સંયુક્ત અરબ અમીરાત (UAE)એ ટ્રાવેલ પ્રતિબંધ અંગે કેટલીક છૂટછાટ આપી છે. UAEએ જાહેરાત કરી છે કે, જે વ્યક્તિ ફૂલ્લી વેક્સીનેટેડ હશે તે 12 સપ્ટેમ્બરથી UAEની યાત્રા કરી શકે છે. WHO (વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન)એ તે વેક્સીન અપ્રૂવ કરેલ હોવી જોઈએ. જેમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા, વિયેતનામ, નાંબિયા, ઝાંબિયા, ડેમોક્રેટિક રિપ્બલિક ઓફ કોંગો, યુગાન્ડા, સિયારા લિયોન, લાઈબેરિયા, સાઉથ આફ્રિકા, નાઈજિરિયા અને અફઘાનિસ્તાનના રહેવાસીઓને પરવાનગી આપવામાં આવી છે. અહીં જણાવેલ તમામ દેશના રહેવાસીઓ જે ફુલ્લી વેક્સીનેટેડ હશે તે UAE માટે ઉડાન ભરી શકશે.
એક સપ્તાહ પહેલા UAEએ ફુલ્લી વેક્સીનેટેડ વ્યક્તિઓ માટે ટુરિસ્ટ વિઝાની ફરી શરૂઆત કરવાની જાહેરાત કરી છે. UAEમાં દૈનિક કોરોનાના કેસની સંખ્યામાં ઘટાડો થતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. એક સપ્તાહથી UAEમાં દૈનિક 1,000 કરતા પણ ઓછા કેસ સામે આવી રહ્યા છે. આ દેશમાં 92 ટકા વેક્સીનેશન થઈ ચૂક્યું છે. વેક્સીનેશન રેટ મામલે UAE, માલ્ટા બાદ સૌથી વધુ વેક્સીનેશન કરનાર દેશ બન્યો છે.
ફેડરલ ઓથોરિટી ફોર આઈન્ડેન્ટિટી એન્ડ સિટીઝનશીપ (ICA) અને નેશનલ ઈમરજન્સી ક્રાઈસિસ એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NCEMA)એ સંયુક્તરૂપે ટુરિસ્ટ વીઝાને પરવાનગી આપી છે. જે દેશોમાં WHO માન્ય વેક્સીન આપવામાં આવી રહી છે અને જેઓ ફુલ્લી વેક્સીનેટેડ છે, તેવા લોકો ટુરિસ્ટ વીઝા માટે અરજી કરી શકે છે.
UAEની અધિકૃત એજન્સી WAMએ જણાવ્યું કે, “પબ્લિક હેલ્થ અને મહત્વપૂર્ણ એક્ટિવિટીઓ વચ્ચે સંતુલન સાધવા તથા સુધારો લાવવા માટે અને આર્થિક વિકાસ માટેનો આ એક રાષ્ટ્રીય પ્રયાસ છે.”
UAEમાં વેક્સીન લીધેલ વ્યક્તિઓને અબુધાબીના મોલ અને સાર્વજનિક સ્થળો પર જવા માટેનો લાભ આપવામાં આવે છે. જે યાત્રીઓ આ લાભ મેળવવા ઈચ્છે છે, તે લોકો ICA પ્લેટફોર્મ અને અલ હોસન એપ્લિકેશન પરથી વેક્સીન માટે રજિસ્ટર કરાવી શકે છે.
3 જૂન સુધીમાં WHOએ અપ્રૂવ કરેલ કોવિડ-19 વેક્સીનમાં AstraZeneca/ Oxford/ CoviShield, Johnson & Johnson, Moderna, Pfizer/ BioNTech, Sinopharm અને Sinovac શામેલ છે. WAMએ જણાવ્યું કે, ટુરિસ્ટ વીઝા પર આવનાર યાત્રીઓએ એરપોર્ટ પર ફરજિયાત PCR ટેસ્ટ કરાવવાનો રહેશે. આ પણ વાંચો-Gahena Vasisth: કેવી રીતે શૂટ કરાય છે ન્યૂડ ફોટો અને વીડિયો, ખોલ્યું પડદા પાછળનું રહસ્ય
ગલ્ફ ન્યૂઝ રિપોર્ટ અનુસાર પ્રવેશ પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો, તેમ છતાં ભારત 2021ના 6 મહિનામાં દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ટોપ ડેસ્ટિનેશન બની ગયું છે. જેમાં યાત્રીઓની સંખ્યા 1.9 મિલિયનથી અધિક હતી. ભારતીયો અમેરિકા અને કેનેડા જવા માટે અમિરાત એરલાઈન્સની વધુ પસંદગી કરી રહ્યા છે. ભારતીયો દુબઈ થઈને જવાનું પસંદ કરી રહ્યા છે.
દુબઈ/ UAEની યાત્રા કરતા ભારતીયો બિઝનેસ માટે જઈ રહ્યા છે, અગાઉ ટુરિસ્ટ વીઝાની પરવાનગી આપવામાં આવી નહોતી. આ વર્ષે માર્ચની શરૂઆતમાં UAE કેબિનેટે તમામ દેશના નાગરિકો માટે 5 વર્ષ સુધી મલ્ટીપલ એન્ટ્રી ટુરિસ્ટ વીઝાની પરવાનગી આપી હતી.