110 કલાક પછી બે વર્ષના ફતેહવીરને બોરવેલમાંથી બહાર કઢાયો, મોત

પંજાબના સંગરૂરમાં પાંચ દિવસ પહેલા ફતેહવીર નામનો બે વર્ષનો બાળક 150 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગયો હતો.

News18 Gujarati
Updated: June 11, 2019, 9:41 AM IST
110 કલાક પછી બે વર્ષના ફતેહવીરને બોરવેલમાંથી બહાર કઢાયો, મોત
પંજાબના સંગરૂરમાં પાંચ દિવસ પહેલા ફતેહવીર નામનો બે વર્ષનો બાળક 150 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગયો હતો.
News18 Gujarati
Updated: June 11, 2019, 9:41 AM IST
પંજાબના સંગરુરમાં છેલ્લા 110 કલાકથી ચાલી રહેલું રેસ્ક્યૂ ઓપરેશન સફળ ન રહ્યું. બે વર્ષના માસૂમ ફતહવીરને બહાર કાઢી લેવાયો પરંતુ તેનો જીવ ન બચાવી શકાયો. સોમવારે મોડી રાત્રે જ્યારે તેને બહાર કાઢવામાં આવ્યો ત્યારે તેનું મોત થઈ ગયું હતું. નોંધનીય છે કે સંગરૂરમાં પાંચ દિવસ પહેલા ફતેહવીર 150 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગયો હતો. જે બાદમાં તંત્ર રાત-દિવસ તેને બહાર કાઢવાના કામમાં લાગ્યું હતું.

કહેવામાં આવી રહ્યું છે કે સાત ઈંચ પહોળા બોરવેલને કપડાંથી ઢાંકી દેવામાં આવ્યો હતો. બાળક તેને જોઈ શક્યો ન હતો. માસૂમની માતાએ બાળકને બોરવેલમાં પડતો જોયો હતો. માતા જ્યાં સુધી બોરવેલ સુધી પહોંચી ત્યાં સુધી તે વધારે અંદર જતો રહ્યો હતો. ઘટના બાદ ગામના લોકોએ પોતાની રીતે બાળકને બહાર કાઢવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ સફળતા ન મળતા તંત્રને જાણ કરી હતી.

પંજાબના મંખ્યમંત્રીએ કર્યું ટ્વિટ


Loading...

પહેલા પણ આવા બનાવ બની ચુક્યા છે.

બોરવેલમાં બાળક પડી જવાનો આ પ્રથમ બનાવ નથી. આ પહેલા પણ અનેક જગ્યાએ આવા બનાવો સામે આવી ચુક્યા છે. ખાનગી તેમજ સરકારી કર્મચારીઓ તરફથી ખોદવામાં આવતા બોરવેલને ખુલ્લા મૂકી દેવાને કારણે અનેક બાળકો તેમાં ફસાઈ ચુક્યા છે. અનેક બાળકોએ આ રીતે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
First published: June 11, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...