Home /News /national-international /EXCLUSIVE: UAE સલામત રાષ્ટ્ર, ભારતીય સમુદાય સુરક્ષિત અનુભવે છે: ભારતીય રાજદૂત

EXCLUSIVE: UAE સલામત રાષ્ટ્ર, ભારતીય સમુદાય સુરક્ષિત અનુભવે છે: ભારતીય રાજદૂત

UAE સલામત રાષ્ટ્ર, ભારતીય સમુદાય સુરક્ષિત અનુભવે છે:

indian killed in abu dhabi: સંયુક્ત આરબ અમીરાત (UAE)ના અબુધાબી હુમલા (abu dhabi attack)માં માર્યા ગયેલા બે ભારતીયો (Indian killed in UAE)નો પાર્થિવ દેહ ટૂંક સમયમાં ભારત પહોંચશે. ન્યૂઝ18ને આપેલા ખાસ ઇન્ટરવ્યુમાં યુએઈમાં ભારતના રાજદૂત સંજય સુધીરે (sanjay sudhir) જણાવ્યું કે અબુધાબીમાં માર્યા ગયેલા બંને ભારતીયોની ઓળખ થઈ ગઈ છે

વધુ જુઓ ...
    UAE attack: સંયુક્ત આરબ અમીરાત (UAE)માં ભારતના રાજદૂત (uae indian ambassador) સંજય સુધીરે ન્યૂઝ18ને એક ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે અબુ ધાબી (abu dhabi attack)માં માર્યા ગયેલા બંને ભારતીયો (indian killed in abu dhabi)ની ઓળખ થઈ ગઈ છે. તેમણે તેને ખૂબ જ દુ:ખદ ઘટના ગણાવી હતી અને કહ્યું હતું કે બંને ભારતીયોની ઓળખ થઈ ગઈ છે અને ભારતીય દૂતાવાસના અધિકારીઓ બંનેના પરિવારોના સંપર્કમાં છે. સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને બંને ભારતીયોની ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે.

    યુએઈમાં 30 લાખથી વધુ ભારતીય
    રાજદૂત સુધીરે કહ્યું કે યુએઈમાં 30 લાખથી વધુ ભારતીયો કામ કરી રહ્યા છે, અમે તેમની સુરક્ષાને લઈને હમેશા સતર્ક છીએ. જો કે યુએઈ ખૂબ જ સલામત રાષ્ટ્ર છે, યુએઈ પાસે સુરક્ષા પ્રણાલી છે, જે ખૂબ જ મજબૂત અને સારી છે. તેમણે કહ્યું કે આ હુમલો એ જગ્યા એ થયો જે સામાન્ય રીતે સુરક્ષિત માનવામાં આવે છે. આ એક પછી એક અકસ્માત સામાન્ય રીતે અહીં થતા નથી.

    આ પણ વાંચો: CRIME: 8 વર્ષની બાળકી સાથે કર્યુ ગંદુ કામ, ધરપકડ સમયે પણ પોર્ન ફિલ્મો જોતો હતો આરોપી

    સંજય સુધીરે જણાવ્યું હતું કે યુએઈમાં રહેતો હિન્દુસ્તાની સમુદાય સંપૂર્ણપણે સલામત છે અને હંમેશા સુરક્ષિત અનુભવે છે. અમારી પાસે અબુ ધાબીમાં દૂતાવાસ છે અને દુબઈમાં અમારું કોન્સ્યુલેટ છે. અમે સમગ્ર યુએઈમાં અમારા ભારતીય સમુદાયના સંપર્કમાં છીએ અને તેમને પ્રોત્સાહિત કરીએ છીએ.

    આ પણ વાંચો: Gujarat Assembly Election: ગુજરાત આપમાં ભંગાણ, ઇસુદાન ગઢવી Exclusive Interview

    હૌથી બળવાખોરો (Houthi rebels)ના ડ્રોન હુમલામાં માર્યા ગયા ભારતીયો
    યુએઈમાં ભારતીય દૂતાવાસે મંગળવારે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે ભારતીય દૂતાવાસ યુએઈ વહીવટીતંત્ર અને એડીએનઓસી કંપનીના સંપર્કમાં છે જેથી બંને ભારતીયોના પાર્થિવ દેહને ટૂંક સમયમાં ભારત મોકલવામાં આવે. યુએઈમાં રવિવારે થયેલા હુમલામાં બે ભારતીયો સહિત કુલ 6 લોકો ઘાયલ થયા હતા.

    આ પણ વાંચો: CRIME: સગાઇ બાદ પણ GF સાથે વાતો કરતો હતો દીકરો, ખુદ પિતાએ કરી નાંખી હત્યા, મા-બહેને લાશ ઠેકાણે પાડી

    દૂતાવાસે માહિતી આપી હતી કે બંને ઘાયલ ભારતીયોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હૌથી બળવાખોરોના ડ્રોન હુમલામાં એડીએનઓસી (ADNOC) કંપનીના ત્રણ ઓઇલ ટેન્કરોમાં વિસ્ફોટ થયો હતો અને બે ભારતીયો અને એક પાકિસ્તાની નાગરિક સહિત ત્રણ લોકો માર્યા ગયા હતા. આ હુમલામાં છ લોકો ઘાયલ થયા હતા.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: Exclusive, Indian, Latest News, UAE, દેશ વિદેશ

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन