએ રોજા તોડીને દાન કર્યું હોવાની આ વાત સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગઈ. સોશિયલ મીડિયા યૂઝર્સ (Social Media Users) અકીલના આ માનવતાના કામને ખૂબ વખાણી રહ્યા છે.
અકીલ મન્સુરીએ જણાવ્યું કે, તેઓ ઉદયપુરમાં જરૂરિયાતવાળા લોકોને બ્લડ પહોંચાડનારી સંસ્થા રકત યુવા વાહિની સાથે જોડાયેલા છે. આ પહેલા તેઓ 17 વાર રક્તદાન કરી ચૂક્યા છે. આ ક્રમમાં ખાનગી હૉસ્પિટલમાં દાખલ કોરોના સંક્રમિત દર્દીની જાણકારી મળ્યા બાદ અકીલે પ્લાઝમા દાન કરવાનો નિર્ણય કર્યો. અકીલે જણાવ્યું કે તેમને પણ કોરોના સંક્રમણ (Corona) થયું હતું. તેથી જ્યારે તેમની સામે આ મામલો આવ્યો તો તેમણે માનવતાનો ધર્મ નિભાવતા રોજા તોડીને સંક્રમિત દર્દીઓને પ્લાઝમા દાન (Plasma Donation) કરવાનો નિર્ણય કર્યો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર