નવી દિલ્હીઃ અત્યારે બારડોલીની (bardoli) સ્ટંટ ગર્લ ચર્ચામાં છે ત્યારે બાદ બાઈક ઉપર સ્ટંટ (bike stunt) થતાં બીજા કેટલાક વીડિયો (video) પણ પ્રકાશમાં આવ્યા છે. ત્યારે બાઈક ઉપર સ્ટંટ કરતા બે યુવકોનો વીડિયો પણ અત્યારે સોશિયલ મીડિયા (social media) ઉપર વાયરલ થયો છે. જોકે આ વીડિયો સ્ટંટ માસ્ટર યુવકોને સ્ટંટ કરવો ભારે પડી જાય છે. અને સ્ટંટ કરવા જતાં યુવકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
ટ્વીટર ઉપર IPS Dipanshu kabraના સત્તાવાર આઈડી ઉપરથી આ વીડિયો ટ્વીટ કરવામાં આવ્યો હતો. આઠ માર્ચે ટ્વીટ કરેલા આ વીડિયોમાં આઈપીએસ દિપાન્સુ કાબરાએ કેપ્સનમાં લખ્યું છે કે 'જિંદગી ના મિલેગીં દો બારાયા એશી મૂર્ખતામેં ના ગવાના'. આ વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે. આ લખાય છે ત્યાં સુધી આ વીડિયોને 10.7 હજાર લોકોએ જોયો છે.
આ વીડિયોમાં, તમે જોશો કે કેવી રીતે બે છોકરાઓ બાઇક પર સ્ટંટ કરી રહ્યા છે હાઇ સ્પીડ પર જતા. એક છોકરો બાઇક પર સવારી કરી રહ્યો છે અને બીજો બાઇક પર હવામાં હાથ લંબાવીને ઉભો છે. બાઇક થોડે દૂર જતાં જ પાછળનો ઉભો છોકરો લપસી પડ્યો અને તે ખરાબ રીતે ચાલતી બાઇક પરથી પડી ગયો હતો.
અને બાઇક આગળ જતા જ બીજો છોકરો પણ બાઇક સાથે રસ્તાની બાજુમાં ખરાબ રીતે પડી ગયો. વીડિયો જોઇને લાગે છે કે બંને છોકરા ખરાબ રીતે ઘાયલ થયા હશે. આ વીડિયો ખૂબ જ ઝડપથી બની રહી છે.
ઉલ્લેખનીય છે કે આ વીડિયો ક્યાંનો છે અને સ્ટંટ કરનારા બે યુવકો કોણ છે એ અંગે હજી સુધી કોઈ પુષ્ટી થઈ નથી. જોકે, આવા જોખમી સ્ટંટ કરીને યુવકો પોતાના જીવને જોખમમાં તો મુકે જ છે સાથે સાથે તેમના પરિવાર માટે પણ મુશ્કેલીઓ ઊભી કરે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર