Sheikh Khalifa Bin Zayed Al Nahyan Death : રાષ્ટ્રપતિના નિધન બાદ સરકાર દ્વારા 40 દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે. રાષ્ટ્રધ્વજ 40 દિવસ સુધી અડધો ઝુકાવશે. રાષ્ટ્રીય શોકની સાથે સાથે દેશના તમામ ખાનગી અને સરકારી સેક્ટર્સ માટે ત્રણ દિવસની રજા જાહેર કરવામાં આવી છે
Sheikh Khalifa Bin Zayed Al Nahyan Death : સંયુક્ત આરબ અમીરાત (UAE) ના પ્રમુખ શેખ ખલીફા બિન જાયદ અલ નાહયાન (Sheikh Khalifa Bin Zayed Al Nahyan) નું શુક્રવારે નિધન થયું. સમાચાર એજન્સી ડબલ્યુએએમએ આ માહિતી આપી હતી. રાષ્ટ્રપતિ ઝાયેદ અલ નાહયાન છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા. તેમની ઉંમર 73 વર્ષની હતી.
રાષ્ટ્રપતિના નિધન બાદ સરકાર દ્વારા 40 દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે. રાષ્ટ્રધ્વજ 40 દિવસ સુધી અડધો ઝુકાવશે. રાષ્ટ્રીય શોકની સાથે સાથે દેશના તમામ ખાનગી અને સરકારી સેક્ટર્સ માટે ત્રણ દિવસની રજા જાહેર કરવામાં આવી છે.
United Arab Emirates President Sheikh Khalifa Bin Zayed Al Nahyan has died, state news agency WAM reported on Friday: Reuters
તમને જણાવી દઈએ કે, શેખ ખલીફા 3 નવેમ્બર 2004થી સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ પદ પર હતા. 2019 માં, તેઓ ચોથી વખત રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટાયા. તેમને તેમના પિતાના અનુગામી તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. ઘણા ઇસ્લામિક રાષ્ટ્રો તેમજ અન્ય ઘણા મોટા દેશોએ શેખ ખલીફાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
તમને જણાવી દઈએ કે, શેખ ખલીફાનો જન્મ 1948માં થયો હતો. શેખ ખલીફા સંયુક્ત આરબ અમીરાતના બીજા રાષ્ટ્રપતિ અને અબુ ધાબીના 16મા શાસક હતા. શેખ ખલીફા તેમના પિતાના સૌથી મોટા પુત્ર હતા. તેમના શાસન હેઠળ, સંયુક્ત આરબ અમીરાતનો ખૂબ જ ઝડપથી વિકાસ થયો. શેખ ખલીફાએ તેમના શાસનકાળ દરમિયાન દેશને એ ઊંચાઈઓ પર લઈ ગયા જ્યાં તેમના પિતા દેશને આગળ લઈ જવા માંગતા હતા.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર