BSP MLAને CM યોગી તરફથી મળી રિટર્ન ગિફ્ટ, હવે ભોગવશે 'Y' કેટેગરીની સિક્યોરિટી

BSP પ્રમુખ માયાવતીએ બળવાખોર ધારાસભ્ય વિરુદ્ધ કાર્યવાહી કરતાં તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતાં

BSP પ્રમુખ માયાવતીએ બળવાખોર ધારાસભ્ય વિરુદ્ધ કાર્યવાહી કરતાં તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતાં

  • Share this:
    લખનઉ: ઉત્તર પ્રદેશની 10 સિટ માટે રાજ્યસભા ચૂંટણી દરમિયાન ઉન્નાવનાં પુરવાથી બળવાખોર BSP ધારાસભ્ય અનિલ સિંહે ભાજપનાં પક્ષમાં ક્રોસ વોટિંગ કરીને  યોગી સરકારનું દિલ જીતી લીધુ છે. જેનાં બદલામાં CM યોગીએ તેને 'Y' કેટેગરીની સિક્યોરિટી આપી છે. BSPનું રાજકિય ભાવી બગાડનારા અનિલ સિંહે  શનિવારે CM યોગી સાથે મુલાકાત કરી હતી. અને પોતાનો જીવ જોખમમાં હોવાનું જણાવ્યુ હતું. જે બાદ ગૃહ વિભાગે BSPનાં ધારાસભ્યને Y કેટેગરીની સિક્યોરિટી  આપવાનો આદેશ આપ્યો છે. આ મામલે BSP પ્રમુખ માયાવતીએ બળવાખોર ધારાસભ્ય વિરુદ્ધ કાર્યવાહી કરતાં તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતાં.

    ઉલ્લેખનીય છે કે, પહેલી પ્રાથમિક્તામાં ભાજપનાં આઠ વિજય ઉમેદવારોને 39-39 વોટ મળ્યા. સપાની જયા બચ્ચનને 38 વોટ મળ્યા જ્યારે BSPનાં ભીમરાવ
    આંબેડકરને 33 વોટ મળ્યા અને BJPનાં અનિલ અગ્રવાલને 22 વોટ મળ્યા હતાં.

    ચૂંટણીની પહેલાં જ BSP ઉમેદવારે તેમની જીત નજર આવી રહી હતી. તેમણે BSPનાં 19, SPનાં 10, કોંગ્રેસનાં 7, રાજા ભૈયા 1, RALD 1 અને નિર્દળીય
    વિનોદ સરોજ સહિત કૂલ 39 ધારાસભ્યનું સમર્થન મળ્યુ હતું. પણ BSPનાં મુખ્તાર અંસારને જેલથી વોટ આપવાની પરવાનગી મળી નહીં. તે બાદ BSPનાં
    ધારાસભ્ય અનિલ સિંહે વોટિંગનાં એક દિવસ પહેલાં જ ભાજપ ધારાસભ્યોની બેઠકમાં પહોંચીને જાહેરમાં BJP ઉમેદવારોને સમર્થન આપવાનું એલાન કર્ય હતું.
    એટલે કે સપાનાં નિતિન અગ્રવાલ અને BSPનાં અનિલ સિંહ બે લોકોએ ક્રોસ વોટિંગ કર્યુ હતું.

    આ પહેલાં સપા અને બસપાનાં બળવાખોર નેતા નિતિન અગ્રવાલ અને અનિલ સિંહે વોટ રદ્દ કરવાની ચૂંટણી આયોગે અપીલ કરી હતી. બંને ધારાસભ્યોનાં વોટને સપા અને બસપા રદ્દ કરવા ઇચ્છતી હતી. બંને પાર્ટીઓની આપત્તિને કારણે મતગણતરી કેટલાંક સમય માટે રોકી લેવામાં આવી હતી. પણ ચૂંટણીપંચ દ્વારા બંનેનાં વોટને માન્ય જાહેર કર્યા હતાં.
    Published by:Margi Pandya
    First published: