આનંદ તિવારી અને દીપક બિષ્ટ: રાજધાની દિલ્હીના લુટિયન્સ ઝોનમાં એપીજે અબ્દુલ કલામ રોડ સ્થિત ઇઝરાયેલ એમ્બેસી (Israel Embassy) બહાર શુક્રવારે સાંજે બ્લાસ્ટ (Blast) થયો હતો. આ બ્લાસ્ટ ખૂબ ઓછી તીવ્રતાનો હતો પરંતુ સુરક્ષા એજન્સીઓને આશંકા છે કે આ કોઈ મોટા ષડયંત્ર પહેલાનો કાકરીચાળો હોઈ શકે છે. બ્લાસ્ટ પછી સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. સૂત્રોના કહેવા પ્રમાણે બ્લાસ્ટના સ્થળેથી જે પત્ર (Letter) મળ્યો છે, તેમાં પણ આ ટ્રેલર હોવાની ધમકી આપવામાં આવી છે. પોલીસ બ્લાસ્ટની કડી શોધવા માટે સીસીટીવી ફૂટેજ (CCTV Footage) પણ તપાસી રહી છે. જોકે, ફૂટેજને રિટ્રીવ કરવા માટે એજન્સીને ખૂબ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.
દિલ્હી પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, એમ્બેસી નજીક થયેલા બ્લાસ્ટના સીસીટીવી ફૂટેજમાં એક કેબ જોવા મળી રહી છે. જેમાં કેબમાંથી બે લોકો નીચે ઉતર્યાં હતા અને બાદમાં કેબ ચાલી ગઈ હતી. બંને શકમંદ ચાલતા જ બોમ્બ બ્લાસ્ટવાળી જગ્યા પર બોમ્બ પ્લાન્ટ કરવા માટે ગયા હતા. જે બાદમાં બંને શકમંદ ત્યાંથી ચાલતા જ નીકળ્યા હતા. સ્પેશ્યલ સેલે આ કેબને શોધી કાઢીને ચાલકની પૂછપરછ કરી છે. જેના વર્ણનના આધારે શકમંદના સ્કેચ તૈયાર કરવામાં આવી રહ્યા છે.
સ્પેશ્યલ સેલ સાથે જોડાયેલા સૂત્રનું કહેવું છે કે, જિંદાલ હાઉસની બિલકુલ સામે કે જ્યાં બ્લાસ્ટ થયો હતો ત્યાં સીસીટીવી કામ કરી રહ્યા ન હતા. પરંતુ અન્ય જગ્યા પર સીસીટીવી કામ કરી રહ્યા હતા. તમામ ફૂટેજનો કબજો લઈ લેવામાં આવ્યો છે. તેમના કહેવા પ્રમાણે ત્રણ વાગ્યા સુધી ઇઝરાયેલ દૂતાવાસમાંથી લગભગ તમામ લોકો નીકળી ગયા હતા. એટલે કે જે સમયે બ્લાસ્ટ થયો ત્યારે ત્યાં કોઈ હલચલ ન હતી. આ બ્લાસ્ટનો ઉદેશ્ય અરાજકતા ફેલાવવાનો હોઈ શકે છે.
સૂત્રોના કહેવા પ્રમાણે બ્લાસ્ટની જગ્યા પર એક ખાડામાંથી બોલ બેરિંગ અને તાર મળી આવ્યા છે. ફૉરેન્સિક ટીમને બ્લાસ્ટ માટે એમોનિયમ નાઇટ્રેટનો ઉપયોગ થયાના નિશાન મળ્યા છે. ઘટના સ્થળ પરથી એક ગુલાબી રંગનો દુપટ્ટો પણ મળ્યો છે. આ દુપટ્ટો અડધો સળગેલો છે. પોલીસ આ બ્લાસ્ટ અને ગુલાબી દુપટ્ટા વચ્ચે સંબંધ શોધી રહી છે. પોલીસ એવી પણ તપાસ કરી રહી છે કે શું આ દુપટ્ટો પહેલાથી ત્યાં પડ્યો હતો કે તેનું બ્લાસ્ટ સાથે કોઈ કનેક્શન છે.
" isDesktop="true" id="1068093" >
દિલ્હી પોલીસના સૂત્રોનું કહેવું છે કે તેમના ઘટનાસ્થળેથી બોમ્બનું કવર મળ્યું છે, જેની અંદર વિસ્ફોટક, બોલ-બેરિંગ, વાયરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સાથે નાની બેટરી પણ મળી છે, જેનો બોમ્બ બનાવવામાં ઉપયોગ કરવામાં આવ્યો હતો.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર