અયોધ્યામાં બાબરી મસ્જિદ તોડનારા બે યુવકો મુસ્લિમ કેમ બની ગયા?

News18 Gujarati
Updated: November 27, 2018, 12:11 PM IST
અયોધ્યામાં બાબરી મસ્જિદ તોડનારા બે યુવકો મુસ્લિમ કેમ બની ગયા?
બાબરી ધ્વંસ (ફાઇલ ફોટો)

"હું લાગણીના આવેશમાં આવીને કાર સેવામાં જોડાયો હતો પણ પછી મને પસ્તાવો થયો કે, મેં જે કર્યુ હતુ તે ખોટુ હતું. હું મુસ્લિમ બની ગયો"

  • Share this:
2019ની લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે અને ફરી વખત ભારતીય જનતા પાર્ટી અને સંઘ પરિવાર અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે આંદોલન કરી રહ્યા છે પણ એક ચૌંકાવનારો અહેવાલ આવ્યો છે. 1992માં અયોધ્યામાં બાબરી ધ્વંશમાં સામેલ બે યુવાનોએ મુસ્લિમ ધર્મ અંગીકાર કરી લીધો છે અને હવે મસ્જિદોનાં નિર્માંણનું કામ કરે છે.

ધ લલ્લનટોપનાં અહેવાલ મુજબ, 1992માં બાબરી ધ્વંશમાં કાર સેવક તરીકે જોડાયેલા બે યુવકો-બલબીર અને યોગેન્દ્ર-એ મુસ્લિમ ધર્મ અપનાવી લીધો હતો. આ બંને યુવકો હાલ મસ્જિદો બનાવવાનું કામ કરે છે. બાબરી મસ્જિદ તોડવાનો તેમને પસ્તાવો થઇ રહ્યો છે.

બલબીરે કહ્યું, “મેં અને યોંગેન્દ્ર બંનેએ અયોધ્યામાં રામ મંદિર બને એ માટે પ્રતિજ્ઞા લીધી હતી પણ હવે અમને પસ્તાવો થયા છે અને 100 મસ્જિદોનું નવીનીકરણ કરીને અમે અમારુ પાપ ધોઇ રહ્યા છીએ.

બાબરી મસ્જિદ પાડી દીધા પછી સમગ્ર દેશમાં કોમી તોફાનો ફાટી નીકળ્યા હતા અને દેશને કોમવાદી ધૃવિકરણ તરફ લઇ જવામાં અગત્યની ભૂમિકા ભજવી હતી.
બલબીર પહેલા શિવ સેનાનાં નેતા હતા. સંઘ પરિવારની વિચારધારાથી આકર્ષાયા હતા. બાબરી ધ્વંશ પછી તેમણે મુસ્લિમ ધર્મ અંગિકાર કરી તેમનુ નામ બદલીને મોહમંદ આમીર કરી દીધુ. જ્યારે તેમના મિત્ર યોગેન્દ્ર પાલે તેમનું નામ બદલીને મોહમંદ ઉમર કરી દીધું છે.

બાબરી ધ્વંશનાં 6 ડિસેમ્બરને યાદ કરતા બલબીર કહે છે, “જ્યારે અમે અયોધ્યા પહોંચ્યા ત્યારે અમને ડર હતો કે કદાચ અને રોકવા માટે સરકાર આર્મીનો ઉપયોગ કરશે. ત્યાં કોઇ વિશેષ સુરક્ષા નહોતી. અમે માનસિક રીતે તૈયાર હતા કે, આજ તે અમે બાબરી મસ્જિદને પાડી જ દઇશું”. આ બંનેએ અન્ય કારસેવકોની સાથે કોદાળી અને પાવડાથી બાબરી મસ્જિદનાં ગુંબજને તોડી પાડ્યો. આ પછી જ્યારે તેઓ પોતાના વતન હરિયાણામાં ગયા ત્યારે લોકોએ તેમને વીરોની જેમ આવકાર્યા.બલબીરે વધુમાં જણાવ્યું, “પણ હું જ્યારે મારા ઘરે ગયો અને મારા પરિવારજનોએ જે પ્રતિભાવ આપ્યો તેનાથી હું ચોંકી ગયો. મારો પરિવાર ધર્મનિરપેક્ષ હતો. તેમણે મારા કામની નિંદા કરી. હું લાગણીના આવેશમાં આવીને કાર સેવામાં જોડાયો હતો પણ પછી મને પસ્તાવો થયો કે, મેં જે કર્યુ હતુ તે ખોટુ હતું.

બલબીરને એ ખ્યાલ હતો કે, તેમણે કાયદો હાથમાં લીધો હતો અને દેશનાં બંધારણનું ઉલ્લંઘન કર્યુ હતું. આ પશ્ચાતાપ થતા, ટૂંક સમયમાં જ બલબીરે ઇસ્લામ ધર્મ અપનાવી લીધો. બલબીરે (નવુ નામ આમીપ) એક મુસ્લિમ મહિલા સાથે લગ્ન કરી લીધા છે. હવે તેઓ ઇસ્લામી શિક્ષણ ફેલાવવા માટે સ્કૂલ ચલાવે છે. બલબીર અને તેમના સાથી યોગેન્દ્રએ ભેગા મળીને અત્યાર સુંધીમાં 90 મસ્જિદો બનાવી ચૂક્યા છે.
First published: November 27, 2018, 12:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading