Home /News /national-international /મોટો નિર્ણય: સરનેમ વગરના લોકોને આ દેશમાં એન્ટ્રી નહીં મળે, એર ઈન્ડિયાએ જાહેર કરી નવી એડવાઈઝરી

મોટો નિર્ણય: સરનેમ વગરના લોકોને આ દેશમાં એન્ટ્રી નહીં મળે, એર ઈન્ડિયાએ જાહેર કરી નવી એડવાઈઝરી

UAEમાં પ્રવેશ માટેના નિયમો બદલાયા

સંયુક્ત અરબ અમીરાતે પોતાના દેશમાં આવનારા લોકો માટે નિયમોમાં ફેરફાર કર્યા છે અને તેમણે અહીં સિંગલ નામવાળાઓને હવે એન્ટ્રી નહીં આપવાનો નિર્ણય કર્યો છે.

    નવી દિલ્હી: સંયુક્ત અરબ અમીરાતે પોતાના દેશમાં આવનારા લોકો માટે નિયમોમાં ફેરફાર કર્યા છે અને તેમણે અહીં સિંગલ નામવાળાઓને હવે એન્ટ્રી નહીં આપવાનો નિર્ણય કર્યો છે. અમીરાત દ્વારા જાહેર કરવામા આવેલા નવા દિશા નિર્દેશો અનુસાર, એર ઈંડિયા અને એઆઈ એક્સપ્રેસ તરફથી એક સલાહ આપવામા આવી છે કે, સિંગલ નામવાળા મુસાફરોને હવે સંયુક્ત આરબ અમીરાતમાં પ્રવેશ મળશે નહીં, આ નવો નિયમ તાત્કાલિક ધોરણે લાગૂ પણ થઈ ગયો છે.

    આ પણ વાંચો: મોસ્ટ વોન્ટેડ ખાલીસ્તાની આતંકવાદી કુલવિંદરજીત સિંહ દિલ્હી એરપોર્ટ પરથી પકડાયો

    એર ઈન્ડિયા અને એઆઈ એક્સપ્રેસે 21 નવેમ્બરે યુએઈની યાત્રા માટે પાસપોર્ટ પર દેખાતા નામ માટે એક લેટર જાહેર કર્યો છે. આ લેટરમાં કહેવાયુ છે કે, સંયુક્ત અરબ અમીરાતના નેશનલ એડવાંસ ઈંફોર્મેશન સેન્ટરના જણાવ્યા અનુસાર, યુએઈની મુસાફરી માટે આ મહત્વના દિશા નિર્દેશ તાત્કાલિક ધોરણ લાગૂ થાય છે. કોઈ પણ પાસપોર્ટ ધારકને એક જ સિંગન નામ જેમાં સરનેમ અથવા કોઈ અન્ય શબ્દ નથી, તેવા લોકોને સંયુક્ત આરબ અમીરાતમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. તેથી આવા મુસાફરોને પાછા ફરવાનો વારો આવશે. અને તેને આઈએનએડી (INAD)માનવામાં આવશે.

    શું હોય છે INAD


    INAD, વિમાનન ક્ષેત્ર સાથે જોડાયેલ એક શબ્દ છે, જેનો ઉપયોગ એવા મુસાફરો માટે થાય છે કે, જેમને તે દેશમાં પ્રવેશ માટે પરવાનગી નથી મળતી, જ્યાં તેઓ મુસાફરી કરવા માગે છે. આવા મુસાફરોને એરલાઈ દ્વારા તેમના દેશમાંથી પાછા લઈ જવાના હોય છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: UAE

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन