હૈદરાબાદ પાસે બે ટ્રેનો વચ્ચે સીધી ટક્કર, 10 પ્રવાસી ઈજાગ્રસ્ત

News18 Gujarati
Updated: November 11, 2019, 3:22 PM IST
હૈદરાબાદ પાસે બે ટ્રેનો વચ્ચે સીધી ટક્કર, 10 પ્રવાસી ઈજાગ્રસ્ત
દુર્ઘટના એ સમયે થઈ જ્યારે એક MMTએ પહેલાથી જ પ્લેટફોર્મ પર ઊભેલી કોંગુ એક્સપ્રેસને ટક્કર મારી દીધી

દુર્ઘટના એ સમયે થઈ જ્યારે એક MMTએ પહેલાથી જ પ્લેટફોર્મ પર ઊભેલી કોંગુ એક્સપ્રેસને ટક્કર મારી દીધી

  • Share this:
હૈદરાબાદથી એક મોટી ખબર સામે આવી રહી છે. અહીં બે ટ્રેનોની વચ્ચે સીધી ટક્કર થઈ ગઈ છે. આ દુર્ઘટના કચીગુડા રેલવે સ્ટેશન પર થઈ છે. પ્રારંભિક જાણકારી મુજબ, અત્યાર સુધી 31 પ્રવાસી ઇજાગ્રસ્ત થયા છે. તેમને નજીકની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ દુર્ઘટના એ સમયે થઈ જ્યારે એક MMTએ પહેલાથી જ પ્લેટફોર્મ પર ઊભેલી કોંગુ એક્સપ્રેસને ટક્કર મારી દીધી. મળતા અહેવાલો મુજબ, આ દુર્ઘટના સિગ્નલ ફેઇલ થઈ જવાના કારણે થયો છે. ઘટના બાદ અનેક ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

મીડિયા રિપોર્ટોમાં કહેવામાં આવ્યું છે કે આ દુર્ઘટના પાવળ એક ખોટું સિગ્નલ આપવું કારણ હોઈ શકે છે. મળતા અહેવાલો મુજબ, લોકલ ટ્રેનને ખોટું સિગ્નલ આપવાની શક્યતા છે, જેના કારણે ડ્રાઇવરે સ્ટેશન પર ઊભેલા પેસેન્જર ટ્રેનને ટક્કર મારી દીધી.આ પણ વાંચો, સેનાના યૂનિફોર્મનો ઉપયોગ કરો છો તો થઈ જાઓ સાવધાન!

First published: November 11, 2019
વધુ વાંચો
अगली ख़बर