આયુર્વેદિક સ્પા સેન્ટરની આડમાં થઈ રહ્યો હતો દેહવેપાર, 2 યુવતીઓ સહિત 5ની ધરપકડ

News18 Gujarati
Updated: July 23, 2020, 7:40 AM IST
આયુર્વેદિક સ્પા સેન્ટરની આડમાં થઈ રહ્યો હતો દેહવેપાર, 2 યુવતીઓ સહિત 5ની ધરપકડ
પ્રતીકાત્મક તસવીર

પોલીસ નકલી ગ્રાહક બનીને ગઈ, ઈશારો થતાં જ દરોડો પાડ્યો તો સ્પા સેન્ટરની પોલ ખૂલી ગઈ

  • Share this:
કપિલ શ્રીમાળી, ઉદયપુરઃ રાજસ્થાન (Rajasthan)ના ઉદયપુર (Udaipur)શહેરમાં દેહવેપાર પર કોઈ અંકુશ નથી એવું લાગી રહ્યું છે. શહેરની પોલીસે ગોવર્ધન વિલાસ વિસ્તારમાં એક સ્પા સેન્ટર (Spa Center)ની આડમાં ચાલી રહેલા દેહવેપારનો ખુલાસો કરી તેની સંચાલિકા સહિત બે યુવતીઓ અને બે અન્ય આરોપીઓની ધરપકડ કરી છે. પકડવામાં આવેલી સંચાલિકા જયપુરની રહેવાસી છે. જ્યારે યુવતીઓ અને અન્ય આરોપી ઉદયપુરના જ રહેવાસી છે.

ગોવર્ધન વિલાસ વિસ્તારમાં સંચાલિત થઈ રહ્યું હતું સ્પા સેન્ટર


પોલીસ અધિકારી પ્રેમ ધણદેનો ખબરી દ્વારા માહિતી મળી હતી કે ગોવર્ધન વિલાસ વિસ્તારના દેવાલીમાં આયુર્વેદિક મસાજની આડમાં ગરિમા આયુર્વેદિક સ્પા સેન્ટરમાં દેહવેપાર ચાલી રહ્યો છે. કાર્યવાહી પહેલા પોલીસે તમામ માહિતી એકત્ર કરવા માટે બોગસ ગ્રાહક બનાવીને ત્યાં મોકલ્યો. સેન્ટર પર કોઈ વ્યક્તિ મસાજની આડમાં વેશ્યાવૃત્તિની માંગ કરે છે તો સેન્ટરની સંચાલિકા તેને રૂપિયા લઈને ત્યાં દેહવેપાર કરાવતી હતી. સ્પા સેન્ટર પર મોકલવામાં આવેલા બોગસ ગ્રાહકે પણ કંઈક આવા જ પ્રકારની માંગ કરી.

આ પણ વાંચો, દલિત પરિવારને અંતિમ સંસ્કાર કરતા રોક્યો, ચિતા પરથી હટાવવો પડ્યો મહિલાનો પાર્થિવદેહ

પોલીસ નકલી ગ્રાહક બનીને ગઈ
રૂપિયાને લઈ થયેલી વાતચીતથી સંતુષ્ટ થયા બાદ સંચાલિકાએ જ્યારે બોગસ ગ્રાહકને વેશ્યાવૃત્તિ માટે રૂમમાં મોકલ્યો તો તે જ સમયે સેન્ટરની આસપાસ હાજર પોલીસની ટીમે ઈશારો મળતાં જ દરોડો પાડી દીધો. પોલીસે દરોડો પાડતાં જ સ્પા સેન્ટરમાં અફરા-તફરીનો માહોલ થઈ ગયો. પોલીસે જ્યારે સેન્ટર પર દરોડો પાડ્યો તો ત્યાંથી સેન્ટરની સંચાલિકા સહિત બે યુવતીઓ અને બે અન્ય લોકો મળ્યા. પોલીસે તેમની ધરપકડ કરી લીધી. સેન્ટરની સંચાલક મૂળે જયપુરની રહેવાસી છે.

આ પણ વાંચો, 29 જુલાઈએ 5 રાફેલ પહોંચશે અંબાલા એરફોર્સ સ્ટેશન, આકાશમાં હવે રાજ કરશે ભારત

બીજી તરફ, સેન્ટરથી પકડવામાં આવેલી યુવતીઓ ખેરવાડા અને ટીડી વિસ્તારના ગામની રહેવાસી છે. ધરપકડ કરવામાં આવેલા બે અન્ય લોકોમાં જાવર માઇનસ વિસ્તારના કમલેશ લોહાર અને બલીચા વિસ્તારના નરેશ ગુર્જર સામેલ છે.
Published by: Mrunal Bhojak
First published: July 23, 2020, 7:40 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading