PUBG રમવામાં મશગૂલ બે યુવકો પર ટ્રેન ફરી વળી, મોત

News18 Gujarati
Updated: March 18, 2019, 9:25 AM IST
PUBG રમવામાં મશગૂલ બે યુવકો પર ટ્રેન ફરી વળી, મોત
પ્રતિકાત્મક તસવીર

બંને યુવકો ગેમ રમવામાં એટલા મશગૂલ હતા કે ટ્રેન આવી રહી હોવાનું પણ ભાન ન હતું.

  • Share this:
મુંબઈ : સરકાર વારેવારે ઘાતક નિવડી રહેલી પબજી ગેમ ન રમવાની સલાહ આપતી રહી છે. એટલું જ નહીં ગુજરાતના અમદાવાદ, રાજકોટ, સુરત સહિતના શહેરોમાં તંત્રએ આ ગેમ રમવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ દરમિયાન મહારાષ્ટ્રમાં પબજી રમવામાં વ્યવસ્ત બે યુવકો પર ટ્રેન ફરી વળી હોવાના સમાચાર સામે આવ્યા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે મહારાષ્ટ્રના હિંગોલીમાં આ દુઃખદ બનાવ બન્યો હતો.

પોલીસે રવિવારે જણાવ્યું હતું કે આ બનાવ શનિવારે સાંજે હિંગોલી બાયપાસ પાસે બન્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે 24 વર્ષીય નગેશ ગોરે અને 22 વર્ષીય સ્વપ્નિલ અન્નાપુરણે રેલવે ટ્રેક નજીક પબજી ગેમ રમી રહ્યા હતા. બંને યુવકો ગેમ રમવામાં એટલા મશગૂલ હતા કે ટ્રેન આવી રહી હોવાનું પણ ભાન ન હતું. બંને યુવકોને હૈદરાબાદ-અજમેર ટ્રેને અડફેટે લીધા હતા.

પોલીસના જણાવ્યા પ્રમાણે સ્થાનિકોએ મોડી રાત્રે રેલવે ટ્રેક નજીક બંનેનાં મૃતદેહો જોયા હતા. પોલીસે આ બનાવમાં અકસ્માતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : અમદાવાદ પોલીસે PUBG પર પ્રતિબંધનાં માંગ્યા રિવ્યૂ, લોકોએ આપ્યાં મજેદાર જવાબો

પ્લેયરઅનનોવન્સ બેટલગ્રાઉન્ડ્સ ઉર્ફ PUBG સાઉથ કોરિયન કંપનીએ બનાવેલી ઓનલાઇન મલ્ટિ પ્લેયર્સ ગેમ છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે યુવાનોને આ ગેમ રમવાનું વ્યસન થઈ શકે છે. એટલું જ નહીં સતત આ ગેમ રમવાને કારણે વ્યક્તિનો સ્વભાવ હિંસક થઈ શકે છે.

ગુજરાત સરકારે સ્કૂલો અને કોલેજોમાં આ ગેમ રમવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. એટલું જ નહીં જે તે શહેરના પોલીસ કમિશ્નરોએ પણ આ ગેમ રમવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. ગત અઠવાડિયે ગુજરાતના અમદાવાદ, રાજકોટ સહિતના શહેરોમાંથી પબજી ગેમ રમવા બદલ પોલીસે કેટલાક યુવકોની ધરપકડ કરી હતી.
First published: March 18, 2019, 9:25 AM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading