રેમડેસિવીર ઇન્જેક્શનની શીશીમાં પાણી ભરીને 28,000 રૂપિયામાં વેચનારા બે ઝડપાયા

પ્રતીકાત્મક તસવીર

રેમડેસિવીર ઈન્જેક્શનો લેવા માટે હૉસ્પિટલો બહાર લાંબી લાંબી લાઇનો લાગી રહી છે, આ જ કારણે ઇન્જેક્શનના કાળા બજારના સમાચારો સામે આવી રહ્યા છે.

 • Share this:
  નાગપુર: કોરોના મહામારી (Corona pandemic) વચ્ચે જે દર્દીઓનું ઑક્સીજન સ્તર (Oxygen level) ખૂબ ઓછું થઈ જાય છે તેમને ડૉક્ટરો તરફથી રેમડેસિવીર ઇન્જેક્શન (Remdesivir injection) આપવામાં આવે છે. દર્દીને રેમડેસિવીર ઇન્જેક્શનના છ ડોઝ આપવાના હોય છે. હાલ દેશના અનેક વિસ્તારોમાં કોરોનાને કેસ વધતા આ ઇન્જેક્શનની અછત ઊભી થઈ છે. ઈન્જેક્શનો લેવા માટે હૉસ્પિટલો બહાર લાંબી લાંબી લાઇનો લાગી રહી છે. આ જ કારણે રેમડેસિવીર ઇન્જેક્શનના કાળા બજારના સમાચાર પણ સામે આવી રહ્યા છે. આ દરમિયાન મહારાષ્ટ્રમાં બે લોકો રેમડેસિવીર ઇન્જેક્શનની શીશીમાં પાણી ભરીને તેને વેચવા જતા ઝડપાયા છે.

  પોલીસ માહિતી પ્રમાણે મહારાષ્ટ્રના નાગપુરના સક્કરદારા વિસ્તારમાંથી બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. જેઓ રેમડેસિવીરની બે શીશીમાં પાણી ભરીને તેને 28 હજાર રૂપિયામાં વેચી રહ્યા હતા.

  આ પણ વાંચો: કોરોનાનો કહેર: મહિલા ડૉક્ટરે રડતાં રડતાં કહ્યું,- 'પહેલા આવી સ્થિતિ ક્યારેય નથી જોઈ'

  પોલીસના જણાવ્યા પ્રમાણે 28 વર્ષીય અભિલાષ પેટકર અને 21 વર્ષીય અનિકેત નંદેશ્વર એક્સ-રે ટેક્નિશિયન તરીકે કામ કરી રહ્યા હતા. તેમણે એક વ્યક્તિને રેમડેસિવીર ઇન્જેક્શનના બે ડોઝ આપ્યા હતા. આ માટે પહેલા બંનેએ 40 હજાર રૂપિયા માંગ્યા હતા, જે બાદમાં 28 હજાર રૂપિયામાં વાત નક્કી થઈ હતી. ઇન્જેક્શન ખરીદનાર વ્યક્તિના કોઈ સંબંધીને હૉસ્પિટલમાં ખસેડાયા હતા, તેમની સારવાર માટે રેમડેસિવીર ઇન્જેક્શનની જરૂર હતી.

  આ પણ વાંચો:  અમદાવાદ: રમજાન માસમાં સવારે ચાર વાગ્યા પિતાને ફોન આવ્યો કે દીકરી લટકી રહી છે!

  સક્કરદારા પોલીસ સ્ટેશનના જણાવ્યા પ્રમાણે દર્દીના સગાને બંને ઇન્જેક્શન અંગે કોઈ શંકા પડી હતી. જે બાદમાં તેણે પોલીસનો સંપર્ક કર્યો હતો. જે બાદમાં પોલીસે ટ્રેપ ગોઠવીને બંનેની ધરપકડ કરી લીધી હતી. બંનેની ધરપકડ બાદ બંનેના ઘરે પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. બંનેએ બીજા કોઈ વ્યક્તિઓને પણ આવી રીતે બોગસ ઇન્જેક્શન વેંચ્યા છે કે નહીં તેની પણ પોલીસ હાલ તપાસ કરી રહી છે.

  આ પણ વાંચો: અમદાવાદ: પતિએ ચપ્પુની અણીએ પત્ની પાસે સુસાઇડ નોટ લખાવી લીધી, તસવીર સસરાને મોકલી

  મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ:

  પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં મંગળવારે કોરોના વાયરસના 62,097 નવા કેસ નોંધાયા છે. જે બાદમાં રાજ્યમાં કુલ કેસની સંખ્યા 39,60,359 થઈ છે. 24 કલાકમાં મહારાષ્ટ્રમાં કુલ 519 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. મુંબઈમાં મંગળવારે કોરોના વાયરસના નવા 7,192 કેસ નોંધાયા હતા અને 34 દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો. આ સાથે જ મુંબઈમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા 5,94,059 પર પહોંચી છે. મુંબઈમાં અત્યારસુધી કોરોનાથી 12,446 લોકોનાં મોત થયા છે.
  Published by:Vinod Zankhaliya
  First published: