મહિલાએ જ્વેલરને હનીટ્રેપમાં ફસાવી લૂંટી લીધો, પોલીસે બે મહિલાની કરી ધરપકડ

મહિલાએ જ્વેલરને હનીટ્રેપમાં ફસાવી લૂંટી લીધો, પોલીસે બે મહિલાની કરી ધરપકડ
પ્રતીકાત્મક તસવીર

Vasai honey trap: મહિલાએ ત્રીજી ફેબ્રુઆરીના રોજ જ્વેલરને પોતાના ઘરે બોલાવ્યા હતો. અહીં જ્વેલર મહિલા સાથે પ્રેમક્રીડામાં લીન થયો ત્યારે મહિલાના અન્ય સાગરીતોએ વીડિયો ઉતારી લીધો હતો.

  • Share this:
    મુંબઈ: આજકાલ હનીટ્રેપ (Honey trap)ના કિસ્સા ખૂબ વધી રહ્યા છે. સુરત શહેર (Surat city)માં પણ તાજેતરમાં આવા એક કિસ્સામાં મહિલાની ધરપકડ કરવામાં આવી છે. ગત અઠવાડિયે પુણે પોલીસે (Pune police) 16 યુવક અને ત્રણ યુવતીને અલગ અલગ પ્રલોભનો આપી હોટલ (Hotel)માં બોલાવી લૂંટી લેનાર એક યુવતીની ધરપકડ કરી હતી. મુંબઈના વસઈ (Vasai)માં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક જ્વેલરને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવા બદલે પોલીસે બે મહિલાની ધરપકડ કરી છે. આ કિસ્સામાં મહિલાએ જ્વેલરને પોતાના ઘરે બોલાવ્યો હતો. આ દરમિયાન તેના અન્ય સાથીઓએ બંનેની પ્રેમક્રીડાને કેમેરામાં કંડારી લીધી હતી અને બાદમાં પૈસા પડાવવામાં આવ્યા હતા.

    ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં છપાયેલા સમાચાર પ્રમાણે આ કેસમાં પીડિત દુર્ગાસિંઘ રાજપૂત મુખ્ય આરોપી પ્રજાક્તા પાટીલના સંપર્કમાં આવ્યો હતો. પ્રજાક્તા તેણીના શૉરૂમ ખાતે દાગીના ગીરવે મૂકવા માટે આવી હતી. જે બાદમાં બંને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. આ દરમિયાન ત્રીજી ફેબ્રુઆરીના રોજ પ્રજાક્તાએ જ્વેલરને પોતાના ઘરે બોલાવ્યો હતો.



    આ પણ વાંચો: સુરત હનીટ્રેપ કેસ: લોન લેવાનું કહીને એજન્ટની ઘરે બોલાવ્યો, મીઠી વાતો કરી ફોટો ક્લિક કરી લીધા

    અહીં બંને પ્રેમમાં લીન થઈ ગયા હતા. પ્રેમક્રીડા બાદ રાજપૂત પ્રજાક્તાના ઘરેથી નીકળવાનો જ હતો ત્યારે ત્યાં અન્ય આરોપી જ્યોતિ ઉપાધ્યાય અને બીજા બે લોકો આવી પહોંચ્યા હતા. હકીકતમાં તમામ લોકો બીજા રૂમમાં સંતાયેલા હતા અને બંનેની કામક્રિડા કેમેરામાં કેદ કરી રહ્યા હતા. જે બાદમાં ત્રણેય લોકોએ પ્રજાક્તા સાથેની કામક્રીડાનો વીડિયો રાજપૂતને બતાવ્યો હતો અને તેની સાથે મારપીટ કરી હતી.

    આ પણ વાંચો: યુવક-યુવતીઓને પ્રેમજાળમાં ફસાવતી યુવતીની ધરપકડ, પોલીસે સમલૈંગિક બનીને દોસ્તી કરી અને પકડી પાડી!

    જે બાદમાં ચારેય લોકોએ મળીને રાજપૂતને લૂંટી લીધો હતો. તેની પાસે રહેલી રોકડ અને ઘરેણા લઈ લીધા હતા. આ ઉપરાંત 4,500 રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર પણ કરાવ્યા હતા. આ દરમિયાન ચારેયએ રાજપૂતને વીડિયો વાયરલ કરી દેવાની તેમજ તેના પરિવારના સભ્યો સુધી પહોંચાડી દેવાની ધમકી પણ આપી હતી.

    આ બનાવના બે દિવસ સુધી તમામ આરોપી મહિલાઓ અને પુરુષોએ રાજપૂતને પૈસા માટે સતત ફોન કૉલ કર્યાં હતાં. જે બાદમાં શનિવારે રાજપૂતે આ મામલે વાલીવ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. રાજપૂતે પોલીસને જણાવ્યું હતું કે તેને કેવી રીતે હનીટ્રેપમાં ફસાવવામાં આવ્યો છે. રાજપૂતે આપેલી માહિતીના આધારે પોલીસે દરોડો કરીને બંને મહિલાઓની તેના ઘરેથી ધરપકડ કરી હતી. જોકે, આ દરમિયાન બે પુરુષો ભાગવામાં સફળ રહ્યા હતા. પોલીસે આ મામલે ચારેય સામે આઈપીસીની કલમ, 394, 364, 384 અને 385 હેઠળ ગુનો નોંધ્યો છે.
    Published by:Vinod Zankhaliya
    First published:February 09, 2021, 08:28 am

    ટૉપ ન્યૂઝ