Home /News /national-international /બે મહિલાઓની અપાઈ માનવ બલી, હત્યા પાછળનું કારણ જાણશો તો ચોંકી જશો

બે મહિલાઓની અપાઈ માનવ બલી, હત્યા પાછળનું કારણ જાણશો તો ચોંકી જશો

કોચીના પોલીસ અધિકારી સીએચ નાગરાજૂએ કહ્યું- 2 મહિલાઓનું બલિ આપવા માટે મર્ડર કરવામાં આવ્યું હતું.

કેરળના અર્નાકુલમ જિલ્લાની બે મહિલાઓના એક જોડાને જાદૂ ટોણાથી અમીર બનવાની ઘેલછામાં બલિ આપવા માટે હત્યા કરાઈ અને બાદમાં તેમના શબને દફનાવવામાં આવ્યા હતા. પોલીસે મંગળવારે માહિતી આપી છે કે લોટરી વેચનારી બંને મહિલાઓની હત્યા કરીને તેમના શબને પઠાનમથિટ્ટા જિલ્લાના અલૂંથર ગામમાં દફનાવવામાં આવ્યા છે. પોલીસે બે લોકોની માનવ બલી આપવાના આરોપમાં ત્રણ લોકોની ધરપકડ કરી છે.

વધુ જુઓ ...
કોચીઃ કેરળના અર્નાકુલમ જિલ્લાની બે મહિલાઓના એક જોડાને જાદૂ ટોણાથી અમીર બનવાની ઘેલછામાં બલિ આપવા માટે હત્યા કરાઈ અને બાદમાં તેમના શબને દફનાવવામાં આવ્યા હતા. પોલીસે મંગળવારે માહિતી આપી છે કે લોટરી વેચનારી બંને મહિલાઓની હત્યા કરીને તેમના શબને પઠાનમથિટ્ટા જિલ્લાના અલૂંથર ગામમાં દફનાવવામાં આવ્યા છે. પોલીસે બે લોકોની માનવ બલી આપવાના આરોપમાં ત્રણ લોકોની ધરપકડ કરી છે.

પહ્મા અને રોજલીની કરાઈ હત્યા

ન્યુઝ એજન્સી એએનઆઈના એક રિપોર્ટ મુજબ કોચી શહેરના પોલીસ અધિકારી સીએચ નાગરાજૂએ કહ્યું કે આ મૃતક બંને મહિલાઓ લોટરીની ટિકિટ વેચતી હતી. તેમની હત્યા કર્યા પછી તેમના શબને એક ઘરમાં દફનાવવામાં આવ્યા. જે મહિલાની હત્યા કરવામાં આવી, તેમની ઓળખ પહ્મા અને રોજલી તરીકે થઈ છે. પોલીસે એક કપલ- વૈદ્યન ભગવલ સિંહ અને લૈલાની સાથે એક એજન્ટ શિહાબની ધરપકડ કરી છે.

ષડયંત્રમાં સંડોવાયેલો છે શિહાબ

એમ કહેવાઈ રહ્યું છે કે આ મામલામાં શિહાબ મુખ્ય ષડયંત્ર કરનાર છે. તેણે કથિત રીતે એક નકલી ફેસબુક એકાઉન્ટ બનાવ્યું અને સૌથી પહેલા તિરુવલ્લાના ભગવલ સિંહને મળ્યો. તેણે કથિત રીતે ફેસબુકના માધ્યમથી ભગવલ સિંહને ખૂબ વધુ અમીર બનાવવા માટે બલિ આપવા માટે મનાવી લીધો. ઉલ્લેખનીય છે કે કાદવંતર પોલીસ ગુમ થવાના એક મામલાની તપાસ કરી રહી હતી. જેમાં આ સમગ્ર પ્રકરણ બહાર આવ્યું છે. પોલીસે કહ્યું છે કે આરોપીઓએ નિવેદન આપ્યું કે હત્યાઓ તેમના અંધવિશ્વાસના કારણે થઈ છે.

અન્ય ઘટનાની તપાસમાં થયો ઘટસ્ફોટ

આ હત્યાકાંડ પર કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને પોતાના નિવેદનમાં કહ્યું કે પઠાનમથિટ્ટાના એલંથૂરમાં થયેલું ડબલ મર્ડર એવું છે, જે માણસના વિવેકને હલાવી નાંખે. ઘટનાનું જે વિવરણ સામે આવ્યું છે, તેનાથી ખ્યાલ આવે કે બંને મહિલાઓની ગળું કાપીને હત્યા કરી નાંખવામાં આવી અને તેમને દફનાવવામાં આવી. આ એક એવો ગુનો છે, જેની કેરળમાં કલ્પના પણ ન કરી શકાય. જેમાં અંધવિશ્વાસને પૂરો કરવા અને આર્થિક લાભ માટે લોકોનું અપહરણ કરી લેવામાં આવે છે. સીએમએ કહ્યું કે આ કાંડમાં સામેલ તમામ આરોપીઓને કાયદા સમક્ષ રજૂ કરવામાં આવશે અને આરોપીઓની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
First published:

Tags: Boy Murder, CHILD MURDER, Kidnap

विज्ञापन