Home /News /national-international /

લાલુ પહેલા જ જેલમાં પહોંચી ગયા તેમના બે વિશ્વાસપાત્ર સેવક

લાલુ પહેલા જ જેલમાં પહોંચી ગયા તેમના બે વિશ્વાસપાત્ર સેવક

લાલુને બિરસા મુંડા જેલમાં રાખવામાં આવ્યા છે

લક્ષ્મણ અને મદન, બંને રાંચીના નિવાસી છે. બંને લાલુ યાદવના ખૂબ જ વિશ્વાસુ છે.

પટણાઃ ઘાસચાર કૌભાંડમાં લાલુ બિરસા મુંડા જેલમાં બંધ છે. લાલુ 23 ડિસેમ્બરના રોજ જેલમાં પહોંચ્યા. જોકે, આ પહેલા તેમના રસોયા લક્ષ્મણ કુમાર અને સેવક મદન યાદવ જેલ પહોંચી ગયા. જેલમાં જવા માટે તેમણે જાણી જોઈને તેમની સામે બનાવટી કેસ નોંધાવ્યો.

લક્ષ્મણ અને મદન, બંને રાંચીના નિવાસી છે. બંને લાલુ યાદવના ખૂબ જ વિશ્વાસુ છે. આવું પ્રથમ વખત નથી બન્યું જ્યારે લાલુની સેવા માટે બંને જેલ પહોંચ્યા હોય. ગત વખતે પણ લાલુ જ્યારે હોટવાર જેલમાં બંધ હતા ત્યારે મદન તેમની સેવા માટે જેલ ગયો હતો.

ગત 23મી ડિસેમ્બરના રોજ ઘાસચારા કૌભાંડ સાથે જોડાયેલા દેવધર ટ્રેજરી મામલામાં જ્યારે લાલુની જેલ જવાની આશંકા પ્રબળ બની ત્યારે તેમના સમર્થકોએ મદન અને લક્ષ્મણને જેલ પહોંચાડી દીધા હતા. બંને વિરુદ્ધ લોઅર બજાર પોલીસ મથકમાં કલમ 341, 323, 504, 379 અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે. બંનેનું સરનામું ગંગા ખટાલ, હિનૂ, સાકેત નગર બતાવવામાં આવ્યું હતું.

મારપીટનો કેસ નોંધવામાં આવ્યો

સૂત્રોના જણાવ્યા પ્રમાણે મદન અને લક્ષ્મણને જેલમાં મોકલવા માટે બનાવટી મારપીટનો કેસ બનાવવામાં આવ્યો હતો. પહેલા તેની ફરિયાદ ડોરંડા પોલીસ મથકમાં કરવામાં આવી હતી. જોકે, ડોરંડા પોલીસમથકના ઇન્સ્પેક્ટરે તેની ધરપકડ કરીને જેલ મોકલવાનો ઇન્કાર કરી દીધો તો લોઅર બજાર પોલીસ મથકમાં મારપીટનો કેસ નોંધવામાં આવ્યો. બીજી તરફ પહેલેથી જ તમામ તૈયારી કરનાર વકીલે લક્ષ્મણ અને મદનને કોર્ટમાં સરન્ડર કરાવીને બંનેને જેલ મોકલી દીધા. લાલુ પ્રસાદે એ જ દિવસે સાંજે જેલમાં પહોંચ્યા હતા.
First published:

Tags: Laxman, લાલુ પ્રસાદ યાદવ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन