Home /News /national-international /કોરોના ફ્રન્ટલાઈન હિરોઝને golden visaની ભેટ આપશે UAE, ભારતીયોને મોટો ફાયદો

કોરોના ફ્રન્ટલાઈન હિરોઝને golden visaની ભેટ આપશે UAE, ભારતીયોને મોટો ફાયદો

જે ડોક્ટર્સ દુબઈમાં સેવા આપે છે, તેઓ આ સુવિધાનો લાભ ઉઠાવવા માટે smart.gdrfad.gov.ae વેબસાઈટ પર જઈ શકે છે. (AP)

UAE’s golden visa: હવે ગોલ્ડન વિઝાથી રોકાણકારો અને ઉચ્ચ પ્રશિક્ષિત કામદારો માટે માર્ગ બહુ સરળ બની ગયો છે

દુબઈ : આખા વિશ્વમાં તબાહી મચાવનાર કોરોના મહામારીમાં ખડેપગે રહેલા ફ્રન્ટલાઈન વર્કર્સના કામને બિરદાવવા UAEએ બહુ મહત્વની જાહેરાત કરી છે. યુનાઈટેડ આરબ એમિરેટ્સ (United Arab Emirates)ની સરકારે જાહેરાત કરી છે કે કોરોના વાયરસ (Corona virus) વિરુદ્ધ લડાઈ લડનારા ફ્રન્ટલાઈન વર્કર્સ (Frontline Workers) અને તેમના પરિવારોને ગોલ્ડન વિઝા (Golden Visa)ની ભેટ આપવામાં આવશે. યુએઈ સરકારે કહ્યું કે તેઓ ફ્રન્ટલાઈન હિરોઝ (COVID frontline warriors to get UAE’s golden visa)ની કોરોના સામેની સાહસિક કામગીરીને બિરદાવે છે. યુએઈ સરકારના આ નિર્ણયથી હજારો ભારતીય નર્સ, ડોક્ટરો અને અન્ય પેરામેડિકલ સ્ટાફને ફાયદો મળવાની આશા છે.

ખલીજ ટાઈમ્સની રિપોર્ટ મુજબ, યુએઈ સરકાર તરફથી બહાર પાડવામાં આવેલા તાજેતરના નિર્દેશોમાં કહેવામાં આવ્યું છે કે જે લોકોએ કોરોના વાયરસને લીધે પોતાના જીવ ગુમાવ્યા છે અથવા જીવલેણ વાયરસથી દેશને બચાવવાનો પ્રયત્ન કર્યો છે, તે લોકો ગોલ્ડન વિઝા માટે યોગ્ય માનવામાં આવશે. આ રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે લાયસન્સ પ્રાપ્ત ડોક્ટર જુલાઈ 2021થી સપ્ટેમ્બર 2022 દરમ્યાન ઓફિશ્યલ વેબસાઈટ smartservices.ica.gov.ae પર અરજી કરી શકે છે.

આ પણ વાંચો - જેલમાં રહેલો આરોપી અધિકારીઓને દર મહિને આપતો હતો 1 કરોડ 15 લાખ, ફાઇવ સ્ટાર હોટલથી ખાવાનું આવતું

એમાં એ પણ કહેવામાં આવ્યું છે કે જે ડોક્ટર્સ દુબઈમાં સેવા આપે છે, તેઓ આ સુવિધાનો લાભ ઉઠાવવા માટે smart.gdrfad.gov.ae વેબસાઈટ પર જઈ શકે છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, લોંગ ટર્મ વિઝા સાથે કામ કરતા સંબંધિત વિભાગો વિઝા જારી કરતા પહેલા અરજીની ચકાસણી કરશે. ખલીજ ટાઈમ્સે કહ્યું કે આ માનવીય પગલાંથી ફ્રન્ટલાઈન વર્કર્સ અને તેમના પરિવારોમાં સ્થિરતા આવશે.

આ પણ વાંચો: COP26: ક્લાઈમેટ ચેન્જને લઈને PM મોદીએ મોટી યોજના જણાવી- ‘2070 સુધીમાં કાર્બન ઉત્સર્જન શૂન્ય પર લઈ જઈશું’

યુએઈએ આ પહેલા ગોલ્ડન વિઝા કાર્યક્રમની શરૂઆત કરી હતી, જેથી વિદેશી નાગરિકોને કોઈપણ કંપની વગર સ્પોન્સરશિપ મળી શકે. સાથે 25 વર્ષ સુધીના બાળકો અહીં રહી શકે અને કામ કરી શકે. યુએઈએ પોતાની નીતિઓમાં મોટો ફેરફાર કર્યો હતો. આ પહેલા ફક્ત અમુક લોકોને જ લાંબા સમય સુધી રહેવા માટેના વિઝા (Long Term Visa) જારી કરવામાં આવતા હતા. આ એ લોકો છે જે મોટા પાયે યુએઈમાં રોકાણ કરતા હતા. હવે ગોલ્ડન વિઝાથી રોકાણકારો અને ઉચ્ચ પ્રશિક્ષિત કામદારો માટે માર્ગ બહુ સરળ બની ગયો છે.
First published:

Tags: Corona Frontline Workers, UAE, World News in gujarati

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો