Home /News /national-international /

Mumbai: 40 વર્ષથી બે મિત્રો સાથે ટ્રેકિંગ કરતા હતા, હિમસ્ખલનમાં બંને એકસાથે મૃત્યુ પામ્યા

Mumbai: 40 વર્ષથી બે મિત્રો સાથે ટ્રેકિંગ કરતા હતા, હિમસ્ખલનમાં બંને એકસાથે મૃત્યુ પામ્યા

હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા દરમ્યાન હિમસ્ખલન થયું અને 17 લોકો બરફમાં દબાઈ ગયા હતા. (પ્રતીકાત્મક ફોટો)

હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા દરમ્યાન હિમસ્ખલન થયું અને 17 લોકો બરફમાં દબાઈ ગયા હતા. તેમાંથી ત્રણ વ્યક્તિનું મૃત્યુ થયું છે. મરનારામાં મુંબઈના બે મિત્રો પણ હતા જે 40 વર્ષથી સાથે ટ્રેકિંગ કરી રહ્યા હતા.

    મુંબઈ. હિમાચલ પ્રદેશના કિન્નૌર વિસ્તારમાં 23 ઓક્ટોબરે થયેલી ભારે હિમવર્ષા દરમ્યાન ત્રણ ટ્રેકર્સ બરફમાં દબાઈ ગયા જ્યારે 14 અન્ય લોકોને બચાવી લેવામાં આવ્યા. મૃતકમાંથી બે મુંબઈના ડોમ્બિવલી વિસ્તારમાં રહેતા હતા. તેમના નામ રાજેન્દ્ર પાઠક (67) અને અશોક ભાલેરાવ (66) છે.

    બંને ડોમ્બિવલીમાં રહેતા હતા અને બાળપણના મિત્રો હતા. બંને મિત્રોને ટ્રેકિંગ કરવું બહુ પસંદ હતું અને સાથે જ ટ્રેકિંગ કરતા. આ ટ્રેક તેમના જીવનનો અંતિમ ટ્રેક બની ગયો, છેલ્લા ત્રણ-ચાર દિવસોથી તેમનો પરિવાર નજર રાખીને બેઠો હતો કે તલાશમાં મૃતદેહ મળ્યા કે નહીં?

    ડોમ્બિવલી પૂર્વના સુરેખા સહકારી સમિતિના નિવાસી રાજેન્દ્ર પાઠક પોતાના ભાઈ દીપક, પત્ની વેજયંતી અને દીકરા સાથે રહેતા હતા. અશોક ભાલેરાવ સ્નેહગંધ સોસાયટી, ઠકુર્લીમાં રહેતા હતા. તેઓ બંને સ્કૂલના મિત્રો હતા. બાળપણથી સાથે હોવાને લીધે બંનેના પારિવારિક સંબંધો સારા હતા. રાજેન્દ્ર પાઠકને ટ્રેકિંગ ઉપરાંત સંગીતનો શોખ પણ હતો. તેઓ એક ઉત્કૃષ્ટ ગિટારવાદક અને હાર્મોનિયમ વાદક હતા. તેઓ હાર્મોનિકા ગ્રુપના મેમ્બર હતા.

    mumbai trekkers dead in himachal
    રાજેન્દ્ર પાઠકને ટ્રેકિંગ ઉપરાંત સંગીતનો શોખ પણ હતો.


    વર્ષમાં ઓછામાં ઓછી એક જગ્યાએ ટ્રેકિંગ કરવા જતા હતા
    બંનેને ટ્રેકિંગનો શોખ હતો. તેઓ લગભગ 40 વર્ષોથી એવરેસ્ટ, સહ્યાદ્રી અને હિમાલય પર ટ્રેકિંગ કરતા હતા. તેથી તેમને પર્વતારોહણનો બહુ સારો અનુભવ હતો. ઉંમરનો એક પડાવ પાર કર્યા બાદ પણ તેઓ ટ્રેકિંગ કરતા હતા અને વર્ષમાં ઓછામાં ઓછા એક સ્થળે ટ્રેકિંગ કરવા જતા હતા. જેવા કોરોનાના પ્રતિબંધો હળવા થયા, તેમણે ફરી ટ્રેકિંગ શરુ કર્યું. તેમણે મલાડના ગ્રુપ સાથે હિમાચલ પ્રદેશમાં ટ્રેકિંગ કરવાનો નિર્ણય લીધો.

    16 ઓક્ટોબરે હિમાચલ પ્રદેશ માટે ઉડાન ભર્યા બાદ તેમણે 17 અન્ય લોકો સાથે ટ્રેકિંગ શરુ કરી નાખી. 10 દિવસનો આ ટ્રેક 26 ઓક્ટોબરે સમાપ્ત થવાનો હતો. 23 ઓક્ટોબરે કિન્નૌર વિસ્તારમાં ભારે હિમવર્ષાએ બંને મિત્રોની જિંદગી છીનવી લીધી. આ ટ્રેક તેમના જીવનનો અંતિમ ટ્રેક હતો.

    આ પણ વાંચો: આર્યન ખાન કેસમાં NCBના સાક્ષી કિરણ ગોસાવીની પુણે પોલીસે કરી અટકાયત

    ત્રણ દિવસ બાદ પણ ન મળ્યા મૃતદેહ
    ગ્રુપના ત્રણ લોકો બરફમાં દબાઈ ગયા જ્યારે 14 અન્ય લોકોને રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યા. રવિવારે તેમના મિત્રોના ગ્રુપે મૃત્યુના સમાચાર આપવા માટે ઘરે ફોન કર્યો, ત્યારથી તેમના સંબંધીઓ બંને મિત્રોના મૃતદેહ ડોમ્બિવલી ક્યારે આવશે તેની રાહ જોઈ રહ્યા છે. જોકે, ત્રણ દિવસ બાદ પણ તેમના મૃતદેહ ન મળતા પરિવારજનો ખૂબ ચિંતિત છે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: National news, મુંબઇ, હિમાચલ પ્રદેશ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन