દુબઇના રાજાએ પાકિસ્તાનને 18 સિંહ અને વાઘ ગિફ્ટમાં આપ્યા

News18 Gujarati
Updated: April 19, 2019, 3:54 PM IST
દુબઇના રાજાએ પાકિસ્તાનને 18 સિંહ અને વાઘ ગિફ્ટમાં આપ્યા
News18 Gujarati
Updated: April 19, 2019, 3:54 PM IST
સંયુક્ત અરબ અમિરાત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સંબંધોમાં નવો અધ્યાય શરૂ થઇ રહ્યો છે. થોડા સમય પહેલા જ UAEના કિંગ પાકિસ્તાનની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન UAE અરબો રૂપિયાનું રોકાણ પાકિસ્તાનમાં કરવાના કરારો પણ થયા હતા. હવે UAEએ ખુશ થઇને પાકિસ્તાનને 18 સિંહ અને વાઘ ગિફ્ટમાં આપ્યા છે.

વાત એમ છે કે સંયુક્ત અરબ અમિરાતે ચાર સફેદ વાઘ, છ બંગાળ ટાઇગર્સ અને આઠ આફ્રિકન સિંહ સહિત કુલ 18 સિંહ-વાઘ લાહોરના પ્રાણીસંગ્રાહલયને મોકલ્યા છે. આ UAE તરફથી પાકિસ્તાનને ખુશીની ભેટ તરીકે ઓળખાવવામાં આવી રહ્યું છે. કુલ 18 સિંહ અને વાઘમાં ત્રણ નર અને એક માદા સફેદ સિંહ, ચાર નર અને બે માદા બંગાળ ટાઇગર્સની સાથે ચાર આફ્રિકન સિંહ પણ છે. આ બધા 5 વર્ષથી ઓછી ઉંમરના છે.

અહીં ક્લિક કરી વાંચોઃ જાણો કોણ છે હાર્દિક પટેલને લાફો મારનાર વ્યક્તિ

એક્સપ્રેસ ટ્રિબ્યુનના એક રિપોર્ટ પ્રમાણે યુએઇના વડાપ્રધાન તથા દુબઇના શાસક મોહમ્મદ બિન રાશિદ અલ મક્તૂન દ્વારા પાકિસ્તાનને આ પ્રાણીઓ ભેટમાં આપવામાં આવ્યા છે. આ તમામ પ્રાણીઓને ઇસ્લામાબાદ લાવવામાં આવ્યા અને 22 એપ્રિલે તમામને લાહોર સફારી પ્રાણીસંગ્રહલયમાં લઇ જવામાં આવશે.

સ્થાનિક વન વિભાગનું કહેવું છે કે આ જાનવર પ્રાણીસંગ્રાહલયમાં સ્થિત અન્ય સિંહ તથા વાઘની સાથે રહેશે. આ જાનવર સ્પાઇસજેટના વિમાનની મદદથી પાકિસ્તાન લાવવામાં આવ્યા હતા.
First published: April 19, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...