Home /News /national-international /

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં એન્કાઉન્ટરમાં જૈશના બે આતંકીઓ ઠાર

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં એન્કાઉન્ટરમાં જૈશના બે આતંકીઓ ઠાર

પ્રતિકાત્મક તસવીર

જે ઘરમાં આતંકીઓ છૂપાયા હોવાની બાતમી મળી હતી તે ઘરને સુરક્ષા દળોએ ધ્વસ્ત કરી દીધું છે.

    શ્રીનગર : મંગળવારે સવારે સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે જમ્મુ-કાશ્મીરના પુલવામા ખાતે એન્કાઉન્ટર શરૂ થયું હતું. આ એન્કાઉન્ટરમાં બે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે.

    પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારમાં બે આતંકીઓ છૂપાયા હોવાની પોલીસને બાતમી મળી હતી.

    જે ઘરમાં આતંકીઓ છૂપાયા હોવાની બાતમી મળી હતી તે ઘરને સુરક્ષા દળોએ ધ્વસ્ત કરી દીધું છે.

    ઓપરેશનના પગલે આ વિસ્તારમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.

    ઉલ્લેખનીય છે કે પુલવામા ખાતે 14મી ફેબ્રુઆરીના રોજ સીઆરપીએફના કાફલા પર જૈશ-એ-મોહમ્મદના આત્મઘાતિ બોમ્બરે હુમલો કર્યો હતો. આ હુમલામાં સીઆરપીએફના 40 જેટલા જવાનો શહીદ થયા હતા. આ હુમલા બાદ સુરક્ષા દળોએ જમ્મુ-કાશ્મીરમાં આતંકીએ સામે કડક હાથે કાર્યવાહી કરી છે.

    આ પણ વાંચો : 2002 પછી ફેબ્રુઆરી મહિનામાં સૌથી વધારે જવાનો શહીદ થયા

    14મી ફેબ્રુઆરી બાદ સુરક્ષા દળો તરફથી ચાર મોટા એન્કાન્ટર્સ કરવામાં આવ્યા છે. પુલવામા હુમલાના બદલો લેવા માટે ભારતે તાજેતરમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં એર સ્ટ્રાઇક કરી હતી. આ એર સ્ટ્રાઇકમાં અનેક આતંકીઓ માર્યા ગયાનો દાવો કરવામાં આવ્યો છે.

    ફેબ્રુઆરી 20ના રોજ પુલવામા ખાતે એન્કાઉન્ટર દરમિયાન એક ઓફિસર સહિત સેનાના ચાર જવાનો તેમજ એક પોલીસકર્મી શહીદ થયા હતા. 12 કલાક સુધી ચાલેલા આ એન્કાઉન્ટરમાં પુલવામા હુમલાનું કાવતરું ઘડનારા કમાન્ડરને ઠાર કરવામાં આવ્યો હતો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Jammu and kashmir, Masood-azhar, Pulwama, એન્કાઉન્ટર, જૈશ એ મોહમ્મદ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन