Home /News /national-international /તાંત્રિકે ઘડ્યું ઘૃણાસ્પદ કાવતરું, શારીરિક સંબંધ બાંધતી વખતે કપલ પર ફેવિક્વિક ફેંક્યું, પછી...

તાંત્રિકે ઘડ્યું ઘૃણાસ્પદ કાવતરું, શારીરિક સંબંધ બાંધતી વખતે કપલ પર ફેવિક્વિક ફેંક્યું, પછી...

તાંત્રિકે ઘડ્યું ઘૃણાસ્પદ કાવતરું

પ્રેમી યુગલ હત્યા કેસમાં એક સનસનીખેજ ખુલાસો થયો છે. આ કેસ ન તો ઓનર કિલિંગ સાથે સંબંધિત છે કે ન તો કોઈ પ્રેમ પ્રકરણ સાથે. આ તાંત્રિકનું ખોફનાક કાવતરું છે. આ બાબતનો ખુલાસો કરતાં પોલીસે આરોપી તાંત્રિક ભાલેશ જોશીની ધરપકડ કરી છે. આ પ્રેમી યુગલ તાંત્રિકના સંપર્કમાં હતું. તાંત્રિકે યુવકની પત્નીને તેની પ્રેમિકા અને સંબંધો વિશે જણાવી દીધું હતું. આથી કપલ તાંત્રિકથી નારાજ થઈ ગયું હતું. તેણે તાંત્રિકને બદનામ કરવાની ધમકી આપી હતી. આનાથી ડરીને તાંત્રિક વ્યવસ્થિત રીતે બંનેને જંગલમાં લઈ ગયો અને ફેવીકવીક ચોંટાડીને છરી વડે હુમલો કર્યો

વધુ જુઓ ...
  રાજસ્થાનના ઉદયપુરમાં પ્રેમી યુગલ હત્યા કેસમાં એક સનસનીખેજ ખુલાસો થયો છે. આ કેસ ન તો ઓનર કિલિંગ સાથે સંબંધિત છે કે ન તો કોઈ પ્રેમ પ્રકરણ સાથે. આ તાંત્રિકનું ખોફનાક કાવતરું છે. આ બાબતનો ખુલાસો કરતાં પોલીસે આરોપી તાંત્રિક ભાલેશ જોશીની ધરપકડ કરી છે. આ પ્રેમી યુગલ તાંત્રિકના સંપર્કમાં હતું. તાંત્રિકે યુવકની પત્નીને તેની પ્રેમિકા અને સંબંધો વિશે જણાવી દીધું હતું. આથી કપલ તાંત્રિકથી નારાજ થઈ ગયું હતું. તેણે તાંત્રિકને બદનામ કરવાની ધમકી આપી હતી. આનાથી ડરીને તાંત્રિક વ્યવસ્થિત રીતે બંનેને જંગલમાં લઈ ગયો અને ફેવીકવીક ચોંટાડીને છરી વડે હુમલો કર્યો.

  પોલીસના જણાવ્યા અનુસાર, ત્રણ દિવસ પહેલા 19 નવેમ્બરના રોજ ઉદયપુરના ગોગુંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉભેશ્વર મહાદેવ મંદિર પાસેના જંગલમાંથી પ્રેમી યુગલની નગ્ન લાશ મળી આવી હતી. પોલીસે આ કેસમાં તાંત્રિક ભાલેશ જોશીની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા તાંત્રિકની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. તાંત્રિક ભાલેશ જોશીએ પ્રેમી યુગલને ત્યારે માર્યા જ્યારે તેઓ શારીરિક સંબંધ બનાવી રહ્યા હતા. તાંત્રિકે જણાવ્યું કે તે બંને તેને બદનામ કરવા માટે બ્લેકમેલ કરી રહ્યા હતા. જેના કારણે તેણે આ પગલું ભર્યું હતું.

  આ પણ વાંચોઃ લાકડાની દાણચોરીને લઈને હિંસા ફાટી નીકળી, પોલીસ ફાયરિંગમાં 6ના મોત, ઘણા જિલ્લામાં ઈન્ટરનેટ બંધ

  તાંત્રિક દ્વારા જ આ યુગલ એકબીજાની નજીક આવ્યું હતું


  વાસ્તવમાં તાંત્રિકની હત્યાનો ભોગ બનેલા યુવક રાહુલ મીણા અને યુવતી સોનુ કંવરનો પરિવાર પહેલેથી જ તાંત્રિકના સંપર્કમાં હતો. આ તાંત્રિક દ્વારા બંને એકબીજાના સંપર્કમાં પણ આવ્યા હતા. બાદમાં બંને વચ્ચે પ્રેમ થયો અને બંને વચ્ચે સંબંધ શરૂ થયો. આ દરમિયાન તાંત્રિકે રાહુલની પત્નીની સામે આ રહસ્ય ખોલ્યું. જેના કારણે રાહુલ અને સોનુ કંવર તાંત્રિક પર ગુસ્સે થઈ ગયા હતા. તેમને છેડતીના કેસમાં ફસાવીને બદનામ કરવાની ધમકી આપી હતી.

  યુવક યુવતીના મૃતદેહ લઈ જતા પોલીસકર્મી

  બદનામીના ડરથી તાંત્રિકે આ કાવતરું ઘડ્યું


  તાંત્રિક ભાલેશ જોશીને ડર હતો કે જો રાહુલ અને સોનુ તેને બદનામ કરશે તો તેનો ધંધો ચોપટ થઈ જશે. તેથી તેણે બંનેને રસ્તામાંથી દૂર કરવાનું કાવતરું ઘડ્યું. તેણે બજારમાંથી ફેવિક્વિક મોટી માત્રામાં ખરીદ્યું. તે પછી તેણે બંનેને અલગ થવા અને પોતપોતાના પરિવાર તરફ ધ્યાન આપવા માટે તૈયાર કર્યા. દરમિયાન તાંત્રિકે બંનેને છેલ્લી વખત શારીરિક સંબંધ બાંધવા માટે ઉશ્કેર્યા હતા. આ માટે તે બંનેને બાઇક પર બેસાડી જંગલમાં લઇ ગયો હતો. સાથે ફેવિક્વિક લીધી હતી.

  ફેવીક્વિકના કારણે પ્રેમી યુગલ એકબીજાને ચોંટી ગયું


  યોજના મુજબ તે બંનેને જંગલમાં સંબંધ બાંધવા માટે એકલા છોડીને પોતે થોડે દૂર ચાલ્યા ગયા હતા. પ્રેમીપંખીડાઓ જંગલમાં એકબીજા સાથે સંબંધ બાંધવા લાગ્યા ત્યારે તાંત્રિક ત્યાં પહોંચી ગયો. તેણે તેમના બંને નગ્ન શરીર પર મોટી માત્રામાં ફેવીક્વિક નાખી દીધું. જેના કારણે તેમના શરીર એકબીજા સાથે ચોંટી ગયા હતા. યુવક અને યુવતીએ ફેવીક્વિકથી અલગ થવાનો પૂરો પ્રયાસ કર્યો પરંતુ તેઓ અલગ થઈ શક્યા નહીં.

  તાંત્રિકે પથ્થર વડે બંનેના મોઢા પણ કચડી નાખ્યા


  ત્યારપછી તાંત્રિકે છરીના ઘા મારીને બંનેની હત્યા કરી નાખી હતી. તાંત્રિકે બંનેના મોઢાને પથ્થરથી કચડીને તેમની ઓળખ છૂપાવવાનો પ્રયાસ કર્યો હતો. ઉદેપુર પોલીસે તાંત્રિક ભાલેશ જોશીને કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આ દરમિયાન તેની વધુ પૂછપરછ કરવામાં આવશે. પોલીસને તાંત્રિકે મૃતક યુવતી સાથે ફોન પર વાત કરી હોવાના પુરાવા મળ્યા છે. આવી સ્થિતિમાં પ્રેમ ટ્રાઈંગલના પાસાને ધ્યાનમાં રાખીને પોલીસ તેની પૂછપરછ કરશે.
  Published by:Priyanka Panchal
  First published:

  Tags: Conspiracy, Couple, Double murder, Udaipur

  विज्ञापन
  विज्ञापन