Home /News /national-international /ખુલ્લમ ખુલ્લા પ્યાર કરેગે! જાહેરમાં બાઈક પર નીકળેલા યુવક-યુવતી કિસ કરવા લાગ્યા, લાજ શરમ છોડી
ખુલ્લમ ખુલ્લા પ્યાર કરેગે! જાહેરમાં બાઈક પર નીકળેલા યુવક-યુવતી કિસ કરવા લાગ્યા, લાજ શરમ છોડી
ચાલતી સ્કૂટી પર કપલ રોમાન્સ કરતું જોવા મળ્યું
Couple Romance- એક વીડિયો સામે આવ્યો છે જે ટ્રાફિક પોલીસની મજાક ઉડાવી રહ્યો છે. લખનઉના પોશ માર્કેટ હઝરતગંજમાં એક યુવક અને યુવતી રસ્તાની વચ્ચે અશ્લીલતાની હદ વટાવતા જોવા મળ્યા.
લખનઉ. જો કે હાલમાં યુપીમાં રોડ સેફ્ટી અભિયાન ચાલી રહ્યું છે, પરંતુ રાજધાની લખનઉમાંથી એક વીડિયો સામે આવ્યો છે જે ટ્રાફિક પોલીસની મજાક ઉડાવી રહ્યો છે. લખનઉના પોશ માર્કેટ હઝરતગંજમાં એક યુવક અને યુવતી રસ્તાની વચ્ચે અશ્લીલતાની હદ વટાવતા જોવા મળ્યા. હઝરતગંજના વ્યસ્ત રોડ પર ચાલતી સ્કૂટી પર એક યુવક અને યુવતી રોમાન્સ કરી રહ્યા હતા. આ ખતરનાક સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે છોકરો વ્યસ્ત રોડ પર સ્કૂટી ચલાવી રહ્યો છે અને છોકરી તેની સામે બેઠી છે. આટલું જ નહીં, છોકરી પણ છોકરાને વારંવાર કિસ કરતી જોવા મળે છે. ઘણા લોકોએ આ વીડિયોને અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર પણ કર્યો છે.
चलती स्कूटी पर बीच सड़क पर एक लड़का और लड़की के प्यार का इजहार करने का वीडियो तेजी से वायरल हो रहा है. यह वीडियो राजधानी लखनऊ का बताया जा रहा है. pic.twitter.com/lHAvRKclkd
મળતી માહિતી મુજબ, જ્યારે ચાલતી સ્કૂટી પર યુવક અને યુવતી વચ્ચે રોમાન્સ ચાલી રહ્યો હતો ત્યારે તેમના એક બાઇક સવારે તેના મોબાઈલથી આ વીડિયો બનાવ્યો હતો . જે બાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ સમગ્ર મામલે હજુ સુધી પોલીસનું કોઈ નિવેદન સામે આવ્યું નથી.
Published by:Priyanka Panchal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર